Russia Ukraine War Updates: UNSCમાં અમેરિકી રાજદ્વારીએ કહ્યું- રશિયાએ પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ

છેલ્લા આઠ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આક્રમણકારી પુતિનની સેનાએ પોતાની શરતો પૂરી કરવા માટે યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 9મો દિવસ છે.

Russia Ukraine War Updates: UNSCમાં અમેરિકી રાજદ્વારીએ કહ્યું- રશિયાએ પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ
Russia Ukraine War day 9

| Edited By: Bhavesh Bhatti

Mar 05, 2022 | 12:19 AM

Russia Ukraine War Live Updates: પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા વચ્ચે યુએસ પ્રમુખ બાઇડને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે જ્યાંથી હુમલો થયો હતો ત્યાંથી ન્યુક્લિયર રિએક્ટર એકદમ નજીક છે. આ સાથે બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ પર પણ વાતચીત થઈ છે. છેલ્લા આઠ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આક્રમણકારી પુતિનની સેનાએ પોતાની શરતો પૂરી કરવા માટે યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 9મો દિવસ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 04 Mar 2022 11:12 PM (IST)

  રશિયાએ ન્યુક્લિયર પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ – અમેરિકા

  યુએનએસસીની ઈમરજન્સી બેઠકમાં અમેરિકાએ કહ્યું છે કે રશિયાએ પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જોઈએ. પુતિને 9 દિવસમાં યુક્રેનમાં તબાહી મચાવી છે, આપણે 15 ન્યુક્લિયર પ્લાન્ટની જવાબદારી લેવી પડશે. યુએનએસસીમાં અમેરિકી રાજદૂતે કહ્યું કે યુરોપ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. પુતિન તેમનું ગાંડપણ ઝડપથી બંધ કરે અને તરત જ યુક્રેનમાંથી તેમની સેના પાછી ખેંચો.

 • 04 Mar 2022 10:57 PM (IST)

  છેલ્લા 24 કલાકમાં 4000 વિદ્યાર્થીઓને એરલિફ્ટ કર્યા

  ભારત સરકારે શુક્રવારે કહ્યું કે ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં ભારતમાં 48 ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે, જેમાંથી 18 ફ્લાઈટ્સ છેલ્લા 24 કલાકમાં લેન્ડ થઈ છે. આ 18 ફ્લાઈટમાંથી પરત ફરનારા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 4000 છે.

 • 04 Mar 2022 10:48 PM (IST)

  ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલા અંગે યુએનએસસીની બેઠક ચાલુ

  યુક્રેનના ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક ચાલી રહી છે.

 • 04 Mar 2022 09:50 PM (IST)

  બ્રિટને યુક્રેનિયન નાગરિકો માટે ફેમિલી વિઝા સ્કીમ શરૂ કરી

  બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે શુક્રવારે યુક્રેનિયન નાગરિકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી ફેમિલી વિઝા સ્કીમની ઔપચારિક શરૂઆત કરી છે. આ યોજના હેઠળ યુક્રેનિયન મૂળના બ્રિટિશ નાગરિકો અને બ્રિટનમાં સ્થાયી થયેલા યુક્રેનિયનો કોઈપણ વિઝા ફી ચૂકવ્યા વિના રશિયા સાથેના સંઘર્ષથી પ્રભાવિત તેમના યુક્રેનિયન સંબંધીઓને બ્રિટનમાં લાવી શકશે. આ દરમિયાન તેમણે યુક્રેનિયન નાગરિકો માટે યુદ્ધ પ્રભાવિત દેશમાંથી પડોશી દેશોમાં આવી રહેલા વિઝા સેવાના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી.

