Russia Ukraine War: ‘ઓપરેશન ગંગા’ હેઠળ બુડાપેસ્ટથી છઠ્ઠી ફ્લાઇટ રવાના થઈ, 240 ભારતીય નાગરિકોની થશે વતન વાપસી

|

Feb 28, 2022 | 2:20 PM

આ પૂર્વે પણ યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને રોમાનિયાના બુકારેસ્ટથી બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

Russia Ukraine War: ઓપરેશન ગંગા હેઠળ બુડાપેસ્ટથી છઠ્ઠી ફ્લાઇટ રવાના થઈ, 240 ભારતીય નાગરિકોની થશે વતન વાપસી
Russia-Ukraine war: Sixth flight departs from Budapest under 'Operation Ganga', 240 indians to return home

Follow us on

રશિયા યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના પગલે અનેક ભારતીયો ત્યાં ફસાઈ ચૂક્યા છે. જેમને વતન ફરીથી લઈ આવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત આજરોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી 240 ભારતીય નાગરિકોને લઈને આ મિશનની ત્રીજી ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ ચૂકી છે. આ પહેલા પણ રશિયાના હુમલાના કારણે યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને રોમાનિયાના બુકારેસ્ટથી બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

 

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ નાગરિકોનું સ્વાગત કર્યું. સિંધિયાએ પરત ફરેલા ભારતીયોને કહ્યું કે ‘હું જાણું છું કે તમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો, પરંતુ આપણા વડાપ્રધાન દરેક તબક્કા પર તમારી સાથે છે, ભારત સરકાર દરેક પગલા પર તમારી સાથે છે અને 130 કરોડ ભારતીયો દરેક પગલા પર તમારી સાથે છે.’

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ બનાવ્યા છે, જેથી ભારતીયોને આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે વતન પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

યુક્રેનની રાજધાની કિવમાંથી વીકએન્ડ કર્ફ્યુ હટાવી લેવાયો છે –

 

યુક્રેનની રાજધાની કિવથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરાઇ છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓને ટ્રેનમાં બેસાડી દીધા બાદ તેમને પશ્ચિમ તરફ જવા માટે જણાવવામાં આવ્યું છે. યુક્રેનિયન રેલ્વે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. આ સિવાય યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બસોમાં શેહિની (યુક્રેન)થી બુડોમિર્ઝ (પોલેન્ડ) લઈ જવામાં આવી રહ્યા છે.

સ્પાઇસજેટ પણ મદદ માટે આવ્યું આગળ –

 

 

એર ઈન્ડિયા બાદ હવે સ્પાઈસ જેટ પણ યુક્રેનમાંથી ભારતીયોને વતન પરસ્તીમાં મદદ કરશે. સ્પાઇસેટ હંગેરી (બુડાપેસ્ટ) માટે વિશેષ ફ્લાઇટ ચલાવશે. આ વિશેષ ફ્લાઇટ માટે બોઇંગ 737નો ઉપયોગ કરવામાં આવશે, જે પણ ભારતીયોને લઈને દિલ્હી પરત ફરશે.

યુક્રેને 24 ફેબ્રુઆરીએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી

યુક્રેન દ્વારા ગત તા. 24 ફેબ્રુઆરીની સવારે પેસેન્જર પ્લેનના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકો યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી સરહદે રોડ માર્ગે પહોંચ્યા હતા, તેમને ભારત સરકારના અધિકારીઓની મદદથી અનુક્રમે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા વતન ફરીથી લઇ જઇ શકાય.

 

આ પણ વાંચો – શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત

 

આ પણ વાંચો – Russia Ukraine Crisis: ભારતીય વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી પહોંચી, અત્યાર સુધીમાં 1100થી વધુ પરત ફર્યા

 

Next Article