Sneha Dubey: કોણ છે ભારતની આ દિકરી, જેણે જાહેરમાં ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના પાપ ગણાવ્યા

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને, કાશ્મીર મુદ્દે જડબાતોડ જવાબ આપતા એક પછી એક પાપ ગણાવ્યા હતા. આતંકવાદીઓને આશ્રય આપવા સાથે આતંકવાદને ટેકો આપવાનો પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો હોવાનું સંભળાવી દીધુ.

Sneha Dubey: કોણ છે ભારતની આ દિકરી, જેણે જાહેરમાં ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના પાપ ગણાવ્યા
Sneha Dubey, 2012 IFS Officer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 12:12 PM

કિસ્તાન ગમે તેટલી તકલીફ પડે છતા, તે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર કાશ્મીરનો રાગ આલાપતુ રહ્યુ છે. શનિવારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના (United Nations) મંચ પરથી ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર છોડી નથી, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભારતે પાકિસ્તાનને આ મુદ્દે સખત ઠપકો આપ્યો અને તેને આતંકવાદ પર અરીસો બતાવ્યો છે.

રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરી સ્નેહાએ સંભળાવ્યુ પાકિસ્તાનને જો કે, આ વખતે ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપનાર ભારતની આ દિકરીનું નામ છે સ્નેહા દુબે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનના તમામ પાપોની ગણતરી કરી બતાવી અને કહ્યું કે, આતંકવાદીઓને આશ્રય આપવો અને ખુલ્લેઆમ આતંકવાદને ટેકો આપવો એ પાકિસ્તાનનો ઇતિહાસ છે. તો ચાલો જાણીએ કોણ છે સ્નેહા દુબે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

સ્નેહાએ ક્યાથી મેળવ્યુ છે શિક્ષણ ભારતની આ દિકરી સ્નેહા દુબે 2012 બેચના IFS (Indian Foreign Service) અધિકારી છે, જેમણે કાશ્મીરનો રાગ આલાપનાર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સ્નેહા દુબેએ પ્રારંભિક અભ્યાસ ગોવામાંથી કર્યો હતો. ત્યાર બાદ તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં કર્યું અને છેલ્લે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝ સ્કૂલમાંથી એમફિલ કર્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હરવા ફરવાનો શોખ છે સ્નેહાને, માતા શિક્ષીકા તો પિતા MNCમાં છે સ્નેહા દુબે 12 વર્ષની હતી ત્યારથી, તે ભારતીય વિદેશ સેવામાં જોડાવા માંગતી હતી અને વર્ષ 2011 માં તેના પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. હરવા ફરવાની શોખીન સ્નેહા માને છે કે IFS અધિકારી બનવાથી તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની શ્રેષ્ઠ તક મળી છે. સ્નેહા તેના પરિવારમાં સરકારી સેવાઓમાં જોડાયેલી પ્રથમ છે. તેના પિતા મલ્ટિનેશનલ કંપનીમાં (MNC) કામ કરે છે જ્યારે તેની માતા સ્કૂલ ટીચર છે.

મેડ્રિડમા પણ બજાવી છે ફરજ વિદેશ સેવા માટે પસંદ થયા બાદ સ્નેહા દુબેની પ્રથમ નિમણૂક વિદેશ મંત્રાલયમાં હતી. પછી ઓગસ્ટ 2014 માં, તેને મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવી હતી. સ્નેહા હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધન કરશે, જ્યાં તેઓ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરી શકે છે. અને પાકિસ્તાને ઉઠેવેલ મુદ્દાઓનો આંતરરાષ્ટ્રીયસ્તરે જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચોઃ Quad Summit 2021: ઈન્ડો-પેસિફિકની સુરક્ષા..કોરોના વેક્સીન.. ક્વાડ ફેલોશિપ, જાણો ક્વાડ લીડર્સની બેઠક બાદ કેટલી વસ્તુ પર સહમતી સધાઈ

આ પણ વાંચોઃ UNGAમાં ઇમરાન ખાને “કાશ્મીર રાગ” આલાપ્યો તો, ભારતે કહ્યું પહેલા ગેરકાયદે કબજાથી હટે પાકિસ્તાન

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">