Fact Check: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આવ્યો હતો હાર્ટ એટેક? જાણો હકીકત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને (Vladimir Putin) હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેઓ તેમના રૂમમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિક્યોરિટી ગાર્ડની મદદથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. યુક્રેનથી લઈને દુનિયાભરની કેટલીક મીડિયા સંસ્થાઓએ આ સમાચારને મુખ્ય રીતે પ્રકાશિત કર્યા હતા, પરંતુ ટીવી9ને આ સંદર્ભમાં એક મોટું અપડેટ મળ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) હાર્ટ એટેકના સમાચાર છેલ્લા બે દિવસથી સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે પોતાના રૂમમાં જમીન પર પડેલા મળી આવ્યા હતા. ત્યારબાદ તેના સિક્યુરિટી ગાર્ડે તેમને જોયા. દાવા મુજબ જમીન પર પડી ગયેલા પુતિન તેમની આંખો ગોળ ગોળ ફેરવી રહ્યા હતા. ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા, પરંતુ TV9 દ્વારા મળેલી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
રશિયન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે 71 વર્ષીય વ્લાદિમીર પુતિન આખો દિવસ ક્રેમલિનમાં પોતાની ઓફિશિયલ ડ્યૂટી નિભાવતા રહ્યા. પુતિને ગઈકાલે સાંજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પણ ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિન રશિયાના એક વિસ્તારના ગવર્નરને પણ મળ્યા હતા. પુતિનના હાર્ટ એટેકના સમાચાર સૌપ્રથમ ટેલિગ્રામ ચેનલ – જનરલ એસવીઆર પર આપવામાં આવ્યા હતા, જે ખોટા છે.
જમીન પર લોહીથી લથપથ હતા વ્લાદિમીર પુતિન
જનરલ એસવીઆરએ એવો દાવો કર્યો હતો કે પુતિનને રવિવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. દાવો એવો હતો કે પુતિન તેની હોટલના રૂમમાં બેડ પરથી જમીન પર પડ્યા હતા. પુતિનને પણ ઈજા થઈ હતી અને તેના નાક પર ગંભીર ઈજાઓ જોવા મળી હતી. એવો દાવો હતો કે પુતિન લોહીથી લથપથ છે. ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો હતો કે સુરક્ષાકર્મીઓએ બાદમાં ડોક્ટરોની ટીમને પણ બોલાવી હતી. ડોક્ટરોએ તેમને સીપીઆર આપ્યું અને પછી રાષ્ટ્રપતિને ભાન આવ્યું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિને રાત્રે 9 વાગ્યે આવ્યો હતો હાર્ટ એટેક – દાવો
જનરલ એસવીઆરની ટેલિગ્રામ ચેનલ પર એક લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે મોસ્કો ટાઈમ મુજબ રાત્રે 9 વાગીને 05 મિનિટે એક સુરક્ષા ગાર્ડને રાષ્ટ્રપતિ પુતિન જમીન પર પડેલા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ તેમના પડવાનો અવાજ સાંભળ્યો અને તેઓ તેમના રૂમ તરફ પહોંચ્યા, જ્યાં પુતિન પડ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે સારવાર બાદ તેમની સ્થિતિ સ્થિર છે પરંતુ TV9ના રશિયન સૂત્રોએ આ તમામ દાવાઓને ફગાવી દીધા છે.
આ પણ વાંચો: Melbourne News: મેલબોર્નની શાળામાંથી મળી શંકાસ્પદ લાશ, ચાલી રહી છે તપાસ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો