Russia and Ukraine War: આજે રાત્રે 8.30 વાગ્યે UN મહાસભામાં મતદાન થશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 193 દેશો સામેલ થશે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર યુએન જનરલ એસેમ્બલીમાં વોટિંગ થશે, જેમાં 193 દેશો સામેલ થશે. આ સાથે જ યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ પર પણ મહોર લાગી ગઈ છે.

Russia and Ukraine War: આજે રાત્રે 8.30 વાગ્યે UN મહાસભામાં મતદાન થશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 193 દેશો સામેલ થશે
United-Nations (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 8:10 AM

યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન આજે યુએન જનરલ એસેમ્બલીમાં રાત્રે 8:30 કલાકે મતદાન થશે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 193 દેશો સામેલ થશે. અગાઉ, ભારતે 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના “ઇમરજન્સી સ્પેશિયલ સત્ર” બોલાવવા પર સુરક્ષા પરિષદમાં મતદાનમાં ભાગ લીધો ન હતો. UAE અને ચીને પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. જો કે, 11 મત સાથે, આ બાબતને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1982 પછી પ્રથમ વખત યુએનએસસીએ આ મામલો યુએનજીએને વિશેષ કટોકટી સત્ર માટે મોકલ્યો. 1950 થી સામાન્ય સભાના આવા માત્ર 10 સત્રો બોલાવવામાં આવ્યા છે.

સુરક્ષા પરિષદમાં ભારત દ્વારા મતદાનથી દૂર રહેવા પર, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અમે હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરવાના અમારા મુદ્દાને પુનરાવર્તિત કરીએ છીએ. આપણા વડાપ્રધાને રશિયન ફેડરેશન અને યુક્રેનના નેતૃત્વ સાથેની તેમની તાજેતરની વાતચીતમાં પણ આ બાબત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે અમે બેલારુસ સરહદ પર મંત્રણા કરવા માટે બંને પક્ષો દ્વારા આજે કરાયેલી જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. યુક્રેનમાં ફસાયેલા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ. સરહદ પારની જટિલ અને અનિશ્ચિત પરિસ્થિતિને કારણે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અમારા માટે મુશ્કેલ બન્યું છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને અમે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે

આ સમયે રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બની જશે. યુરોપિયન સંસદે મંગળવારે યુક્રેનને યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવા માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન યુક્રેનની તરફેણમાં 637 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 13 વોટ પડ્યા. તે જ સમયે, મતદાન દરમિયાન 26 પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ પર મહોર લાગી ગઈ છે. આ મતદાન સંપૂર્ણપણે એકતરફી રહ્યું છે. અગાઉ યુરોપિયન સંસદે સભ્યપદ માટે યુક્રેનની અરજી સ્વીકારી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રમુખ ઝેલેન્સ્કી યુરોપિયન યુનિયનને સંબોધિત કર્યા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ પણ યુરોપિયન યુનિયનને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ પોતાને યુરોપિયન યુનિયનમાં જોઈને ખુશ છે. આ દરમિયાન તે ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું કે અહીં આવવા માટે આટલી કિંમત ચૂકવવી પડશે તેવું તેણે વિચાર્યું પણ નહીં હોય. તેમણે કહ્યું કે રશિયા સતત અમારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. રશિયાના હુમલામાં આપણે અત્યાર સુધીમાં હજારો નાગરિકો ગુમાવ્યા છે.

આ પણ વાંચો :શું તમારા પણ રાત્રે નસકોરા બોલે છે ? તો આ બીમારીના હોય શકે છે લક્ષણો

આ પણ વાંચો :Lifestyle : સ્ટીમર વિના પણ ઘરે આ રીતે વરાળ લઇ શકો છો, મેળવો આ સરળ ટિપ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">