PM Modi in France: ‘ભારત-ફ્રાન્સના સંબંધો ટર્નિંગ પોઈન્ટ પર’, પ્રવાસ પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ
PM મોદી પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના છે. આ પ્રવાસ બે દિવસનો હશે, જેમાં રાફેલના એડવાન્સ વર્ઝન માટે ઐતિહાસિક ડીલ થઈ શકે છે.
ભારતના PM MODI આજે તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ પહેલા PM MODIએ ફ્રાન્સના સમાચાર પત્ર લેસ ઇકોસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ફ્રાંસ-ભારત સંબંધોનો ટર્નિંગ પોઈન્ટ છે, જે વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ બનશે. પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘CORONA પછી વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, જેમાં ભારત-ફ્રાન્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. INDIA અને FRANCE સૌથી ખરાબ સમયમાં સાથે રહ્યા, અને અમારો પ્રયાસ અમારી મિત્રતાને વધુ મજબૂત કરવાનો છે.
જ્યારે વડાપ્રધાનને China વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે PM MODIએ કહ્યું કે ભારત હંમેશા વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તમામ દેશોની સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જરૂરી છે.પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક દક્ષિણ દેશો માટે એક મહાન ભાગીદાર બની શકે છે, જે તેમને પૂર્વીય ભાગ સાથે જોડશે. તે એક રીતે પુલનું કામ કરશે.
રશિયા-યુક્રેન યુદ્ધ પર મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે મેં રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે. હું હિરોશિમામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો અને તાજેતરમાં, મેં રાષ્ટ્રપતિ Vladimir Putin સાથે ફરીથી વાત કરી. ભારતનું વલણ સ્પષ્ટ, પારદર્શક અને સાતત્યપૂર્ણ રહ્યું છે.
વડાપ્રધાને ઈન્ટરવ્યુમાં કહ્યું કે મેં તેમને કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી, અમે બંને પક્ષોને વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી છે. અમે માનીએ છીએ કે તમામ દેશોની જવાબદારી છે કે તેઓ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું પાલન કરે.
Leaving for Paris, where I will take part in the Bastille Day celebrations. I look forward to productive discussions with President @EmmanuelMacron and other French dignitaries. Other programmes include interacting with the Indian community and top CEOs. https://t.co/jwT0CtRZyB
— Narendra Modi (@narendramodi) July 13, 2023
PM મોદીના ફ્રાન્સ પ્રવાસનું શેડ્યૂલ
France પ્રવાસ પહેલા PM મોદીનો ઈન્ટરવ્યુ, રશિયા-યુક્રેન યુદ્ધ પર કહ્યું મોટી વાત વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM નરેન્દ્ર મોદી 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં હશે, ત્યારબાદ PM MODI, UAE માટે રવાના થશે. પીએમ મોદી બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપશે.
Franceના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ માટે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું. PM મોદીના સન્માનમાં ડિનરનું પણ આયોજન કરાશે. આ સાથે PM મોદી ફ્રાન્સના પીએમ, સેનેટ અને એસેમ્બલીના પ્રમુખો, સ્થાનિક વેપારીઓને પણ મળશે. પીએમ મોદી 15 જુલાઈએ અબુધાબી જવા રવાના થશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો