
અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરતા સમયે સ્પેસ પ્લેનની પાંખો તેને કોઈપણ 10 હજાર ફૂટ લાંબા રનવે પર સુરક્ષિત રીતે ઉતરવામાં મદદ કરશે. આ રીતે આ પ્લેન દુનિયાના કોઈપણ મોટા એરપોર્ટ પર આરામથી લેન્ડ થઈ શકશે. કંપનીનું કહેવું છે કે સ્પેસપ્લેન અવકાશમાં પહોંચ્યા પછી વિવિધ કાર્યો કરી શકશે, જેમાં લોકોને અને હળવા કાર્ગોને લો-અર્થ પૃથ્વીની નીચલી કક્ષામાં લઈ જવાનો સમાવેશ થાય છે.

રેડિયનના CEO અને સહ-સ્થાપક રિચાર્ડ હમ્ફ્રેએ જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ કે અવકાશમાં વ્યાપક પહોંચનો અર્થ માનવજાત માટે અમર્યાદિત તકો છે. તેમણે કહ્યું, સમય જતાં અમે અવકાશ યાત્રાને પ્લેન ટ્રાવેલ જેટલી જ સરળ અને સુવિધાજનક બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે તેમનું ધ્યાન સ્પેસ ટુરિઝમ પર પણ નથી.