AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના ભાઈએ સરકારને કરી આ અપીલ

હર્ષે વધુમાં કહ્યું, 'ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતા ખુબ ચિંતત છે. મારા ભાઈના મૃતદેહ કરતાં પણ વધુ મહત્વનુ છે કે ફસાયેલા અન્ય તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે પાછા લાવવામાં આવે.'

Russia Ukraine War: યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના ભાઈએ સરકારને કરી આ અપીલ
Indian student naveen died in ukraine
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 6:11 PM
Share

Russia Ukraine War:  યુક્રેનના ખાર્કિવમાં (kharkiv) માર્યા ગયેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પાના (Naveen SG)મોટા ભાઈ હર્ષ શેખરપ્પાએ મોટું નિવેદન આપ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, હર્ષએ અપીલ કરી છે કે તેના ભાઈના મૃતદેહ કરતાં પણ વધુ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને (Indian Student) પરત લાવવાની જરૂર છે. તેણે કહ્યું, મારો ભાઈ ક્યારેય પાછો નહીં આવે પણ જેઓ જીવિત છે તેમને બચાવો.’

નવીને ખાર્કિવથી પાછા ફરવા અંગે પરિવારને જાણ કરી હતી

હર્ષએ વઘુમાં કહ્યુ કે,’ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતા દર મિનિટે તેમના બાળકો વિશે વિચારીને ચિંતામાં સમય પસાર કરે છે. મારા ભાઈના મૃતદેહ કરતાં પણ વધુ હું સરકારને કહીશ કે અન્ય તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે પાછા લાવવામાં આવે.હર્ષે કહ્યું કે નવીને ખાર્કિવથી પાછા ફરવાના પ્લાન વિશે પરિવારને જાણ કરી હતી.

તેણે કહ્યું કે તેને બે-ત્રણ દિવસ માટે ખોરાક અને કરિયાણાનો સંગ્રહ કરવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે સરહદો સુધી પહોંચવામાં સમય લાગશે.તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારે રશિયાના (russia) બોમ્બ વિસ્ફોટના કારણે ભારતીય વિદ્યાર્થીનો જીવ ગયો હતો.તે કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.

નવીનના પિતાએ પણ સરકારને કરી આ વિનંતી

નવીનના પિતા શેખરપ્પા ગ્યાંગૌદારે પણ યુક્રેનમાં (Ukraine) ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સરકારને વિનંતી કરી હતી. આ દરમિયાન,જ્ઞાનગૌદારે કહ્યું કે તેઓ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીની ટિપ્પણી પર કોઈ જવાબ આપવા માંગતા નથી કે વિદેશમાં મેડિસિનનો અભ્યાસ કરતા 90 ટકા ભારતીયો ભારતમાં લાયકાતની પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જાય છે.

યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના પિતાએ વધુમાં કહ્યુ હતુ કે, મોંઘું તબીબી શિક્ષણ અને “જ્ઞાતિવાદ” એવા કેટલાક પરિબળો છે જે ભારતીય વિદ્યાર્થીઓને ડોકટર બનવાના સપનાને આગળ વધારવા માટે યુક્રેન જેવા દેશોમાં લઈ જાય છે.શેખરપ્પા જ્ઞાનેગૌડાએ કહ્યું કે ખાનગી નિયંત્રણવાળી કોલેજોમાં પણ મેડિકલ સીટ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે અને તેથી જ મેડિકલ પ્રોફેશન ખૂબ જ મુશ્કેલ વિકલ્પ છે.

મૃતદેહને લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું : CM બોમ્મઈ

એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, મેં વડાપ્રધાન કાર્યાલયમાં વાત કરી છે. મૃતદેહને લાવવા માટે શક્ય તેટલું બધું કરીશું. તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે યુદ્ધ ક્ષેત્ર છે પરંતુ મેં વિદેશ પ્રધાન અને વડા પ્રધાન કાર્યાલયને વિનંતી કરી છે કે વહેલી તકે મૃતદેહને ત્યાંથી લાવવામાં આવે.

આ પણ વાંચો : પોલેન્ડમાં વસતા આણંદના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">