વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, કોરોના વેરિએન્ટ્સ સામે રક્ષણ આપતા એન્ટિબોડીઝ શોધી કઢાયા

વૈજ્ઞાનિકોએ એક એન્ટિબોડીની શોધ કરી છે. જે વિવિધ પ્રકારના SARS-CoV-2 વાયરસના મોટા ભાગના સ્વરુપો સામે ભારે રક્ષણ પૂરું પાડે છે.

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, કોરોના વેરિએન્ટ્સ સામે રક્ષણ આપતા એન્ટિબોડીઝ શોધી કઢાયા
પ્રતિકાત્મક તસવીર

Study on Coronavirus Antibody: વૈજ્ઞાનિકોએ એક એન્ટિબોડીની શોધ કરી છે. જે વિવિધ પ્રકારના SARS-CoV-2 વાયરસના મોટા ભાગના સ્વરુપો સામે ભારે રક્ષણ પૂરું પાડે છે. ‘ઇમ્યુનિટી’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના તારણો એન્ટિબોડી આધારિત સારવારની નવી પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી શકે છે (Latest Study on Coronavirus), જેની અસરકારકતા વાયરસના વિવિધ સ્વરૂપોના સંપર્કમાં આવ્યા પછી પણ ઘટતી નથી.

અમેરિકાના સેન્ટ લુઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર અને મુખ્ય સંશોધક માઇકલ એસ ડાયમંડએ જણાવ્યું હતું કે, “હાલના એન્ટિબોડીઝ કેટલાક સ્વરૂપો સામે અસરકારક છે, પરંતુ તે તમામ સ્વરૂપો સામે અસરકારક નથી. સમય અને જગ્યા સાથે બદલાતા રહે છે.

43 એન્ટિબોડીઝ મેળવી હતી

વ્યાપક સ્વરુપો પર કાર્ય કરતા એન્ટિબોડીઝ શોધવા માટે સંશોધકોએ ‘રિસેપ્ટર-બાઈન્ડિંગ ડોમેન’ (આરબીડી)ના તરીકે ઓળખાતા સ્પાઇક પ્રોટીનના નોંધપાત્ર ભાગ સાથે ઉંદરોનું રસીકરણ કર્યું (Covid Antibody Protects Variants). ત્યારબાદ તેઓએ એન્ટિબોડી ઉત્પન્ન કરનારા કોષો નિકાળ્યા અને RBDની ઓળખ કરી હતી અને 43 એન્ટિબોડીઝ મેળવી. તેઓએ બે એન્ટિબોડીઝ પસંદ કરી જે ઉંદરોને ચેપથી બચાવવા માટે સૌથી વધુ અસરકારક હતી અને તેમને સંક્રમણ પેટર્નની પેનલ સામે પરીક્ષણ કર્યું હતું.

સંશોધકોએ શોધી કાઢ્યું કે, એક એન્ટિબોડી, SARS2-38, સરળતાથી તમામ સ્વરૂપોને તટસ્થ કરે છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ રોગચાળાની શરૂઆતથી તેને દૂર કરવા માટે વિવિધ અભ્યાસો કરવામાં આવી રહ્યા છે.

જેમાં નવી વસ્તુઓ જાહેર કરવામાં આવી છે (Coronavirus Variants News). આ સિવાય વાયરસના વધુ ખતરનાક વેરિએન્ટની શોધ થઈ ત્યારથી વૈજ્ઞાનિકોએ સંશોધનનો વિસ્તાર કર્યો છે. આ સંશોધન એટલા માટે પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે, ઝડપી રસીકરણના દેશોમાં પણ કોરોનાના નવા સ્વરૂપો સમસ્યારુપ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati