AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘માનો કોઇ પોતાનું ચાલી ગયું હોય’ આજે તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવે છે’ Shinzo Abe ના નિધન પર PM મોદીએ લખ્યો ભાવુક લેખ

PM મોદી (PM Modi) એ પોતાના ભાવનાત્મક લેખમાં લખ્યું, "શિંજો આબે (Shinzo Abe) અને મારી વચ્ચે માત્ર ઔપચારિક સંબંધ ન હતા. 2007 અને 2012 વચ્ચે અને ફરીથી 2020 પછી જ્યારે તેઓ વડા પ્રધાન ન હતા ત્યારે અમારા અંગત સંબંધ હંમેશાની જેમ મજબૂત રહ્યા હતા."

'માનો કોઇ પોતાનું ચાલી ગયું હોય' આજે તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવે છે’ Shinzo Abe ના નિધન પર PM મોદીએ લખ્યો ભાવુક લેખ
PM Narendra Modi and Shinzo Abe (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 9:17 AM
Share

શિન્ઝો આબે (Shinzo Abe) માત્ર જાપાનમાં જ મહાન વ્યક્તિ ન હતા પણ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા વૈશ્વિક રાજકારણી પણ હતા. તેઓ ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક હતા. તે ખૂબ જ દુઃખની વાત છે કે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમની અકાળે વિદાયથી જ્યારે જાપાનની સાથે સમગ્ર વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે. ત્યારે મેં મારા એક પ્રિય મિત્રને ગુમાવ્યો છે.

તેની સાથે પસાર કરેલો દરેક સમય આજે મને યાદ છે. ક્યોટોના તોઝી મંદિરની મુલાકાત હોય, શિંકાસેનમાં સાથે ફરવાનો આનંદ હોય, અમદાવાદના સાબરમતી આશ્રમમાં હોય, કાશીમાં ગંગા આરતીનો આધ્યાત્મિક પ્રસંગ હોય કે ટોક્યોમાં ચાનો કાર્યક્રમ હોય, યાદગાર પળોની યાદી લાંબી છે.

અમારી વચ્ચે માત્ર ઔપચારિક સંબંધ ન હતાઃ PM Modi

શિન્ઝો આબે અને મારો માત્ર ઔપચારિક સંબંધ ન હતો. 2007 અને 2012 ની વચ્ચે અને 2020 પછી ફરીથી જ્યારે તેઓ વડા પ્રધાન ન હતા ત્યારે અમારા વચ્ચેના ગાંઠ સંબંધો હંમેશની જેમ મજબૂત રહ્યા હતા.

તેમની વાતને મને ગુજરાતના આર્થિક વિકાસ વિશે નવું વિચારવાની પ્રેરણા આપી. એટલું જ નહીં તેમના સતત સહકારથી ગુજરાત અને જાપાન વચ્ચે વાઇબ્રન્ટ પાર્ટનરશીપના નિર્માણમાં મોટી તાકાત મળી છે.

ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર તેમની સાથે કામ કરવું મારા માટે પણ એક વિશેષાધિકાર હતો. તેના દ્વારા આ દિશામાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું.

અમારા સંબંધો માટે શિંન્ઝો આબેએ ઐતિહાસિક યોગદાન આપ્યું

અગાઉ જ્યાં બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો માત્ર આર્થિક સંબંધો પૂરતા મર્યાદિત હતા, ત્યાં આબે સાન તેને વ્યાપક વિસ્તરણ આપવા આગળ વધ્યા. આનાથી ન માત્ર બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર તાલમેલ વધ્યો પરંતુ સમગ્ર ક્ષેત્રની સુરક્ષાને પણ નવી ગતિ મળી.

તેમનું માનવું હતું કે ભારત અને જાપાન વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ મજબુત બનાવવું માત્ર બંને દેશોના લોકોના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હિતમાં છે. તેઓ ભારત સાથે સિવિલ પરમાણુ કરાર માટે મક્કમ હતા. જ્યારે તેમના દેશ માટે તે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. તેમણે ભારતમાં હાઈ સ્પીડ રેલ માટેના કરારને ખૂબ જ ઉદાર રાખવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. નવું ભારત ઝડપી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. તેથી તેમણે ખાતરી આપી કે જાપાન દરેક પગલે ભારત સાથે ખભે- ખભા મિલાવીને ઊભું રહેશે. ભારતની આઝાદી પછીના આ સૌથી મહત્વપૂર્ણ સમયગાળામાં તેમનું આ યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે ભારત-જાપાન સંબંધોને મજબૂત બનાવવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. જેના માટે તેમને વર્ષ 2021માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

‘સંમગ્ર વિશ્વ હંમેશા તેની રૂણી રહેશે’

આબે સાન વિશ્વભરમાં થઈ રહેલા ઉથલપાથલ અને ઝડપી ફેરફારોની ઊંડી સમજ ધરાવતા હતા. તેઓ દૂરદર્શિતાથી ભરપૂર હતા અને આ જ કારણ હતું કે તેઓ રાજકીય, સામાજિક, આર્થિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર વૈશ્વિક વિકાસની અસરની આગાહી કરી શક્યા. કયા વિકલ્પો લેવા, કયા સ્પષ્ટ અને બોલ્ડ નિર્ણયો લેવા પછી ભલે તે સમાધાનની બાબત હોય કે પછી તેના લોકો અને વિશ્વને સાથે લઈ જવાની હોય. તે અંગેની સમજણમાં તેમની શાણપણની સૌએ પ્રશંસા કરી. ભારતીય સંસદમાં 2007ના તેમના સંબોધનમાં તેમણે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ઉદયનો પાયો નાખ્યો હતો. તો આ સાથે સાથે આ ક્ષેત્ર રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક રીતે વિશ્વને કેવી રીતે નવો આકાર આપવા જઈ રહ્યો છે તેનું વિઝન રજૂ કર્યું હતું.

‘જાણે, કોઇ ઘરની વ્યક્તિ જતું રહ્યું હોય’

મને આ વર્ષના મે મહિનામાં જાપાનની મુલાકાત દરમિયાન આબે સાનને મળવાની તક મળી હતી. તેમણે તે જ સમયે જાપાન-ભારત એસોસિયેશનના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. તે સમયે પણ તેઓ તેમના કામ પ્રત્યે પહેલા જેટલા જ ઉત્સાહી હતા. તેમનું કરિશ્માઈ વ્યક્તિત્વ બધાને આકર્ષિત કરતું હતું. ભારત-જાપાન મિત્રતાને વધુ મજબૂત કરવા તેમની પાસે ઘણા નવા વિચારો હતા. તે દિવસે હું તેને મળવા બહાર ગયો ત્યારે કલ્પના પણ ન હતી કરી શકાતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. ભારતના લોકો વતી અને મારા વતી હું જાપાનના લોકો, ખાસ કરીને શ્રીમતી અકી આબે અને તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.

ઓમ શાંતિ…!

g clip-path="url(#clip0_868_265)">