ચીની સામાન બાદ ચીની એપ્લિકેશનને પણ ઝટકો, જાણો ક્યાં ક્યાં એપનો લોકો કરી રહ્યાં છે બહિષ્કાર?
ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે જ્યારે ચીની એપ્સને ઝટકો લાગી રહ્યો છે. ચીની કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ચીની સામાનનો પણ ઠેર-ઠેર બહિષ્કાર થવા લાગ્યો છે. આ વિરોધ ચીની એપ્લિકેશન સુધી આવી ગયો છે અને લોકો તેનો પણ બહિષ્કાર કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે જ્યારે ચીની એપ્સને ઝટકો લાગી રહ્યો છે. ચીની કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત ચીની સામાનનો પણ ઠેર-ઠેર બહિષ્કાર થવા લાગ્યો છે. આ વિરોધ ચીની એપ્લિકેશન સુધી આવી ગયો છે અને લોકો તેનો પણ બહિષ્કાર કરી રહ્યાં છે.
ખાનગી કંપનીના ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ ટીકટોક(TikTok), લાઈકી(Likee) અને પબજી(PUBG) જેવી ચાઈનીઝ એપ્સના ડાઉનલોડમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકોએ આ એપનો પણ બહિષ્કાર કરી રહ્યાં છે. ચાઈનીઝ કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે. જો કે LAC પર વિવાદની સ્થિતિના લીધે ચાઈનીઝ કંપનીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કઈ કઈ ચાઈનીઝ એપ્સના ડાઉનલોડમાં નોંધાયો ઘટાડો? મીડિયા રિપોર્ટ મુજબ લાઈવ સ્ટ્રીમીંગ એપ બિગો લાઈવ, શોર્ટ વીડિયો એપ લાઈકી અન ગેમિંગ એપ પબજીના ડાઉનલોડમાં જૂન મહિનામાં ઘટાડો નોંધાયો છે. જ્યારે અન્ય ચાઈનીઝ એપ જેવા કે હેલો અને ટિકટોકના ડાઉનલોડમાં પણ એપ્રિલ મહિનાથી ઘટાડો જોવા મળ્યો છે.
ટીકટોકના ડાઉનલોડ્સની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 2.35 કરોડ હતા, મે મહિનામાં 2.24 કરોડ થયા અને જૂન મહિના તે ઘટીને 1.39 કરોડ સુધીના આંક પર પહોંચી ગયા છે. હેલો એપની વાત કરીએ તો એપ્રિલમાં 1.66 કરોડ ડાઉનલોડ્સ હતા, મે મહિનામાં 1.49 કરોડ જ્યારે જૂન મહિનામાં 92 લાખ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બિગો લાઈવના ડાઉનલોડ્સની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 25 લાખ, મે મહિનામાં 26 લા જ્યારે જૂન મહિનામાં 18 લાખ ડાઉનલોડ નોંધાયા છે. ગેમિંગ એપ પબજીના ડાઉનલોડ્સની વાત કરીએ તો એપ્રિલમાં 99 લાખ, મે મહિનાામાં 1.22 કરોડ જ્યારે જૂન મહિનામાં 66 લાખ જ ડાઉનલોડ નોંધાયા છે. આમ ચીની એપ્સનો પણ લોકો વિરોધ કરી રહ્યાં છે અને તેના ડાઉનલોડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]