Russia Ukraine War:યુક્રેનમાં 9 માર્ચે silence period રહેશે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચાર શહેરમાં સીઝફાયરની જાહેરાત કરી

રશિયાએ માનવતાના ધોરણે યુક્રેનના ચાર શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. આ દરમિયાન યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં આવશે. યુક્રેને ઉત્તરપૂર્વીય શહેરો સુમી અને ઈરપિનમાં યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.

Russia Ukraine War:યુક્રેનમાં 9 માર્ચે silence period રહેશે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચાર શહેરમાં સીઝફાયરની જાહેરાત કરી
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચાર શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરીImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 6:57 AM

Russia Ukraine War: રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, માનવતાના આધાર પર રશિયાએ બુધવારે  ખાર્કિવ, સુમીમાં ચેર્નિહાઇવ અને માર્યુપોલમાં સીઝફાયર જાહેર કર્યુ છે. સુમીમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી સીઝફાયર ચાલુ રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે વાતચીત બાદ આ જાહેરાત કરી હતી. યુક્રેનમાં 9 માર્ચે silence period રહેશે.

તમને જણાવી દઈએ કે, ભારત સહિત ઘણા દેશો યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ લગભગ 50 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. 50 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો કઈ હદ સુધી પહોંચ્યા તેની જાણકારી પણ આપી છે.

20,000થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે

સુમી એ શહેર છે જે ભીષણ લડાઈનું સાક્ષી છે.સુમી રાજધાની કિવથી 350 કિમી પૂર્વમાં સ્થિત છે. ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે, જે હેઠળ તે યુક્રેનની પશ્ચિમી સરહદો સાથે જોડાયેલા દેશોમાંથી ફસાયેલા ભારતીયો (મોટેભાગે વિદ્યાર્થીઓ)ને પરત લાવી રહી છે.  ભારત અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના 20,000 થી વધુ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં સફળ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની કવાયત ચાલુ છે

ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશો પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પુતિન સાથે લગભગ 1 કલાક અને 45 મિનિટ સુધી વાત કરી હતી. સંઘર્ષ પહેલા ફ્રાન્સ અને જર્મની બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેક્રોને યુદ્ધની શરૂઆત પછી પુતિન સાથે ઘણી વખત વાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ પુતિન સાથે વાત કરી છે. બ્રિટન, અમેરિકા જેવા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. ન્યૂઝીલેન્ડે રાષ્ટ્રપતિ પુતિન સહિત 100 રશિયન સેલિબ્રિટી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુકેની સંસદને સંબોધિત કરી, રશિયાને આતંકવાદી રાજ્ય જાહેર કરવાની હાકલ કરી

g clip-path="url(#clip0_868_265)">