Shinzo Abe Death : PM Modi સહિત ઘણા નેતાઓએ આબેના નિધન પર શોક વ્યક્ત કર્યો, દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત
Shinjo Modi Friendship: જાપાનના પીએમ શિંજો આબેના ભારત સાથેના સંબંધો પહેલેથી ઘણા સારા રહ્યા છે. પીએમ મોદી (PM Modi) અને શિંજોની દોસ્તીએ ભારત-જાપાનના સંબંધોને નવી ઉંચાઈએ પહોંચાડ્યા છે.
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe Death)ની સ્થિતિ અત્યંત નાજુક બતાવવામાં આવી રહી છે.. શુક્રવારે સવારે એક ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને છાતીમાં ગોળી મારી દેવામા આવી હતી. ત્યારબાદ ત્યાંથી તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા અને હોસ્પિટલ પહોંચતા જ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi )સહિત અનેક લોકોએ તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી, જો કે તેમને બચાવી શકાયા ન હતા અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
શિંજો આબેના ભારત સાથેના સંબંધો ઘણા જૂના રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વાર ભારત આવનારા જાપાની પીએમ રહ્યા. જાપાન-ભારત વચ્ચે ગાઢ મિત્રતા(Japan India Friendship) અને જાપાન-ભારત વચ્ચે આર્થિક સહયોગ વધારવામાં શિંજો આબેની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે. શિંજો આબેના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પ્રત્યેના અમારા ઊંડા આદરના પ્રતીક તરીકે આવતીકાલે 9 જુલાઈએ રાષ્ટ્રીય શોકનો દિવસ મનાવવામાં આવશે. તેમણે આબેના નિધન પર અનેક ટ્વિટ કરી હતી. તેમણે કહ્યું કે નજીકના મિત્ર આબેના નિધનથી તેઓ દુખી છે.
As a mark of our deepest respect for former Prime Minister Abe Shinzo, a one day national mourning shall be observed on 9 July 2022.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
સૌથી વધુ વખત ભારતની મુલાકાત
શિંજો આબેએ જાપાનના પીએમ પદે રહેતા તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. સૌપ્રથવાર તેઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2012-2020 દરમિયાન તેમના બીજા કાર્યકાળમાં શિંજો ત્રણવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. વર્ષ 2014માં જાન્યુઆરીમાં, વર્ષ 2015માં ડિસેમ્બરમાં અને વર્ષ 2017માં શિંજો ભારત આવ્યા હતા. આ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી. શિંજોના કાર્યકાળમાં ભારત-જાપાન દ્વીપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા.
પીએમ મોદી અને શિંજો છે ખાસ મિત્રો
જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે અને પીએમ મોદીની દોસ્તી ઘણી જૂની છે.. પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ જાપાન ગયા હતા. આ મુલાકાતનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યુ હતુ કે એ સમયે તેઓ જાપાનના લોકોના વ્યવહારથી ઘણા પ્રભાવિત થયા હતા. પીએમ મોદી અને જાપાન પીએમ શિંજો આબેના કાર્યકાળમાં ભારત -જાપાનના દ્વૂીપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. જાપાન-ભારત વચ્ચે ગાઢ મિત્રતા અને જાપાન-ભારત વચ્ચે આર્થિક સહયોગ વધારવામાં શિંજો આબેની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે.
શિંજોએ પીએમ મોદી માટે યોજી ટી સેરેમની
PM મોદી જ્યારે પાંચ દિવસની પૂર્વ એશિયાના ટાપુ રાષ્ટની સત્તાવાર મુલાકાતે હતા ત્યારે શિંજો આબેએ આકાસાકા પેલેસ,માં નરેન્દ્ર મોદીના માનમાં સ્પે. ટી સેરેમની હોસ્ટ કરી હતી. જાપાનમાં ટી સેરેમની એક દુર્લભ પ્રકારનું સન્માન છે જે જાપાનની મુલાકાતે આવનારા ખાસ નેતાઓને આપવામાં આવે છે.. કોઈ ભારતીય પીએમને આ સન્માન આપવામાં આવ્યુ હોય તેમા નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. જે તેમની ગાઢ મિત્રતાનો પરિચય આપે છે..
શિંજોને પદ્મ વિભૂષણથી કરાયા છે સન્માનિત
જાપાનના પૂર્વ પીએમ અને પીએમ મોદી બંને વચ્ચે ગાઢ સંબંધો છે..ગત વર્ષે શિંજોને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકી એક પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.. વર્ષ 2021માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેમને આ સન્માન આપવાની જાહેરાત કરાઈ હતી.. શિંજો આબેને જનસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે ભારતે વર્ષ 2021માં પદ્મ વિભૂષણ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્ચા છે.. જાપાનમાં આર્થિક સુધારા લાગુ કરવા બાબતે તેમની આજે પણ ઘણી પ્રશંસા થાય છે. જાપાનને ભારતનો વિશ્વાસનિય મિત્ર અને આર્થિક સહયોગી બનાવવામાં જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. આબેના કાર્યકાળમાં ભારત સાથે ફ્રી અને ઓપન ઈંડો પેસેફિક બનાવવા પર પણ સમજૂતિ થઈ છે.. ભારતને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાને ઝીરો ટકા વ્યાજે લોન આપી છે..
સૌથી વધુ સમય સુધી જાપાનના પીએમ રહ્યા શિંજો
શિંજો આબે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ સમય સુધી જાપાનના પીએમ રહ્યા. શિંજો આબેના નામે જાપાનના સૌથી વધુ સમય સુધી પીએમ પદે રહેવાનો પણ રેકોર્ડ છે. શિંજો આબે 2 વાર જાપાનના પીએમ પદે રહ્યા છે. વર્ષ 2006માં તેઓ પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા હતા. બીજીવાર તેઓ વર્ષ 2012-થી 2020 સુધી જાપાનના પીએમ રહ્યા હતા.. ત્યારબાદ તેમનુ સ્વાસ્થ્ય ખરાબ રહેતા તેઓ વર્ષ 2020માં 65 વર્ષની ઉમરે તેમણે પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ હતુ. આ અગાઉ લાંબા સમય સુધી જાપાનના પીએમ પદે રહેવાનો રેકોર્ડ તેમના કાકા ઈસાકુ સૈતોના નામે હતો. જો કે શિંજો આબેએ તેમના કાકાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો.