AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય

વાદળ ફાટવાને લઈને માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમાં લોકોનાં ઘરમાં પાણી આવી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત થઈ ગયા

Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય
disaster in Uttarkashi, 3 killed in cloudburst, relief work for those trapped in debris
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:39 AM
Share

Uttarakhand: ઉત્તરાખંડ (Uttarakhand Disaster)ને લઈને અનેક વિસ્તારોની નદી છલકાઈ છે તો ઘણી છલકાવાને આરે છે. ઉતત્રકાશીમાં રવિવારે વાદળ ફાટવાને કારણે (Cloudburst in Uttarkashi) અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને ભાગીરથી નદીથી લઈ સ્થાનિક નદી નાળા પણ છલકાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમાં લોકોનાં ઘરમાં પાણી આવી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત થઈ ગયા હતા તો અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે SDRFની ટીમ કામે લાગી છે.

મળી રહેલી માહિતિ પ્રમાણે માંડો ગામનાં અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યારબાદ લોકોનાં ઘર પડી ગયા હતા. આ ઘટનામાંજ કાટમાળમાં દબાઈ જવાથી 3 લોકોનાં મોત થઈ ગયા હતા. પાણીનાં ભારે પ્રવાહમાં અનેક કાર પણ વહી ગઈ હતી. તંત્ર દ્વારા ટીમને કામે લગાડવામાં આવી છે.

મુખ્યપ્રધાને આપ્યા બચાવકાર્યનાં આદેશ

ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન  પુષ્કરસિંહ ધામીએ વિસ્તારનાં કલેક્ટર સાથે વાત કરીને રાહતબચાવ કાર્ય પર જોર આપવા માટે અને તેને પ્રાથમિક્તા આપવા માટે ભાર મુક્યો હતો. જણાવી દઈએ કે હવામાન વિબાગે 24 કલાકમાં દેહરાદુન, હરિદ્વાર, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">