યુક્રેનના બે રાજ્યોને બે દેશ જાહેર કર્યા બાદ પુતિને કહ્યું- પશ્ચિમ સાથે તણાવ ઓછો કરવા રાજદ્વારી ઉકેલ માટે તૈયાર
Putin on Ukraine: રશિયન પ્રમુખ પુતિને યુક્રેનના બે શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે, જેનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો હતો. જેના કારણે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. હવે પુતિને આ અંગે નિવેદન જાહેર કર્યું છે.

યુક્રેન (Russia Ukraine Conflict) પર રશિયાના નિર્ણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વિશ્વમાં ફરી એકવાર બીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક (Donetsk Luhansk) શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. આ બંને જગ્યાઓ રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણમાં છે. જેનો તમામ દેશોએ વિરોધ કર્યો હતો. આ બધાની વચ્ચે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) કહ્યું છે કે તેઓ ‘રાજદ્વારી ઉકેલ’ માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે મોસ્કો યુક્રેનને લઈને પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે “રાજદ્વારી ઉકેલ” શોધવા માટે તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, “રશિયાના હિત અને અમારા નાગરિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.”
એવું માનવામાં આવે છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયા દબાણમાં છે. પોતાને ચારે બાજુથી ઘેરાયેલા જોયા બાદ પુતિને રાજદ્વારી ઉકેલની વાત કરી છે. આ પહેલા પણ માત્ર અમેરિકા જ નહીં પરંતુ ઘણા પશ્ચિમી દેશો અને ખુદ યુક્રેન પણ વાતચીતનો પ્રસ્તાવ આપી ચૂક્યા છે.
વિશ્વના તમામ દેશોએ નિયંત્રણો લાદયા
પુતિને યુક્રેનના પૂર્વીય ભાગોને ઓળખીને સૈનિકો મોકલવાનો આદેશ પણ આપ્યો હતો, જેના પછી નાટો એલર્ટ થઈ ગયું છે. તેમનું કહેવું છે કે રશિયા આ રીતે પૂર્વ યુરોપના દેશો પર કબજો કરીને સોવિયત સંઘનો સમય પાછો લાવવા માંગે છે. રશિયાના આ પગલાનો તમામ દેશોએ વિરોધ કર્યો છે. થોડા સમય પછી અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને જાપાન સહિત ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા. હવે પુતિનના નિવેદનથી લાગે છે કે તેઓ આ પ્રતિબંધો સામે ઝૂકી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે.
આ પણ વાંચોઃ
Russia And Ukraine Conflict: રશિયાએ પૂર્વ યુક્રેનને અલગ દેશની આપી માન્યતા, જાણો કેવી રીતે બન્યો અલગ દેશ ?
આ પણ વાંચોઃ