Joe Bidenના આમંત્રણનો વડાપ્રધાન મોદીએ કર્યો સ્વીકાર, આ સંમેલનમાં પીએમ થશે સામેલ

Charmi Katira

|

Updated on: Apr 03, 2021 | 12:42 PM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનએ (Joe Biden) 40 દેશના વડાઓને પર્યાવરણ વિષયની શિખર સંમેલનમાં આમંત્રણ આપ્યું છે. આ યાદીમાં પીએમ મોદી ( PM modi) સહિત અન્ય તમામ દેશોના વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 22-23 એપ્રિલના રોજ યોજાનારી સમિટમાં હવામાન પરિવર્તન અને તેના માટે કડક પગલા ભરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

Joe Bidenના આમંત્રણનો વડાપ્રધાન મોદીએ કર્યો સ્વીકાર, આ સંમેલનમાં પીએમ થશે સામેલ
વડાપ્રધાન મોદી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનએ (Joe Biden) 40 દેશના વડાઓને પર્યાવરણ વિષયની શિખર સંમેલનમાં આમંત્રણ આપ્યું છે. આ યાદીમાં પીએમ મોદી ( PM modi) સહિત અન્ય તમામ દેશોના વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 22-23 એપ્રિલના રોજ યોજાનારી સમિટમાં હવામાન પરિવર્તન અને તેના માટે કડક પગલા ભરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મળ્યું છે. બાઇડનની પહેલને આવકારીને વડા પ્રધાને તેમનું આમંત્રણ સ્વીકાર્યું. પીએમ નરેન્દ્ર મોદી 22-23 એપ્રિલના રોજ યોજાનારી જલવાયુ પરિવર્તન શિખર સંમેલન સમિટમાં ભાગ લેશે.

આ વખતે જલવાયુ પરિવર્તનને લગતા મુદ્દા પર વાટાઘાટોના હેતુસર અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા વડાપ્રધાન પીએમ મોદી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત 40 દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને જલવાયુ પરિવર્તન શિખર સંમેલન આમંત્રણ આપવામાં નથી આવ્યું.

વડા પ્રધાન મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, જાપાનના વડા પ્રધાન યોશીહિદા સુગા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, સાઉદી અરેબિયાના શાહ સલમાન બિન અબ્દુલાઝિઝ અલ સઉદ અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ નેતાઓ ઉપરાંત બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને દક્ષિણ એશિયાના ભૂટાનના વડા પ્રધાન લોટ્ટે શેરીંગને પણ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.. જો બાઈડનએ તેમના આમંત્રણમાં નેતાઓને આગ્રહ કર્યો છે કે સમિટનો ઉપયોગ તક તરીકે જોવા માટે વિનંતી કરી છે. આ સાથે જ અન્ય દેશના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. જે મજબૂત જલવાયુ નેતૃત્વનું પ્રદર્શન કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, શીખર સંમેલનમાં મટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિક સમાજના લોકો પણ ભાગ લેશે.

22-23 એપ્રિલના રોજ યોજાનારી બે દિવસીય શિખર સંમેલનમાં જલવાયુ પરિવર્તનની અસરોથી જીવન અને આજીવિકાને બચાવવા માટેની ક્ષમતાને મજબૂત કરવાની તકો અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત વૈશ્વિક સુરક્ષા પડકારો અને હવામાન પરિવર્તનથી ઉદ્ભવતા તત્પરતા પર પણ થતી અસરો અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : સાવધાન: ફેક એપના ચક્કરમાં થયું 4.3 કરોડનું નુકસાન, તમે ડાઉનલોડ ના કરી લેતા આ એપ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati