રશિયામાં નોકરી સાથે મળશે પરમનેટ રેસીડન્સી ! સરકાર નવો સિક્લ વિઝા
રશિયામાં હજારોની સંખ્યામાં ભારતીય લોકો નોકરી કરી રહ્યા છે. ભારત અને રશિયાના સંબંધો પણ ખુબ જુના અને મજબુત છે. જેના કારણે અહી ભારતીયો માટે આવવું સરળ રહ્યું છે.

શું તમે રશિયામાં નોકરી કરવા માંગો છો. જો તમારો જવાબ હા છે તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે રશિયા આગામી વર્ષ એપ્રિલમાં એક સ્કિલ વિઝા લોન્ચ કરી રહ્યું છે. જેને લઈ સ્કિલ વર્કર્સ દેશમાં આવી નોકરી કરી શકશે. આ વિઝા દ્વારા 3 વર્ષની ટેમ્પરેરી રેસીડન્સી કે પછી કોઈ ખાસ કેટેગરીમાં નોકરી કરનાર લોકોને પરમાનેટ રેસીડન્સી મળશે. આ એક એવી પહલ છે. જે ગત્ત અઠવાડિયે દ્વિપક્ષીય શિખર સંમેલનમાં હસ્તાક્ષર કરાયેલા બે ભારત-રશિયા ગતિશીલતા કરારોને પ્રોત્સાહન આપશે.
રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સમિટ માટે ભારતમાં તેમની મુલાકાત પહેલા આ સંદર્ભમાં એક હુકમનામું પર હસ્તાક્ષર કર્યા. આ વિઝા પ્રોગ્રામ દ્વારા સાઈન્ટિફિક, ઈકોનોમિક, ઈન્ડસ્ટ્રિયલ, એજ્યુકેશન, કલ્ચરલ , બિઝનેસ અને સ્પોર્ટસ જેવી ફીલ્ડ સાથે જોડાયેલા વિદેશી નાગરિકો અને તેના પરિવારને કોઈ પણ ઈમિગ્રેશન કોટા કે રશિયન ભાષાની ટેસ્ટ પાસ કર્યા વગર 3 વર્ષ સુધી ટેમ્પરેરી રેસીડન્સી મેળવવા માટેની અરજીઓને મંજૂરી આપવામાં આવશે.
કઈ રીતે કામ કરશે વિઝા પ્રોગ્રામ?
આ મામલાની જાણકારી રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, નવો પ્રોગ્રામ 2 તબક્કામાં ચાલનાર પ્રોસેસ છે.જેમાં પહેલા તબક્કામાં સ્થાપિત એજન્સીને આવેદન કરવાનું હોય છે. જો કોઈ વિદેશી નાગરિકને વિઝા પ્રોગ્રામ દ્વારાલાયક ગણવામાં આવે છે, તો બીજા પગલામાં ઇમિગ્રેશન અધિકારીઓને કામચલાઉ અથવા કાયમી રહેઠાણ માટે અરજી સબમિટ કરવાનો સમાવેશ થાય છે. એજન્સી તરફથી મળેલી મંજૂરી એક વર્ષ માટે માન્ય રહેશે અને આ સમયગાળા દરમિયાન વિદેશી નાગરિકે ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ અરજી ફાઇલ કરવાની રહેશે.
એજન્સીને આવેદન વિદેશી નાગરિકના ગૃહ દેશથી ડિજિટલી ફાઈલ કરી શકાય છે. જો આવેદનની મંજુરી મળી જાય છે. તો આવી સ્થિતિમાં વિદેશી નાગરિકો અને તેના પરિવારના સભ્યોને રશિયામાં પ્રેવશ કરવા તેમજ દેશમાં ટેપરેરી કે પરમાનેટ રેસીડન્સી દ્વારા આવેદન કરવાનો હેતુ એક વર્ષનું બિઝનેસ વિઝા આપવામાં આવશે. જ્યાં સુધી તેનું આવેદન પેન્ડિંગ રહે છે. ત્યાંસુધી વિદેશી નાગરિક અને તેના પરિવારના સભ્યોને પણ વર્ક પરમિટ વિના રશિયામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. અરજીઓ સામાન્ય રીતે 30 દિવસની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે.
