રશિયાને અવળચંડાઈ ભારે પડશે ! માનવ અધિકાર પરિષદમાંથી બાકાત રાખવા માટે આજે UN માં મતદાન

યુનાઈટેડ નેશન્સ (United Nations) જનરલ એસેમ્બલી ગુરુવારે મતદાન કરશે કે શું રશિયાને (Russia) યુએન માનવાધિકારની મુખ્ય સંસ્થામાંથી સસ્પેન્ડ કરવું કે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે રશિયાને 47 સભ્યોની માનવ અધિકાર પરિષદમાંથી હટાવવાની હાકલ કરી હતી.

રશિયાને અવળચંડાઈ ભારે પડશે ! માનવ અધિકાર પરિષદમાંથી બાકાત રાખવા માટે આજે UN માં મતદાન
Russia Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:29 AM

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War) ચાલુ છે, યુએસ અને પશ્ચિમના ઘણા પ્રતિબંધો અને ચેતવણીઓ છતાં રશિયન બાજુથી હુમલાઓ બંધ થઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં (Bucha city) રશિયા દ્વારા કરાયેલી હત્યાની વૈશ્વિક નિંદા થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, ભારતે પણ રશિયાની (Russia)  નિંદા કરી છે અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાંથી (United Nations)  રશિયાને સસ્પેન્ડ કરવા કે કેમ તેના પર મતદાન કરવા જઈ રહી છે.

મારીયુપોલમાં 5 હજારથી વધુ નાગરિકોના મોત: મેયર

યુક્રેનના મેરીયુપોલના મેયર વાદિમ બોઇચેન્કોએ કહ્યું છે કે રશિયન હુમલા (Russia Attack) દરમિયાન શહેરમાં 5,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેન હવે કિવની બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરી રહ્યું છે. મેયરે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં 210 બાળકોનો સમાવેશ થાય છે. તેમના મતે રશિયન દળોએ પણ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં માત્ર એક હોસ્પિટલમાં જ 50 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ શહેરનું 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે.

અમેરિકા ક્રેમલિન પર નવા નિયંત્રણો લાદવાની તૈયારીમાં

યુ.એસ. અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધ્યું છે.એક યુએસ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાએ ઉત્તરમાં કિવ અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ 24,000 કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તમને જણાવી દઈએ કે, યુએસ રિપબ્લિકન પાર્ટીના પ્રભાવશાળી સેનેટરે બુધવારે યુક્રેનના બુચામાં રશિયન સૈન્ય(Russian Army)  દ્વારા લોકોની હત્યાની ભારતની નિંદાને આવકારી હતી અને તેને દેશનું “કઠોર વલણ” ગણાવ્યું હતું. સેનેટમાં ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ સેનેટર જ્હોન કોર્નીને આ મુદ્દે ભારતની ટિપ્પણીઓની પ્રશંશા કરી હતી. જો કે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાનમાંથી ભારતની દૂર રહેવાની ટીકા પણ કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jeetendra Birthday : જીતેન્દ્રને ‘પરિચય’નું સોંગ નહોતુ ગમ્યું, પણ આ વ્યક્તિની ભીની આંખો જોઈને રાજી થયા હતા અભિનેતા

g clip-path="url(#clip0_868_265)">