 • 04 Mar 2022 09:35 PM (IST)

  તમામ ચેકપોસ્ટ પર વિદ્યાર્થીઓની મદદ માટે એમ્બ્યુલન્સ તૈયાર - યુક્રેનમાં ભારતીય દૂતાવાસ

  યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, દૂતાવાસની ટીમે બુડોમિર્ઝ અને શેહિની-મેડિકાની સરહદોની મુલાકાત લીધી હતી. આ બોર્ડર પર તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને રાત્રે આ બોર્ડર પર રાહ જોવાનું ટાળવા સલાહ આપવામાં આવે છે.કોઈપણ તબીબી ઈમરજન્સીના કિસ્સામાં, નજીકના સરહદ રક્ષકોનો તાત્કાલિક સંપર્ક કરી શકાય છે.તમામ ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સ તમને મદદ કરવા તૈયાર છે.

 • 04 Mar 2022 09:03 PM (IST)

  યુક્રેન આ સપ્તાહના અંતમાં રશિયન અધિકારીઓ સાથે ત્રીજા રાઉન્ડની કરી શકે છે વાતચીત

  યુક્રેન આ સપ્તાહના અંતમાં રશિયન અધિકારીઓ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીતનું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અગાઉ વ્લાદિમીર મેડિન્સકી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સલાહકાર,જેમણે પોલિશ સરહદ નજીક બેલારુસમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતુ.ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે "બંને પક્ષોનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, જેમાં સંઘર્ષના રાજકીય ઉકેલને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે."વરિષ્ઠ રશિયન સંસદસભ્ય લિયોનીદ સ્લુત્સ્કીએ જણાવ્યું હતું કે વાટાઘાટોના આગામી તબક્કામાં કરારો થઈ શકે છે જેને રશિયા અને યુક્રેનની સંસદ દ્વારા બહાલી આપવાની જરૂર પડશે.

 • 04 Mar 2022 08:44 PM (IST)

  Indigo યુક્રેનના પડોશી દેશોમાંથી 12 ફ્લાઈટનું સંચાલન કરશે

  ઉડ્ડયન કંપની Indigoએ કહ્યું છે કે, તે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પડોશી દેશોમાંથી 2,600 થી વધુ ભારતીયોને બહાર કાઢવા માટે શુક્રવાર અને રવિવાર વચ્ચે 12 ફ્લાઇટનું સંચાલન કરશે. ભારત તેના નાગરિકોને યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે, કારણ કે રશિયન હુમલાને કારણે યુક્રેનની એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે.ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 9,200 ભારતીયોના સ્થળાંતર માટે 28 ફેબ્રુઆરીથી 6 માર્ચની વચ્ચે 42 ફ્લાઈટનું કરવામાં આવશે.

 • 04 Mar 2022 07:50 PM (IST)

  ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયન હુમલા અંગે UNSCની ઈમરજન્સી બેઠક

  રશિયાએ યુક્રેનના ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે, ત્યારે આ અંગે UNSCએ આજે ​​રાત્રે 10 વાગ્યે ઈમરજન્સી બેઠક બોલાવી છે,જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

 • 04 Mar 2022 07:47 PM (IST)

  હરજોત સિંહની સારવારનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશેઃ વિદેશ મંત્રાલય

  યુક્રેનના કિવમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હરજોત સિંહની સારવારનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. અમે તેની તબીબી સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

 • 04 Mar 2022 07:00 PM (IST)

  અમે યુક્રેનમાં બસોની વ્યવસ્થા કરી રહ્યા છીએ - ભારતીય વિદેશ મંત્રાલય

  ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે યુક્રેનના અધિકારીઓને વિશેષ ટ્રેનો માટે વિનંતી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. દરમિયાન, અમે બસોની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

 • 04 Mar 2022 06:39 PM (IST)

  યુક્રેનથી 20,000 થી વધુ ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી

  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર થયા બાદ 20,000થી વધુ ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા હેઠળ લગભગ 10,348 ભારતીયોને લઈને યુક્રેનથી અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 16 ફ્લાઈટ શેડ્યૂલ છે. આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ ભારત પહોંચ્યા બાદ યુક્રેનની સરહદ પાર કરીને પડોશી દેશોમાં પહોંચેલા લગભગ તમામ ભારતીયો ભારત પહોંચી જશે. કેટલાક લોકો હજુ પણ યુક્રેનમાં છે. અમે ભવિષ્યમાં પણ ફ્લાઈટ્સ શેડ્યૂલ કરવાનું ચાલુ રાખીશું.

