Nepal PM: શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના નવા વડા પ્રધાન, પાંચમી વખત PM તરીકે લીધા શપથ

નેપાળમાં શેર બહાદુર દાઉબે પાંચમી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે.તેઓએ બંધારણની જોગવાઈ અનુસાર વિશ્વાસનો મત મેળવીને વડાપ્રધાન પદ હાંસલ કર્યું છે.

Nepal PM: શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના નવા વડા પ્રધાન, પાંચમી વખત PM તરીકે લીધા શપથ
Sher Bahadur Deuba (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:28 AM

Nepal PM: નેપાળના કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા(Share Bahadur Deuba) સત્તાવાર રીતે નેપાળના નવા વડા પ્રધાન બન્યા છે. રવિવારે મળેલી પ્રતિનિધિની બેઠકમાં વિશ્વાસ મત મેળવીને 165 મતથી વિજેતા જાહેર થયા હતા.

સુપ્રીમ કોર્ટના (Supreme Court)આદેશ બાદ 13 જુલાઈએ દેઉબા દેશના વડા પ્રધાનપદે નિમવામાં આવ્યા હતા.મહત્વનું છે કે,21મે ના રોજ વિસર્જન કરાયેલી પ્રતિનિધિ સભાને કોર્ટ દ્વારા પુન: સ્થાપિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,આ મતદાન પ્રક્રિયામાં 249 સાંસદોએ ભાગ લીધો હતો, જેમાંથી દેઉબાની તરફેણમાં 165 અને વિરુધ્ધમાં 83 જેટલા મત પડ્યા હતા.મહત્વનું છે કે, કોંગ્રેસ,માઓવાદી અને જનતા સમાજવાદીપાર્ટીના નેતાઓએ દેઉબાની તરફેણમાં મત આપીને વિજેતા બનાવવામાં આવ્યા હતા. આપને જણાવવું રહ્યું કે જેસીપીએનના (JCPN) ઠાકુર મહતોએ છેલ્લી ઘડીએ દેઉબાને મત આપવાનો નિર્ણય કર્યો હતો.ઉપરાંત, યુએમએલના અસંતુષ્ટ જૂથના સાંસદો પણ વિભાજિત થતા દાઉબેને વધારે મત મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઓલી જૂથનાં સાંસદો દેઉબાની તરફેણમાં કર્યું મતદાન

આ મતદાન પ્રક્રિયામાં લગભગ બાર જેટલા સાંસદોએ (Member of legislative)ગૃહ છોડવાનું નક્કી કર્યું હતું અને માધવકુમાર નેપાળ સહિતના બાકીના 22 સાંસદોએ દેઉબાને પોતાનો વિશ્વાસ મત આપીને જીત મેળવવામાં મદદ કરી હતી. જ્યારે,ઓલી જૂથના 8 સાંસદોએ પણ દેઉબાની તરફેણમાં મતદાન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષના આશરે 30 સાંસદોએ દેઉબાની વિરુધ્ધ મત આપવા પાર્ટી દ્વારા વ્હિપને(Whip) ઠપકો પણ આપવામાં આવ્યો હતો.જ્યારે યુએમએલ પક્ષનાં વરિષ્ઠ નેતા ભીમ રાવલે આજે ગૃહનું સત્ર શરૂ થતાં પહેલાં જ રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતનાં વડાપ્રધાન PM મોદીએ, શેર બહાદુર દેઉબાને નેપાળના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા હતા.

દેઉબા ચાર વખત બની ચુક્યા છે નેપાળના વડાપ્રધાન

કાઠમાંડુમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ(Vidhya Devi Bhandari), શેર બહાદુર દેઉબાને વડાપ્રધાન પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પહેલા દેઉબા ચાર વખત નેપાળના વડાપ્રધાન બની ચુક્યા છે.સૌપ્રથમ વખત સપ્ટેમ્બર 1995માં નેપાળના PM બન્યા હતા.ત્યાર બાદ, બીજી વખત વર્ષ 2001માં અને છેલ્લે તેઓ જૂન 2017 થી ફેબ્રુઆરી 2018માં વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. મહત્વનું છે કે, બંધારણીય જોગવાઈ હેઠળ વડા પ્રધાન(Prime Minister) તરીકેની નિમણૂકના 30 દિવસની અંદર દેઉબાએ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવો પડ્યો હતો.

આ પણ વાંચો : Parliament Monsoon Session 2021: આજથી સંસદનાં ચોમાસુ સત્રનો પ્રારંભ, વિપક્ષે તૈયાર કરી સત્તા પક્ષને ઘેરવાની રણનીતિ

આ પણ વાંચો : Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">