AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shinzo Abe Death: પહેલા તો ફટાકડા જેવું લાગ્યું, પણ જમીન પર પડતાં જ હોશ ઉડી ગયા! ચાર પ્રત્યક્ષદર્શીઓએ કરી જાપાનને હચમચાવી નાખનારી ઘટનાની વાત

Japan PM Shinzo Abe Shot Dead: શિન્ઝો આબે (Shinzo Abe)નું ભાષણ સાંભળતા લોકોને પહેલા લાગ્યું કે આ કોઈની ટીખળ છે અને કોઈએ ફટાકડા ફોડ્યા છે, પરંતુ જ્યારે શિન્ઝો આબે જમીન પર પડ્યા તો ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા.

Shinzo Abe Death: પહેલા તો ફટાકડા જેવું લાગ્યું, પણ જમીન પર પડતાં જ હોશ ઉડી ગયા! ચાર પ્રત્યક્ષદર્શીઓએ કરી જાપાનને હચમચાવી નાખનારી ઘટનાની વાત
Former Japanese PM Shinzo Abe (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 7:05 AM
Share

Shinzo Abe Death: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Japan Former PM Shizo Abe)ને પશ્ચિમ જાપાનમાં એક ચૂંટણી કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ગોળી વાગી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ ટેત્સુયા યામાગામી(Tetsuya Yamagami)  નામના હુમલાખોરે હાથથી બનેલી બંદૂકથી તેના પર હુમલો કર્યો છે. શિન્ઝો આબેનું ભાષણ સાંભળતા લોકોને પહેલા લાગ્યું કે આ કોઈની ટીખળ છે અને કોઈએ ફટાકડા ફોડ્યા છે, પરંતુ જ્યારે શિન્ઝો આબે જમીન પર પડ્યા તો ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. આવો જાણીએ શિન્ઝો આબેના ભાષણ દરમિયાન હાજર પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જાપાનને હચમચાવી નાખનાર ઘટનાની વાત. 

સાક્ષી 1: હુમલાખોરે 20 સેમી લાંબું બ્લેક બોક્સ પકડ્યું હતું

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું ભાષણ સાંભળવા પહોંચેલા માસાહિરો ઓકુડાએ જણાવ્યું હતું કે હુમલાખોરે તેના હાથમાં 20 સેમી લાંબું બ્લેક બોક્સ પકડ્યું હતું. આ બોક્સ જોઈને એવું લાગ્યું કે જાણે કોઈ લેન્સ હોય. આ જ કારણ છે કે કોઈને ખબર નહોતી કે હુમલાખોરના હાથમાં બંદૂક છે. આ દરમિયાન તે બોક્સ લઈને શિંજોની પાછળ પહોંચ્યો અને તે જ બોક્સ દ્વારા શિન્ઝો આબે પર બે વખત ફાયરિંગ કર્યું. ઓકુડા કહ્યું, ગોળીબાર દરમિયાન સફેદ ધુમાડો ત્યાં ફેલાઈ ગયો. આ પછી હુમલાખોરે તેની બંદૂક ત્યાં છોડી દીધી. તેણે જણાવ્યું કે જે બંદૂકથી હુમલો કરવામાં આવ્યો તે સંપૂર્ણપણે ઘરમાં જ બનાવવામાં આવી હતી. 

સાક્ષી 2: હુમલાખોરે પાછળથી ગોળી મારી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના ભાષણ દરમિયાન હાજર એક મહિલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ભાષણ દરમિયાન આબેને બે વખત ગોળી વાગી હતી. પ્રથમ શોટ પછી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ બીજો શોટ આવતા જ આબે જમીન પર પડી ગયા. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરે તેની બંદૂક ત્યાં ફેંકી દીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસકર્મીઓએ તેને પકડી લીધો. 

સાક્ષી 3: ગાર્ડે માઈક પર કહ્યું – શું અહીં કોઈ ડૉક્ટર છે

પશ્ચિમ જાપાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર હુમલાના સાક્ષી નિતાને જણાવ્યું હતું કે તેમને લાગ્યું કે કોઈએ તોફાન કર્યું છે અને તે ફટાકડાનો અવાજ હતો. જે સમયે તેના પર હુમલો થયો તે સમયે તેની આસપાસ ગાર્ડ ઓફિસર સહિત 20 જેટલા લોકો હાજર હતા. માઈકનો ઉપયોગ કરીને, એક ગાર્ડે કહ્યું, ‘કૃપા કરીને શાંત થાઓ અને પૂછો – શું અહીં કોઈ ડૉક્ટર છે?’ ભાષણમાં સામેલ એક સ્ટાફ સભ્ય પણ આઘાતમાં સ્થળ પર પડી ગયો. 

સાક્ષી 4: બંદૂકનો અવાજ અન્ય બંદૂકોના અવાજ કરતાં અલગ હતો

ઓલ જાપાન હન્ટિંગ એસોસિએશનના પ્રમુખ યોહેઈ સાસાકીએ જણાવ્યું હતું કે હુમલાખોરની ગોળી અન્ય બંદૂકોથી ઘણી અલગ લાગતી હતી. બંદૂકને જોઈને જ કહી શકાય કે તે પોતે જ બનાવેલી છે. તેણે જણાવ્યું કે ફાયરિંગ બાદ બંદૂકમાંથી ઘણો સફેદ ધુમાડો નીકળ્યો જ્યારે બીજી પિસ્તોલમાંથી ઘણો ધુમાડો નીકળ્યો. તેમણે કહ્યું કે હવે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ એવું પણ બની શકે છે કે હુમલાખોરે ફાયરિંગ માટે બ્લેક ડાયનામાઈટનો ઉપયોગ કર્યો હોય.

g clip-path="url(#clip0_868_265)">