 • 04 Mar 2022 06:26 PM (IST)

  આવતીકાલે વધુ 1400 લોકોને બહાર લવાશે - કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

  હંગેરિયન-ઝાહોની બોર્ડરથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ગઈકાલ સુધીમાં બુડાપેસ્ટમાંથી 3000 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે 1100 લોકો બહાર નીકળે તેવી શક્યતા છે. અમે 7 વધુ ફ્લાઈટ્સ માટે કહ્યું છે, જેમાંથી આવતીકાલે વધુ 1400 લોકોને બહાર કાઢવામાં આવશે.

 • 04 Mar 2022 05:50 PM (IST)

  ભારતે UNHRCમાં રશિયાની નિંદા કરતા ઠરાવ પર મતદાનમાં ભાગ ન લીધો

  ભારતે શુક્રવારે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી) વોટમાં ભાગ લીધો ન હતો જેણે યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીના પરિણામે તરત જ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. 47 સભ્યોની યુએન કાઉન્સિલે યુક્રેનમાં માનવાધિકારની સ્થિતિ અંગેના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કર્યું હતું. દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. ઠરાવની તરફેણમાં 32 અને તેની વિરુદ્ધમાં બે મત (રશિયા અને એરિટ્રિયા) પડ્યા, જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, સુદાન અને વેનેઝુએલા સહિત 13 દેશોએ આ મતમાં ભાગ લીધો ન હતો.

 • 04 Mar 2022 05:44 PM (IST)

  3 માર્ચ સુધી કુલ 5,245 ભારતીયોને રોમાનિયાથી ભારત લાવવામાં આવ્યા - કેન્દ્ર

  કેન્દ્ર સરકારે શુક્રવારે માહિતી આપી છે કે, 3 માર્ચ સુધી કુલ 5,245 ભારતીયોને રોમાનિયાથી ભારત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આગામી બે દિવસમાં 7,400થી વધુ લોકોને વિશેષ ફ્લાઈટ દ્વારા લાવવામાં આવશે. વધુમાં, શુક્રવારે 3,500 લોકોને અને 5 માર્ચે 3,900 થી વધુ લોકોને પાછા લાવવાની અપેક્ષા છે.

 • 04 Mar 2022 05:33 PM (IST)

  યુક્રેન પરમાણુ પ્લાન્ટ હુમલાને લઈ UNSCની તાત્કાલિક બેઠક - બ્રિટન

  રશિયાએ ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર નિયંત્રણ મેળવી લીધું છે. દરમિયાન, બ્રિટનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, બ્રિટન યુક્રેન પરમાણુ પ્લાન્ટ હુમલા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક ઈચ્છે છે.

 • 04 Mar 2022 05:06 PM (IST)

  સારેટ બોર્ડર પર હાલમાં 300 ભારતીય નાગરિકો

  યુક્રેનિયન શરણાર્થીઓ અને ફસાયેલા વિદેશી નાગરિકો યુક્રેનથી તેમના આગમન પછી રોમાનિયામાં સારેટ સરહદે ખોરાક, કપડાં અને તબીબી પુરવઠા સાથેના આશ્રયસ્થાનોમાં છે. રેડ ક્રોસના એક સ્વયંસેવકે કહ્યું કે, ભારતીયો સહિત ઘણા વિદેશી નાગરિકો અહીં છે અને તેમના માટે ખાસ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે લગભગ 815 ભારતીયો હતા જ્યારે આજે 300 છે.

