પોલેન્ડમાં વસતા આણંદના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું
તેમણે પોતાના સાથી ભારતીયોની મદદથી અત્યારે 30 થી 40 લોકોને અલગ-અલગ સ્થળોએ ઘર અને હોસ્ટેલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી છે. ગૃહંગ પટેલ બે વેરહાઉસમાં આશરે 200 થી 250 લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવા ઊભી કરી છે
પોલેન્ડ (Poland) માં વસતા વડોદરાના બિઝનેસમેન ભારતીયોની મદદે આવ્યા, વીડિયો જાહેર કરી જેને જરૂર હોય તેને મદદ માટે સંપર્ક કરવા કહ્યું છે. યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia war) ના કારણે યુક્રેનમાંથી ભારે સંઘર્ષ બાદ પોલેન્ડ પહોંચેલા ભારતીયો (Indians) માટે આણંદ (Anand) જિલ્લાના ઓડ ગામના એક યુવાને રહેવા અને જમવા માટે સંપર્ક કરવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગૃહંગ પટેલે એક વીડિયો સંદેશ રેકોર્ડ કરી તેને પોતાના ફોન નંબર સાથે સોશિયલ મીડિયા પર ફરતો કર્યો જેથી તે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે.
ગૃહંગ પટેલ (28) પોલેન્ડની રાજધાની વોર્સોમાં સ્થાયી છે અને ત્યાં ફૂડ ડિલિવરીનો બિઝનેસ ધરાવે છે. પટેલ તેમના લગ્ન માટે લગભગ એક મહિના પહેલા સુધી તેમના ગામમાં હતા અને તાજેતરમાં પોલેન્ડ પરત ફર્યા હતા. તેમની આ જાહેરાત ઘણા લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. આણંદ જિલ્લાના ઓડનો યુવક ગૃહંગ પટેલ 26 જાન્યુઆરીએ લગ્ન કરીને પોલેન્ડ પરત ફર્યો હતો.
તેમણે પોતાના સાથી ભારતીયોની મદદથી અત્યારે 30 થી 40 લોકોને અલગ-અલગ સ્થળોએ ઘર અને હોસ્ટેલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી છે. ગૃહંગ પટેલ બે વેરહાઉસમાં આશરે 200 થી 250 લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવા ઊભી કરી છે.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં સેંકડો ભારતીયો તેમજ યુક્રેનિયનો માટે મદદનો હાથ લંબાવનાર વડોદરાના મનીષ દવેને ભારે તોપમારા બાદ મંગળવારે રાજધાની કિવ છોડવું પડ્યું હતું. જોકે, જેમને આશ્રયની જરૂર છે તેમના માટે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેણે તેની રેસ્ટોરન્ટના દરવાજા ખુલ્લા રાખ્યા છે.
યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કરતા ભારતીયોને પડતી મુશ્કેલીઓ વિશે જાણીને ગૃહંગ પટેલે અન્ય લોકો સાથે પોલેન્ડના વોર્સોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી છે. તેણે વોર્સો પહોંચનારાઓને મદદની ખાતરી આપતો વીડિયો મેસેજ કર્યો અને તેનો ફોન નંબર પણ શેર કર્યો.
પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે અને તેમના ગ્રૂપના લોકોએ 30 થી 40 લોકોને ઘર અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. જ્યારે અન્ય કેટલાક એવા પણ છે જેઓ વોર્સોમાં હિન્દુ ભવન અને ગુરુદ્વારામાં રોકાયા હતા. તેમણે જણાવ્યું કે ઘણા લોકો સરહદ નજીક ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં રોકાયા છે. અન્ય લોકો જાહેર પરિવહન દ્વારા વૉર્સો આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે હવે પોલેન્ડ આવતા ભારતીયોની સંખ્યા પહેલા કરતા વધારે છે. સરહદ પરની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે અને હવે વધુ લોકો પોલેન્ડ આવી રહ્યા છે. પટેલે જણાવ્યું હતું કે બે વેરહાઉસમાં 200 થી 250 વ્યક્તિઓ માટે આશ્રય બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિઓ વોર્સો સ્વખર્ચે આવ્યા હતા અને સરહદ પર ભારત સરકાર દ્વારા સમર્થિત શિબિરોમાં રોકાયા નથી તેઓએ ભારત અથવા અન્ય જગ્યાની મુસાફરી કરવાની પોતાની વ્યવસ્થા કરવી પડશે. પટેલે જણાવ્યું હતું કે લોકોને મદદ કરવા માટે તેમણે ભારત સરકાર અને પોલેન્ડના દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. ફૂડ ડિલિવરીનો વ્યવસાય કરતા પટેલે જણાવ્યું કે તે 2016માં પોલેન્ડ આવ્યો હતો અને ત્યારથી ત્યાં સ્થાયી થયો હતો.