IMF ની લોન માટેનો ખેલ : પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાએ અમેરિકાને આપી હતી જવાહિરીના છુપાવાની ગુપ્ત માહિતી !

પાકિસ્તાનને તેની આર્થિક કટોકટીનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ (IMF) પાસેથી ફંડની જરૂર હતી, જે આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.

IMF ની લોન માટેનો ખેલ : પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાએ અમેરિકાને આપી હતી જવાહિરીના છુપાવાની ગુપ્ત માહિતી !
Jawahiri and Bajwa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 11:23 AM

અમેરિકાએ (America) તેના એક ગુપ્ત મિશનને પાર પાડીને 9/11 હુમલાના દોષિત અયમાન અલ-ઝવાહિરીનો (Ayman Al Zawahiri) ખાત્મો બોલાવી દીધો છે. આ મિશન અમેરિકા દ્વારા ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જવાહિરી અફઘાનિસ્તાનના (afghanistan) કાબુલમાં એક ગુપ્ત ઠેકાણામાં છુપાયેલો હતો. હવે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના પણ સંકેત મળી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનને આર્થિક સંકટનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ પાસેથી ફંડની જરૂર હતી, જે આપવાનો તેણે ઈન્કાર કરી દીધો હતો. પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ (Kamar Javed Bajwa) પણ આ અંગે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. દરમિયાન, અમેરિકાએ જવાહિરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

એવું પણ સામે આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વડા થોડા દિવસો પહેલા અમેરિકા ગયા હતા. આ દરમિયાન એ પણ શક્ય છે કે જવાહિરી વિશે કેટલીક વાતો થઈ હોય. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ બે દિવસ પહેલા અમેરિકાના ઉપ વિદેશ મંત્રી વેન્ડી શરમન સાથે વાતચીત કરી હતી.

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાત કરી

આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાએ યુએસ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરને કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં બાજવાએ અમેરિકાના ઉપ વિદેશ મંત્રી વેન્ડી શરમનને આ ફંડ મેળવવામાં પાકિસ્તાનને મદદ કરવાની અપીલ કરી હતી. ફંડનું મૂલ્ય $1.2 બિલિયન હતું. વિદેશ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

જો કે અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ અને પાકિસ્તાનના આર્મી ચીફ વચ્ચે થયેલી આ વાતચીત પર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન પણ આવ્યું છે. તેમણે ટોણો મારતા કહ્યું કે બાજવા જે કામ કરી રહ્યા છે તે વડાપ્રધાનનું કામ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભંડોળની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની છે. ઈમરાન ખાને એમ પણ પૂછ્યું હતું કે આર્મી ચીફ બાજવાએ જણાવવું જોઈએ કે જો અમેરિકાને આઈએમએફ પાસેથી લોન મળે છે તો તેના બદલામાં અમે શું આપવાના છીએ?

બાજવાએ યુએસ ટોપ કમાન્ડર સાથે પણ ચર્ચા કરી હતી

આ સિવાય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 30 જુલાઈના રોજ પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ યુએસના ટોપ કમાન્ડર જનરલ માઈકલ એરિક કુરિલા સાથે પણ વાત કરી હતી. આ વાતચીત પહેલા અલ-કાયદા ચીફ જવાહિરીને પાકિસ્તાનથી અફઘાનિસ્તાનના કાબુલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે જવાહિરી ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો હતો. આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ઇચ્છતું ન હતું કે ઓસામા બિન લાદેનના આશ્રયના કારણે તેના પર જે ડાઘા પડ્યા છે, તે હવે જવાહિરીના કારણે લાગે.

હવે ટૂંક સમયમાં પાકિસ્તાનને લોન મળશે

આ સિવાય જવાહિરીના મોત બાદ હવે એવા અહેવાલો છે કે IMF પાકિસ્તાનને ટૂંક સમયમાં લોન આપી શકે છે. તેમની તરફથી આ પ્રક્રિયા આ સપ્તાહે શરૂ થઈ શકે છે. પાકિસ્તાનના અખબાર ડોને પુષ્ટિ કરી છે કે IMF દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનાર કુલ 6 બિલિયન ડોલરની લોનનો સાતમો અને આઠમો હપ્તો આ અઠવાડિયે મળી શકે છે. આવી સ્થિતિમાં, તે સંકેત આપી રહ્યું છે કે શું જવાહિરીના મૃત્યુનો આખો ખેલ IMF ફંડના કારણે રમાયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">