ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પેલેસ્ટિનિયનનું મોત, લશ્કરી ચોકીમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાનો આરોપ

Palestinian Shot Dead by Israeli Soldiers: ઇઝરાયેલી સૈનિકોએ મંગળવારે એક પેલેસ્ટિનિયન માણસને મારી નાખ્યો જેણે કથિત રીતે વેસ્ટ બેંકમાં લશ્કરી ચોકીમાં પોતાનું વાહન ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પેલેસ્ટિનિયનનું મોત, લશ્કરી ચોકીમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાનો આરોપ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 3:49 PM

Palestinian Shot Dead by Israeli Soldiers: ઇઝરાયેલી સૈનિકોએ મંગળવારે એક પેલેસ્ટિનિયન માણસને મારી નાખ્યો જેણે કથિત રીતે વેસ્ટ બેંકમાં લશ્કરી ચોકીમાં પોતાનું વાહન ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. આર્મી (IDF)ના અધિકારીઓએ આ માહિતી આપી છે. પેલેસ્ટિનિયન મીડિયા અનુસાર, સૈનિકોએ વાહન પર ગોળીબાર કર્યો, જેમાં તે વ્યક્તિ અને તેની કાર નિયંત્રણ બહાર જઈને લશ્કરી વાહન સાથે અથડાઈને મૃત્યુ પામ્યા. ત્યારપછી વાહન જેનિનના ઉત્તરી વેસ્ટ બેંક ટાઉન પાસે આગની લપેટમાં આવી ગયું.

માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને ઈઝરાયેલી દળોમાંથી કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. મંગળવારની ઘટના સપ્તાહના અંતે પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન હિંસાના દિવસો પછી આવી છે. ગુરુવારે સાંજે પેલેસ્ટિનિયન બંદૂકધારીએ એક યહૂદી વ્યક્તિને ગોળી મારીને મારી નાખ્યા પછી હિંસા ફાટી નીકળી હતી. યેહુદા ડીમેન્ટમેનના મૃત્યુ બાદ થયેલી હિંસામાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટાઈન ઘાયલ થયા હતા.

પેલેસ્ટિનિયનોએ યહૂદી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો

એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ પશ્ચિમ કાંઠે યહૂદી શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી કાર પર ગોળીબાર કર્યો. એક ઇઝરાયેલી વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો સહેજ ઘાયલ થયા હતા. ઇઝરાયેલના નેતાઓએ હુમલાખોરને પકડવાની માંગ કરી હતી, અને સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે સર્ચ ઓપરેશનના ભાગરૂપે આ વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલ્યા છે. વડા પ્રધાન નફતાલી બેનેટે કહ્યું હતું કે, ‘સુરક્ષા દળો ટૂંક સમયમાં આતંકવાદીઓને પકડી લેશે અને અમે સુનિશ્ચિત કરીશું કે તેમને સજા મળે.’

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઘટના હોમેશ નજીક બની હતી, જે ઉત્તરી પશ્ચિમ કાંઠે પાસેની વસાહત છે. ગાઝા પટ્ટી (Israel Palestine Conflict)માંથી ઇઝરાયેલની પીછેહઠના ભાગરૂપે 2005માં આ વસાહત તોડી પાડવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં ત્યાં રહેતા લોકોએ ગેરકાયદેસર ચોકી બનાવી છે. તે પશ્ચિમ કાંઠે ડઝનેક ચેકપોઇન્ટ્સમાંથી એક છે જેને ઇઝરાયેલ ગેરકાયદે માને છે. સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એમ્નોન શેફલરે જણાવ્યું હતું કે, ચેકપોઇન્ટમાં એક યહૂદી શાળામાંથી બહાર નીકળ્યા બાદ કારમાં સવાર મુસાફરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે કાર પર લગભગ 10 ગોળીઓ ચલાવવામાં આવી.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">