Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુકેની સંસદને સંબોધિત કરી, રશિયાને આતંકવાદી રાજ્ય જાહેર કરવાની હાકલ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુકેની સંસદને સંબોધિત કરે છે. આ દરમિયાન તેણે રશિયા પર પ્રહાર કર્યો. આ સાથે જ તેણે બ્રિટન પાસે રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ કરી છે.
Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky)એ મંગળવારે યુકેની સંસદને સંબોધિત કરી હતી જ્યારે રશિયા દ્વારા તેમના દેશ પર સતત હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનનો આભાર માન્યો હતો. તેમણે સંસદને રશિયાને “આતંકવાદી દેશ” તરીકે જાહેર કરવા અને દેશની એરસ્પેસ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ કરી. યુક્રેનના 44 વર્ષીય રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (Volodymyr Zelensky)એ હાઉસ ઓફ કોમન્સના નીચલા ગૃહને વીડિયો લિંક દ્વારા સંબોધિત કરતી વખતે “ઐતિહાસિક” ભાષણ આપ્યું હતું.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને સંબોધતા ઝેલેન્સકીએ કહ્યું, “અમે પશ્ચિમી દેશોને મદદ કરવા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ. અમે આ મદદ માટે આભારી છીએ અને બોરિસ, હું તમારો આભારી છું. યુક્રેન(Ukraine)ના રાષ્ટ્રપતિએ કહ્યું, કૃપા કરીને આ દેશ (રશિયા) વિરુદ્ધ પ્રતિબંધો વધારો અને કૃપા કરીને આ દેશને આતંકવાદી રાજ્ય જાહેર કરો. તેમણે બ્રિટિશ સાંસદોને કહ્યું કે “અમે હાર માનીશું નહીં અને હારીશું પણ નહીં”.
ઝેલેન્સકીએ વિશ્વને એક ભાવુક સંદેશ આપ્યો
રશિયન સૈનિકોના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિશ્વને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો દુનિયા આ રીતે દૂર ઊભી રહેશે તો આપણી હાર થશે. અમે અધિકારો માટે લડી રહ્યા છીએ. ઝેલેન્સકીએ પશ્ચિમી દેશોને યુક્રેનિયન શહેરો અને નાગરિકોને રશિયન બોમ્બથી બચાવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશો છેલ્લા 13 દિવસમાં જરૂરી નિર્ણય લેવામાં સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યા છે. આ દેશો યુક્રેનને બોમ્બથી બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.
ઝેલેન્સકીએ રશિયાને નિર્દોષ લોકોનો હત્યારો કહ્યો
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, નિર્દોષ લોકોની હત્યા માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. પરંતુ છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા યુદ્ધની સહિયારી જવાબદારી પશ્ચિમી દેશોની પણ છે, જે જરૂરી નિર્ણયોને મંજૂરી આપી શક્યા નથી. આ દેશોએ યુક્રેનને બોમ્બ અને મિસાઈલથી બચાવ્યું નથી. આ ખૂબ જ આશ્ચર્યજનક છે.’ ઝેલેન્સકી આ યુદ્ધમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે, જે હજી પણ રશિયા સામે લડી રહ્યા છે.
આ પણ વાંચો : Russia-Ukraine War Updates: અમેરિકાએ રશિયા પાસેથી ગેસ અને તેલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો