અફધાનિસ્તાને કરેલા હુમલામાં પાકિસ્તાની સૈનિકો ચોકી છોડીને જીવ બચાવવા દોડ્યા, જુઓ વીડિયો
પાકિસ્તાને અફધાનિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઈક બાદ, ગઈ મોડી રાત્રે અફઘાનિસ્તાને પાકિસ્તાન સરહદને નિશાન બનાવી હતી. અફઘાનિસ્તાને કરેલા હુમલામાં, પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનના કેટલાક સૈનિકો જીવ બચાવવા માટે ચોકી છોડીને ભાગ્યા છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. હેલમંડ પ્રાંતીય સરકારના પ્રવક્તા મૌલવી મોહમ્મદ કાસિમ રિયાઝે જણાવ્યું હતું કે. હુમલામાં ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં ત્રણ પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પણ કબજે કરવામાં આવી હતી. જો કે કેટલાક પાકિસ્તાની સૈનિકો ચોકી છોડીને જીવ બચાવવા નાસી છુટ્યા હતા. પાક-અફધાનિસ્તાન સરહદે આવેલ ડ્યુરન્ડ લાઇન હંમેશા વિવાદિત રહી છે. જેને લઈને અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચે સરહદે અથડામણો નિયમિતપણે થતી રહે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર શનિવારે રાત્રે ભીષણ સરહદી અથડામણ થઈ હતી, જેમાં અફઘાન તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 15 સૈનિકો માર્યા ગયા હતા. અફધાનિસ્તાને દાવો કર્યો છે કે, પાકિસ્તાન સૈનિકો પાસેથી ઘણી ચોકીઓ કબજે કરી હતી.
જીવ બચાવવા પાકિસ્તાનના સૈનિકો ચોકી છોડીને ભાગ્યા
પાકિસ્તાનનો હુમલો
પાકિસ્તાની સેનાએ તોપખાના, લડાકુ વિમાનો અને ભારે શસ્ત્રોથી અફઘાન ચોકીઓ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો.
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર કાબુલ અને પક્તિકા પ્રાંતોમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર TTP આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો. બંને દેશો વચ્ચે દોષારોપણ ચાલુ છે.
ડ્યુરંડ રેખા શું છે?
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરંડ રેખા પરનો સંઘર્ષ લાંબા અને જટિલ સરહદ વિવાદનો એક ભાગ છે. ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે થતા અથડામણો અનેક ઐતિહાસિક, રાજકીય અને વ્યૂહાત્મક કારણોસર થાય છે
ડ્યુરન્ડ લાઇન 1893 માં બ્રિટિશ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બનાવવામાં આવી હતી. આ રેખાએ અફઘાન અને પશ્તુન જાતિઓને બે ભાગમાં વહેંચી દીધી હતી, કેટલાક પાકિસ્તાનમાં અને કેટલાક અફઘાનિસ્તાનમાં. અફઘાનિસ્તાને ક્યારેય આ રેખાને સત્તાવાર સરહદ તરીકે સ્વીકારી નથી. તેથી, સરહદ પર વારંવાર લશ્કરી અને રાજકીય તણાવ રહે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે અથડામણ, અફઘાન દળોએ પાકિસ્તાની ચોકીઓ તોડી પાડી, 12 સૈનિકો માર્યા ગયા