Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા રશિયાના લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.

Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા
Russia Ukraine War (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:57 AM

Russia Ukraine War:  યુક્રેનમાં (Ukraine) રશિયાના હુમલાની બર્બર તસ્વીરો ચોંકાવનારી છે. ચારે બાજુ નીરવ શાંતિ છે અને વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો સ્થળાંતર કરીને અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુક્રેનના એક મેયર અને તેના પરિવારની કથિત રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને રશિયન સૈનિકોએ(Russian Army)  જંગલ વિસ્તારમાં એક ખાડામાં ફેંકી દીધો હતો. એક સ્થાનિક રહેવાસીએ એસોસિએટેડ પ્રેસને આ માહિતી આપી છે.

યુવકે એપીને જણાવ્યું હતું કે કિવ (Kyiv)  નજીક યુક્રેનિયન શહેર મોટિઝિનના મેયર ઓલ્ગા સુખેન્કોને તેના પતિ અને પુત્ર સાથે કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી કારણ કે તેઓએ રશિયન માગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. મેયર અને તેમના પરિવારને ગોળી માર્યા બાદ તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતા. મેયર સુખેન્કો અને તેના પરિવારનું રશિયન સેના દ્વારા 23 માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે રવિવારે મેયરની હત્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે 11 વધુ મેયર અને સમુદાયના નેતાઓ હાલમાં રશિયાની કેદમાં છે.

કિવ નજીક 410 નાગરિકોના મૃતદેહ મળ્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.નેતાઓએ અત્યાચારની નિંદા કરી અને રશિયા સામે કડક પ્રતિબંધોની હાકલ કરી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાન ક્રિસ્ટીન લેમ્બ્રેચટે યુરોપિયન યુનિયનને (European Union)વિનંતી કરી છે કે તેઓ રશિયન ગેસ પર પ્રતિબંધો લાદવાનું વિચારે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

યુક્રેન હત્યા માટે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા

યુક્રેનિયન અધિકારીઓએ હત્યા માટે સંપૂર્ણપણે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા હતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેને નરસંહારનો પુરાવો ગણાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર, ઓલેકસી એરેસ્ટોવિચે ઉપનગરીય શેરીઓમાં પડેલા મૃતદેહોને “ભયાનક દૃશ્ય” તરીકે વર્ણવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">