પોલેન્ડ-NATOએ રશિયાને આપી ક્લીનચીટ, ઝેલેન્સકીએ કહ્યું- અમે મિસાઈલ ચલાવી નથી

15 નવેમ્બરે પોલેન્ડમાં મિસાઈલ પડી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. રશિયા(Russia-Ukraine)નું કહેવું છે કે આ મિસાઈલ તેની નથી, જ્યારે યુક્રેનનું કહેવું છે કે મિસાઈલ રશિયન છે.

પોલેન્ડ-NATOએ રશિયાને આપી ક્લીનચીટ, ઝેલેન્સકીએ કહ્યું- અમે મિસાઈલ ચલાવી નથી
Poland-NATO gave Russia a clean chit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 7:12 AM

યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે પોલેન્ડમાં પડેલી મિસાઈલને લઈને હોબાળો મચી ગયો છે. પોલેન્ડ અને નાટોએ સ્વીકાર્યું છે કે મિસાઈલ જાણી જોઈને છોડવામાં આવી નથી. એ પણ કહ્યું કે તે કદાચ યુક્રેનની એર ડિફેન્સ મિસાઈલ હતી જે ભટકાઈ ગઈ હતી. જોકે એવું કહેવાય છે કે આ ઘટના રશિયાના યુક્રેન સામેના યુદ્ધના કારણે બની છે.  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે પોલેન્ડમાં જે મિસાઈલ પડી તે રશિયાની છે.

તેણે કહ્યું કે મને કોઈ શંકા નથી કે તે અમારી મિસાઈલ નહોતી. હું માનું છું કે તે રશિયન મિસાઇલ હતી. ઝેલેન્સકીએ પોતાના સૈન્ય અહેવાલના આધારે આ દાવો કર્યો છે. આ હુમલામાં 2 લોકોના મોત થયા હતા. તેણે કહ્યું કે જો તે અમારું હવાઈ સંરક્ષણ હતું તો મારે તેના પુરાવા જોઈએ છે. પહેલા તેની તપાસ થવી જોઈએ. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અગાઉ ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયાનો આતંક યુક્રેનની સરહદો સુધી સીમિત નથી. ઝેલેન્સકીએ મિસાઈલ હુમલા માટે રશિયાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે નાટો દેશ પર હુમલાને ગંભીર મામલો ગણાવ્યો છે. ઝેલેન્સકીએ કહ્યું કે જ્યારે મિસાઇલો નાટોના પ્રદેશમાં પડે ત્યારે કાર્યવાહી જરૂરી છે.

રશિયાએ હુમલાનો ઇનકાર કર્યો હતો

રશિયાના રક્ષા મંત્રાલયે પોલેન્ડમાં પડી ગયેલી મિસાઈલ પર નિવેદન જારી કરીને કહ્યું કે, રશિયાએ પોલેન્ડ-યુક્રેન બોર્ડર પાસે 35 કિમી સુધી કોઈ મિસાઈલ છોડી નથી.પોલેન્ડમાં જે મિસાઈલ પડી તે યુક્રેનની S-300 સિસ્ટમની છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તે યુક્રેનિયન મિસાઇલ હોઈ શકે છે: પોલેન્ડ

હુમલા અંગે પોલેન્ડે કહ્યું કે પોલેન્ડના ફાર્મ પર મિસાઈલ પડવાની ઘટના નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશ પર ઈરાદાપૂર્વક કરવામાં આવેલ હુમલો હોવાના કોઈ સંકેત નથી. પોલેન્ડના રાષ્ટ્રપતિએ કહ્યું કે સંભવતઃ આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પ્રમુખ એન્ડ્રેઝ ડુડાએ જણાવ્યું હતું કે તે યુક્રેનિયન મિસાઇલ હોઈ શકે છે જે પોલેન્ડમાં પડી હતી, પરંતુ ઉમેર્યું હતું કે આ ઘટનાની જવાબદારી રશિયાની છે, જેણે મંગળવારે યુક્રેન પર શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા હતા. યુક્રેન અલગ-અલગ દિશામાં પોતાની મિસાઈલો છોડી રહ્યું હતું અને આ મિસાઈલોમાંથી કોઈ એક પોલેન્ડના વિસ્તારમાં પડી હોવાની સંભાવના છે.

નાટોએ કહ્યું- રશિયાના કારણે ઘટના બની

નાટો સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ બ્રસેલ્સમાં લશ્કરી જોડાણની બેઠકમાં આ મૂલ્યાંકન માટે સંમત થયા હતા. સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને આપણે તેના પરિણામની રાહ જોવી પડશે. પરંતુ અમારી પાસે એવા કોઈ સંકેત નથી કે આ ઇરાદાપૂર્વકના હુમલાનું પરિણામ હતું. જોકે, તેમણે કહ્યું કે આ ઘટના રશિયાના યુક્રેન સામેના યુદ્ધના કારણે બની છે. તે યુક્રેનની ભૂલ નથી, તે રશિયાની જવાબદારી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">