રાફેલ સોદામાં ભારતીય વચેટિયાને 8.5 કરોડની “ગીફ્ટ”, ફ્રેન્ચની એક વેબસાઈટના અહેવાલમાં દાવો

રાફેલ વિવાદ હજુ ભારતમાં માંડ થંભ્યો હતો ત્યાં ફ્રાંસની એક વેબસાઈટના અહેવાલમાં દાવી કરવામાં આવ્યો છે કે આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે.

  • tv9 webdesk37
  • Published On - 13:24 PM, 5 Apr 2021
રાફેલ સોદામાં ભારતીય વચેટિયાને 8.5 કરોડની "ગીફ્ટ", ફ્રેન્ચની એક વેબસાઈટના અહેવાલમાં દાવો
રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ

રફાલ વિમાનની કન્સાઇન્મેન્ટ ભારતમાં આવવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ આ વિમાનના સોદા અંગેના પ્રશ્નો હજુ અટક્યા નથી. દેશમાં ચૂંટણી મુદ્દો બનાવવાથી માંડીને વિરોધ પક્ષના તમામ આક્ષેપોમાંથી પસાર થઈને રાફેલ સોદાને અદાલત તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. હવે ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ મીડિયા પાર્ટે રાફેલ પેપર્સ નામના લેખો પ્રકાશિત કર્યા છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે.

રિપોર્ટ અનુસાર રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ડીલમાં ગરબડની સૌ પ્રથમ ખબર ફ્રેન્ચ એન્ટી કરપ્શન એજન્સી AFA ને 2016 માં ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી પડી હતી. AFA ને ખબર પડી હતી કે રાફેલ બનાવતી કંપની દર્સોલ્ટ એવિએશને એક વચેટિયા દલાલને 10 મિલિયન યુરો આપવાની સંમતિ આપી હતી. આ હથિયાર દલાલ પર હાલમાં અન્ય હથિયારના સોદામાં ગરબડીનો આરોપ છે. જો કે એએફએએ આ મામલો પ્રોસીકયુટરને આપ્યો નહીં.

અહેવાલ મુજબ, ઓકટોબર 2018 માં ફ્રાન્સની પબ્લિક પ્રોસીક્યુશન એજન્સી PNF ને રાફેલ ડીલમાં વિક્ષેપ માટે ચેતવણી આપવામાં આવી હતી. ઉપરાંત, લગભગ તે જ સમયે, ફ્રેન્ચ કાયદા અનુસાર દર્સોલ્ટ એવિએશનની ઓડીટનો સમય પણ થયો. કંપનીના 2017 એકાઉન્ટ્સની તપાસ દરમિયાન, ‘ગિફ્ટ ટુ ક્લાયંટ’ ના નામે 508925 યુરોનો ખર્ચ મળ્યો. આ અન્ય કેસોમાં ખર્ચ કરવામાં આવેલી રકમ કરતા ઘણી વધારે હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ ખર્ચ અંગે માંગેલી સ્પષ્ટતા પર દર્સોલ્ટ એવિએશનએ 30 માર્ચ 2017 નું બિલ એએફએને પૂરું પાડ્યું હતું, જે ભારતના DefSys Solutions દ્વારા આપવામાં આવ્યું હતું. રાફેલ લડાકુ વિમાનના 50 મોડેલ બનાવવા માટે આપેલા ઓર્ડરના અડધા કામ માટે હતું. આ કામ માટે પ્રતિ નંગ દીઠ 20, 357 યુરોનું બિલ ચૂકવવામાં આવ્યું હતું.

ઓકટોબર 2018 ની મધ્યમાં આ ખર્ચ વિશે જાણ્યા પછી, એએફએએ દર્સોલ્ટને પૂછ્યું કે કંપનીએ પોતાના જ ફાઇટર એરક્રાફ્ટના મોડેલો કેમ બનાવ્યા છે અને તેના માટે 20 હજાર યુરોનો મોટો ખર્ચ કેમ કરવો પડ્યો. તે જ સમયે, પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે શું નાની કારના કદના આ મોડેલ ક્યારેય બનાવ્યા છે કે ક્યાય પ્રદર્શનમાં મુકાયા છે?

 

આ પણ વાંચો: હાઈકોર્ટનો ફેસલો, દેશમુખને ઝટકો: 100 કરોડની વસૂલીના આરોપની CBI કરશે તપાસ

આ પણ વાંચો: AIADMKના નેતાની શરમજનક હરકત, ચૂંટણી પ્રચાર માટે આત્મહત્યા કરી ચૂકેલી વિદ્યાર્થીનીના વિડીયોનો કર્યો ઉપયોગ