 • 04 Mar 2022 04:58 PM (IST)

  રશિયાએ પરમાણુ પ્લાન્ટમાં કોઈપણ કિરણોત્સર્ગી પદાર્થ છોડ્યો નથી

  યુક્રેને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ)એ જણાવ્યું છે કે રશિયન સેનાએ ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પ્લાન્ટની જગ્યાનો કબજો લઈ લીધો છે. પ્લાન્ટના છ રિએક્ટરની સલામતીને અસર થઈ નથી અને કોઈ કિરણોત્સર્ગી સામગ્રી છોડવામાં આવી નથી. એજન્સીનું કહેવું છે કે, બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

 • 04 Mar 2022 04:38 PM (IST)

  રશિયા પર હજી વધુ પ્રતિબંધો લાદવા જોઈએ - યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પરમાણુ પ્લાન્ટ પરના હુમલા બાદ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની હાકલ કરી છે.

 • 04 Mar 2022 04:18 PM (IST)

  યુક્રેનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે - IAEA

  ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ડાયરેક્ટર જનરલ રાફેલ એમ. ગ્રોસિકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. પગલાં લેવાનો આ સમય છે. યુક્રેને અમને વિનંતી કરી છે. આ કટોકટીના રાજકીય પાસાઓ સાથે તેને કોઈ લેવાદેવા નથી. જમીન પરની જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારી હાજરી જરૂરી છે.

  Image

  (Photo - ANI)

 • 04 Mar 2022 04:03 PM (IST)

  શું વિદ્યાર્થીઓને પરત લાવવાની જવાબદારી સરકારની નથીઃ રાહુલ ગાંધી

  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા હજારો યુવાનો યુક્રેનમાં ફસાયેલા છે અને તેઓ વીડિયો બનાવીને મદદ માંગે છે, તો નરેન્દ્ર મોદીના લોકો કહે છે કે, આ લોકો ભારતમાં કોલેજમાં નાપાસ થવાના કારણે યુક્રેન ગયા હતા. શું આ ભારતના યુવાનો નથી, શું તેમને પાછા લાવવાની જવાબદારી તમારી નથી?'

 • 04 Mar 2022 03:37 PM (IST)

  કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા મળી નથી: ઇજાગ્રસ્ત વિદ્યાર્થી

  યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોતે ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે "ભારતીય દૂતાવાસ તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ મળ્યો નથી."

 • 04 Mar 2022 03:14 PM (IST)

  કિવના એક વેરહાઉસમાંથી નીકળતો કાળો ધુમાડો

  ફોટામાં યુક્રેન પર રશિયન આક્રમણના નવમા દિવસે બોમ્બમારો કરવામાં આવતા કિવના પૂર્વમાં સ્થિત વેરહાઉસમાંથી કાળો ધુમાડો નીકળતા દેખાઈ રહ્યા છે.

  Image

  (Photo & News Source - AFP)

 • 04 Mar 2022 03:07 PM (IST)

  બાઈડેને પુતિનને કર્યા અનફ્રેન્ડ

  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફેસબુક પર અનફ્રેન્ડ કરી દીધા છે.

 • 04 Mar 2022 02:35 PM (IST)

  રશિયન સૈન્ય આગળ વધી રહ્યું છે

  રશિયન સેનાએ યુક્રેનની એનર્જી સપ્લાય પર નિયંત્રણ મેળવી લીધું છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરમાણુ પ્લાન્ટ હજુ પણ સરળતાથી કામ કરી રહ્યું છે.

 • 04 Mar 2022 02:25 PM (IST)

  188 વિદ્યાર્થીઓ સાથેનું જહાજ સ્લોવાકિયાથી થયું રવાના: રાજદૂત

  સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમાએ જણાવ્યું હતું કે, હાલમાં 188 વિદ્યાર્થીઓ સાથેની ફ્લાઈટ રવાના થઈ રહી છે અને બપોરે અમે ભારતીય વાયુસેનાનું વિમાનમાં 210 વિદ્યાર્થીઓ સાથે રવાના થવાની અપેક્ષા રાખીએ છીએ.

 • 04 Mar 2022 02:03 PM (IST)

  રશિયાએ 251 ટેન્ક અને 37 હેલિકોપ્ટર ગુમાવ્યાઃ યુક્રેન

  યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધની શરૂઆતથી રશિયાને ઘણું નુકસાન થયું છે. રશિયાએ અત્યાર સુધીમાં 9166 સૈનિકો ગુમાવ્યા છે. સાથે 37 હેલિકોપ્ટર, 251 ટેન્ક, 404 કાર અને 50 એમએલઆર ગુમાવ્યા છે.

