પીએમ ઈમરાન ખાનને મળી રાહત, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ સંસદ 3 એપ્રિલ સુધી સ્થગિત
વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા બોલાવવામાં આવેલા નેશનલ એસેમ્બલીના સત્રની શરૂઆત પછી તરત જ, કાર્યવાહી આગામી 3 એપ્રિલ, 2022 સુધી સ્થગિત કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) મોટી રાહત મળી છે. વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા બોલાવવામાં આવેલા નેશનલ એસેમ્બલીના (National Assembly) સત્રની શરૂઆત પછી તરત જ, કાર્યવાહી 3 એપ્રિલ, 2022 સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે રવિવારે 12 વાગે ચર્ચા થશે. વાસ્તવમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ (No-confidence motion) પર મતદાનની માંગ કરી હતી. ગૃહના ઉપાધ્યક્ષ કાસિમ સુરીની અધ્યક્ષતામાં નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી બેંચના 172 થી વધુ સભ્યો છે. પીટીઆઈના સાથી પક્ષો MQM-P, BAP, JWP, બલૂચિસ્તાનના સ્વતંત્ર સાંસદ અસલમ ભુતાનીએ વિપક્ષની સાથે જવાનો નિર્ણય કર્યા પછી PM ઈમરાન ખાને નીચલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ એસેમ્બલીના સત્ર પહેલા ઈમરાન ખાને વિપક્ષને એક મોટી ઓફર પણ કરી છે. ઈમરાન ખાને શાહબાઝ શરીફને કહ્યું છે કે જો વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચી લેશે તો તેઓ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેશે. બીજી તરફ ઈમરાન ખાને જનરલ બાજવાને સન્માનજનક વિદાયની માંગ કરી છે. જિયો ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાન ખુરશી છોડતાની સાથે જ ચૂંટણી કરાવવા માંગે છે. તેમને લાગે છે કે પાકિસ્તાનની જનતા તેની સાથે છે અને જો ચૂંટણી થશે તો તે વધુ શક્તિશાળી બનીને ઉભરી આવશે.
Proceedings of the National Assembly of Pakistan adjourned to 3rd April 2022 soon after it convened to discuss the no-confidence motion against Prime Minister Imran Khan.
(Pics Source: Pakistan’s Samaa TV) pic.twitter.com/AIYhcxgqFq
— ANI (@ANI) March 31, 2022
ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારને બચાવવા માટે પુરી તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે ઈમરાનની સરકારને બચાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. હકીકતમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં નેશનલ એસેમ્બલીમાં ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને રોકવાની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાનના અરાઈ ન્યૂઝના અહેવાલ મુજબ, અરજદારે સર્વોચ્ચ અદાલતમાં ઇમરાનના પત્રના સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કથિત રીતે તેમની સરકારને તોડવા માટે વિદેશી ષડયંત્ર તરફ ઈશારો કરવામાં આવ્યો હતો.
વિપક્ષે કહ્યું, ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા સુરક્ષિત રસ્તો શોધી રહ્યા છે
વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે બોલાવેલા નેશનલ એસેમ્બલી સત્ર પહેલા આજે વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન ઈમરાન દ્વારા કરવામાં આવેલી ઓફર અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાન સલામત માર્ગ શોધવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ઈમરાન ખાને એમ પણ કહ્યું છે કે જો વિપક્ષ તેમના સૂચન સાથે સહમત નહીં થાય તો તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
આ પણ વાંચોઃ
Pakistan: ઈમરાનની ખુરશી પર ખતરો, અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવાઈ
આ પણ વાંચોઃ