AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન: ફેક એપના ચક્કરમાં થયું 4.3 કરોડનું નુકસાન, તમે ડાઉનલોડ ના કરી લેતા આ એપ

વિશ્વભરમાં જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ ક્રાઈમ પણ વધી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડને પહોંચી વળવા માટે પુરતી સેવાઓ છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે.

સાવધાન: ફેક એપના ચક્કરમાં થયું 4.3 કરોડનું નુકસાન, તમે ડાઉનલોડ ના કરી લેતા આ એપ
ફેક એપના ચક્કરમાં ગયા કરોડો
| Updated on: Apr 03, 2021 | 10:41 AM
Share

સ્માર્ટફોન વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે બનાવટી એપ્લિકેશનોમો ઉપયોગ ટાળો. અને આ માટે હંમેશાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. પરંતુ કેટલીકવાર આ પદ્ધતિથી પણ નુકશાન થઇ જતું હોય છે. આવું જ કંઈક એક એપ્પલના વપરાશકર્તા સાથે બન્યું છે, જેણે બનાવટી એપ્લિકેશનના કારણે પોતાના જીવનની સંપૂર્ણ મૂડી ગુમાવી છે. આ વ્યક્તિએ એપ્પલ એપ સ્ટોરમાંથી બિટકોઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જે બનાવટી એપ્લિકેશન હોવાનું બહાર આવ્યું. તેનો ઉપયોગ કરીને વ્યક્તિને કરોડોનું નુકસાન થયું.

શું છે ઘટના

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, Phillipe Christodoulou નામના વ્યક્તિએ તેના બિટકોઇન બેલેન્સને તપાસવા માટે એક કામ કર્યું. તેણે એપ સ્ટોર પર ટ્રેઝર (Trezor) નામની એક એપ સર્ચ કરો. તેઓએ એક એપ્લિકેશન જોઇ જેના પર Trezor એપ જેવો જ લોગો હતો. અને બેકગ્રાઉન રંગ અસલ એપ્લિકેશનની જેમ જ હતો. ફિલિપે વિચાર્યા વિના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેની વિગતો તેમાં નોંધી. એપ્લિકેશન વાસ્તવિક કે નકલી છે તે જાણતા પહેલાં, તેણે તેની 6 મિલિયન ડોલર (લગભગ 4.3 કરોડ રૂપિયા) ની બચત ગુમાવી દીધી હતી.

જણાવી દઈએ કે બીટકોઇનના એકાઉન્ટની જાણકારી માટે trezor એક સુવિખ્યાત એપ છે. પરંતુ ફિલીપે એક ફેક trezor એપ ડાઉનલોડ કરી હતી. જેની ડીઝાઈન હૂબહૂ અસલ એપ જેવી હ હતી. આ ફેક એપનું કામ લોકોની ખાનગી માહિતી લઈને તેમના બેંક અકાઉન્ટ ખાલી કરવાનું છે.

શું એપ સ્ટોર પર પણ છે આવી ફેક એપ?

જો કે, અહીં નોંધવાની બાબત એ છે કે બનાવટી હોવા છતાં, આ એપ્લિકેશન એપ્પલ એપ સ્ટોર સુધી કેવી રીતે પહોંચી. સ્ટોર પર આવવા માટે કોઈપણ એપ્લિકેશનને પહેલાં સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે. ફિલિપે કહ્યું, ‘એપ્પલ પણ આ મામલે સંપૂર્ણ જવાબદાર છે.’ કેસની જાણ થતાં એપ્પાલે કહ્યું, ‘અમને કહેવામાં આવ્યું કે આ એક ક્રિપ્ટોકરન્સી એપ્લિકેશન નથી, પરંતુ એક ક્રિપ્ટોગ્રાફી એપ્લિકેશન છે જે ફાઇલોને એન્ક્રિપ્ટ કરશે અને પાસવર્ડ્સ સ્ટોર કરશે. જો કે, સબમિશન પછી તે ક્રિપ્ટોકરન્સી એપ્લિકેશનમાં ફેરવાઈ અને એપ્પલ તેને શોધી કાઢવામાં નિષ્ફળ ગયું. ‘

આ પણ વાંચો: કેમ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ચૂંટણી નથી જીતી શકતી? રાહુલ ગાંધીએ કહ્યું “મારી પાસે આ વસ્તુઓ નથી”

આ પણ વાંચો: એક અધૂરી પ્રેમ કહાની થઇ પૂરી: 82 વર્ષના ચોકીદારને 50 વર્ષ બાદ મળવા જઈ રહ્યો છે તેનો પહેલો પ્રેમ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">