હાઈકોર્ટનો ફેસલો, દેશમુખને ઝટકો: 100 કરોડની વસૂલીના આરોપની CBI કરશે તપાસ

પરમબીરસિંહે પ્રથમ સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમના કહેવા પર હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અનીલ દેશમુખ પર 100 કરોડની ઉઘરાણીના આરોપ લગાવવામાં આવ્યા હતા. હવે હાઈકોર્ટે આ મામલે CBI ને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

હાઈકોર્ટનો ફેસલો, દેશમુખને ઝટકો: 100 કરોડની વસૂલીના આરોપની CBI કરશે તપાસ
હાઈકોર્ટનો નિર્ણય
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 12:08 PM

મુંબઇ હાઇકોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની અરજીની સુનાવણી દરમિયાન સોમવારે મોટો ચુકાદો આપ્યો છે. ‘100 કરોડ રૂપિયા’ ની વસુલીના આરોપોની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર લાગેલા આરોપો અંગે બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જો કે CBI આ મામલે તાત્કાલિક કેસ નોંધશે નહીં.

આ અરજી પર પોતાનો ચુકાદો આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર થઇ છે, પોલીસને તપાસ માટે અપીલ કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે આ આરોપો અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે, તે રાજ્યના ગૃહ પ્રધાન છે. આવી સ્થિતિમાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર રહી શકાય નહીં. તેથી સીબીઆઈએ આ મામલાની તપાસ કરવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ, જેમાં દરેકને સહકાર આપવો પડશે. રિપોર્ટ 15 દિવસની અંદર સીબીઆઈના ડિરેક્ટરને સોંપવામાં આવશે. જો ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધના કેસની પુષ્ટિ સીબીઆઈ રિપોર્ટમાં કરવામાં આવે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.

100 કરોડ રૂપિયાની વસૂલાતનો વિવાદ શું હતો?

તમને જણાવી દઈએ કે જ્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી થઈ હતી. ત્યારબાદ તેમણે એક પત્ર લખીને દાવો કર્યો હતો કે સચિન વાઝેને અનિલ દેશમુખે મુંબઈમાંથી મહીને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો છે. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર પણ ઘણા આક્ષેપો કર્યા હતા.

આ કેસમાં પરમબીરસિંહે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહને પહેલા હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ બાદ પરમબીરસિંહે અને અન્ય લોકોએ અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. વળી એનસીપીના પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખના રાજીનામાની વાત પણ નકારી કાઢી હતી. હવે હાઈકોર્ટના આ મોટા ચૂકાદા બાદ અનીલ દેશમુખ અને મહારાષ્ટ્રના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. જોવું રહ્યું કે CBI આ બાબતે શું રીપોર્ટ રજુ કરશે.

આ પણ વાંચો: AIADMKના નેતાની શરમજનક હરકત, ચૂંટણી પ્રચાર માટે આત્મહત્યા કરી ચૂકેલી વિદ્યાર્થીનીના વિડીયોનો કર્યો ઉપયોગ

આ પણ વાંચો: West Bengal Election 2021: PM મોદી પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું – શું તમે ભગવાન છો?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">