  Whatsapp Image 2022 03 04 At 13.14.51

 • 04 Mar 2022 01:47 PM (IST)

  હુમલામાં તબાહ થયું બોરોડિયાંકા શહેર

  રશિયન આર્ટિલરી હુમલાઓએ યુક્રેનિયન શહેર બોરોડિયાંકા (Borodianka) પર વિનાશ વેર્યો છે. 3 માર્ચે રશિયન આર્ટિલરી હુમલાઓ દ્વારા કિવથી 60 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલા આ શહેરને કેવી રીતે નુકસાન થયું તે જોવા માટે વિડિઓ જુઓ.

 • 04 Mar 2022 01:32 PM (IST)

  અભિનેત્રી Mila Kunis આપશે 30 લાખ ડોલરનું દાન

  યુક્રેનમાં જન્મેલી અભિનેત્રી Mila Kunisએ તેના પતિ સાથે યુક્રેનના લોકોની મદદ માટે 30 લાખ ડોલરની સહાયની જાહેરાત કરી છે.

 • 04 Mar 2022 01:23 PM (IST)

  પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક

  યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી અને ત્યાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી રહ્યા છે.

  સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાન કાર્યાલયના ટોચના અધિકારીઓ હાજર છે.

 • 04 Mar 2022 01:20 PM (IST)

  રશિયન સેના યુક્રેનના ન્યુક્લિયર પાવર સ્ટેશન સુધી પહોંચી

  એએફપી અનુસાર, કિવએ દાવો કર્યો છે કે, રશિયન દળો યુક્રેનના ન્યુક્લિયર પાવર સ્ટેશનના વિસ્તારમાં ઘૂસી ગયા છે.

 • 04 Mar 2022 01:18 PM (IST)

  ભારતીયોનું અન્ય એક ગ્રુપ સ્વદેશ પહોંચ્યું

  Russia Ukraine War 0403201

 • 04 Mar 2022 01:06 PM (IST)

  યુક્રેનના રાષ્ટ્રપતિની ત્રણ વખત હત્યા કરવાનો થયો પ્રયાસ: રિપોર્ટ

  એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના આક્રમણ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યાના 3 પ્રયાસો થયા હતા. પણ તેઓ સફળ રહ્યા ન હતા. ધ ટાઇમ્સ કહે છે કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ હત્યાના પ્રયાસોમાં બચી ગયા છે.

 • 04 Mar 2022 12:58 PM (IST)

  Airbnb એ હવાઈ સેવા પર લગાવી રોક

  Airbnbએ બેલારુસ અને રશિયામાં તેની તમામ કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. અગાઉ, કંપનીના સીઇઓ બ્રાયન ચેસ્કીએ 3 માર્ચે ટ્વિટર પર આની જાહેરાત કરી હતી.

 • 04 Mar 2022 12:25 PM (IST)

  17 હજાર ભારતીયોનો બચાવઃ એજી વેણુગોપાલ

  યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, સરકાર આ મામલે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા 17,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.

 • 04 Mar 2022 11:30 AM (IST)

  Russia Ukraine War Live Updates : યુક્રેન મુદ્દે પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

  Russia Ukraine War Live Updates :વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં વ્યસ્ત છે. તે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની યોજનાની માહિતી લઈ રહ્યા છે અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા જેવા અધિકારીઓ હાજર છે.

 • 04 Mar 2022 11:11 AM (IST)

  Russia Ukraine War Live Updates : દક્ષિણ કોરિયાને અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિની જરૂર છે

  Russia Ukraine War Live Updates : રિપબ્લિક ઓફ કોરિયાના વેપાર, ઉદ્યોગ અને ઉર્જા મંત્રાલયે કહ્યું કે દક્ષિણ કોરિયા રશિયા સામે અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિ માંગે છે. બદલામાં, દેશ તેના પોતાના નિકાસ નિયંત્રણો સમાન સ્તરે લાગુ કરશે.

 • 04 Mar 2022 11:09 AM (IST)

  Russia Ukraine War Live Updates : પીએમ જસ્ટિન ટ્રુડોએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી

  Russia Ukraine War Live Updates : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી હતી. ટ્રુડોએ ટ્વીટ કર્યું હતું કે આ રશિયન હુમલાઓ અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક રોકવા જોઈએ. યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રવક્તાએ કહ્યું છે કે દક્ષિણ યુક્રેનના એનર્હોદર શહેરમાં ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલા પછી સુવિધામાં આગ લાગી હતી.

 • 04 Mar 2022 11:00 AM (IST)

  Russia Ukraine War Live Updates : ન્યુક્લિયર પ્લાન્ટ સાઈટ પર આગ રોકવાના પ્રયાસો ચાલુ છેઃ મંત્રાલય

  Russia Ukraine War Live Updates :યુક્રેનના કટોકટીની સ્થિતિ મંત્રાલયે જણાવ્યું હતું કે ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ સાઇટ (ZNPP) પર 40 લોકો અને 10 વાહનોને સેવામાં આગ બુજાવવા માટે લગાવવામાં આવ્યા હતા

 • 04 Mar 2022 10:20 AM (IST)

  Russia Ukraine War Live Updates : SC આજે સુનાવણી કરશે

  Russia Ukraine War Live Updates : સુપ્રિમ કોર્ટ (SC) આજે યુક્રેનની સરહદ પર ખોરાક, પાણી અને પૈસા વિના ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે કેન્દ્રને આવવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરશે.

 • 04 Mar 2022 10:10 AM (IST)

  Russia Ukraine War Live Updates : રશિયાએ યુક્રેનના ટીવી બ્રોડકાસ્ટ ટાવર પર કબજો કર્યો

  Russia Ukraine War Live Updates :  રશિયન સૈન્યએ દક્ષિણી શહેર ખેરસનમાં એક ટીવી પ્રસારણ ટાવર પર કબજો કર્યો છે. ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનો ઉપયોગ આ શહેરમાં ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવશે.

 • 04 Mar 2022 10:01 AM (IST)

  Russia Ukraine War Live Updates : લશ્કરી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ અંગે ચર્ચા

  Russia Ukraine War Live Updates :યુએસ પ્રમુખ જો બાઇડને ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટમાં લાગેલી આગ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે વાત કરી છે અને રશિયન પ્રભાવિત પ્રદેશમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓને તાત્કાલિક અટકાવવા અને કટોકટી બચાવ ટીમોને ત્યાં જવાની મંજૂરી આપવા હાકલ કરી છે. યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ યુક્રેનિયન શહેર એનર્હોદરમાં રશિયન પાવર પ્લાન્ટ પર હુમલો થયા બાદ આગ ફાટી નીકળી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ જો બાઇડને, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મળીને, રશિયન પ્રભાવિત પ્રદેશમાં સૈન્ય પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા અને કટોકટી બચાવ ટીમોને ત્યાં ખસેડવાની મંજૂરી આપવા માટે હાકલ કરી હતી."

 • 04 Mar 2022 09:36 AM (IST)

  Russia Ukraine War Live Updates : યુએસ અંડર સેક્રેટરી મોસ્કો સામેના પ્રતિબંધો હટાવશે

  Russia Ukraine War Live Updates :જો રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરે છે, તો મોસ્કો સામેના નવા પશ્ચિમી પ્રતિબંધો હટાવવામાં આવશે, યુએસ રાજકીય બાબતોના અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ વિક્ટોરિયા નુલેન્ડે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અંગેના નિવેદનમાં જણાવ્યું હતું.

 • 04 Mar 2022 09:35 AM (IST)

  Russia Ukraine War Live Updates : NPP પર ગોળીબાર બંધ થયો

  Russia Ukraine War Live Updates : 

  યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી, રાહતની વાત એ છે કે કોઈ નુકસાન થયું નથી. તે જ સમયે, ઓર્લોવના મેયર કહે છે કે ઝેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર તોપમારો હવે બંધ થઈ ગયો છે.

 • 04 Mar 2022 09:28 AM (IST)

  Russia Ukraine War Live Updates : રશિયન સેનાએ ખેરસનમાં ટીવી ટાવર જપ્ત કર્યું

  Russia Ukraine War Live Updates : યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. રશિયન સૈન્યએ દક્ષિણ શહેર ખેરસનમાં ટીવી પ્રસારણ ટાવર જપ્ત કર્યું છે.શહેરમાં ખોટી માહિતી ફેલાવવાના કારણે ટીવી ટાવરને જપ્ત કરવામાં આવ્યુ છે.

 • 04 Mar 2022 09:26 AM (IST)

  Russia Ukraine War Live Updates : IAF C-17 ના 3 વિમાન હિંડન એરબેઝ પર ઉતર્યા

  Russia Ukraine War Live Updates : યુક્રેનથી ભારતીય નાગરિકોને લાવવાના પ્રયાસો ચાલુ છે. ભારતીય વાયુસેના અનુસાર, ઓપરેશન ગંગા હેઠળ 3 અને 3 IAF C-17 એરક્રાફ્ટ ગઈકાલે મોડી રાત્રે અને આજે સવારે હિંડન એરબેઝ પર પાછા ફર્યા છે.

 • 04 Mar 2022 09:16 AM (IST)

  Russia Ukraine War Live Updates :UNની કટોકટી બેઠક પર ચર્ચા

  Russia Ukraine War Live Updates :બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને, રશિયન પ્રમુખ ઝેલેન્સકી સાથે વાત કરતા કહ્યું કે તેઓ ઝાપોરિઝ્યા પરમાણુ પ્લાન્ટની આસપાસની પરિસ્થિતિ પર આગામી કલાકોમાં યુએન સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવશે.

 • 04 Mar 2022 09:03 AM (IST)

  Russia Ukraine War Live Updates : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાને કરી વિનંતી

  Russia Ukraine War Live Updates : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાને વિનંતી કરી છે. યુક્રેનની પરમાણુ સાઇટ પર તાત્કાલિક પ્રતિક્રિયા માટે પરવાનગી આપો. તેમણે કહ્યું કે લોકોને જ્યાં નુકસાન થયું છે ત્યાં પ્લાન્ટને ઠીક કરવાની અનુમતી આપવી જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ન થાય.

 • 04 Mar 2022 08:26 AM (IST)

  Russia Ukraine War Live Updates : પરમાણુ પ્લાન્ટ હુમલા બાદ યુએસ-યુકે સક્રિય, યુએનની ઈમરજન્સી બેઠક બોલાવાઈ

  Russia Ukraine War Live Updates : પરમાણુ પ્લાન્ટ હુમલા બાદ યુએસ-યુકે સક્રિય, યુએનની ઈમરજન્સી બેઠક બોલાવાઈ

  પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા વચ્ચે યુએસ પ્રમુખ બાઇડને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે જ્યાંથી હુમલો થયો હતો ત્યાંથી ન્યુક્લિયર રિએક્ટર એકદમ નજીક છે. આ સાથે બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ પર પણ વાતચીત થઈ છે.

 • 04 Mar 2022 08:15 AM (IST)

  Russia Ukraine War Live Updates : Zaporizhzhia ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, બાઇડને ઝેલેન્સકી સાથે કરી વાત

  પાવર પ્લાન્ટ પર બોમ્બ ધડાકા વચ્ચે યુએસ પ્રમુખ બાઇડને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. તમને જણાવી દઈએ કે જ્યાંથી હુમલો થયો હતો ત્યાંથી ન્યુક્લિયર રિએક્ટર એકદમ નજીક છે. આ સાથે બંને વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય મદદ પર પણ વાતચીત થઈ છે.

Published On - Mar 04,2022 8:05 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati