Pakistan : સેના સામે ઝૂક્યા ઈમરાન ખાન ! નદીમ અહેમદ અંજુમ બન્યા ગુપ્તચર એજન્સી ISI ના નવા ચીફ

અંજુમ 20 નવેમ્બરથી ISI ની કમાન સંભાળશે. બીજી બાજુ વર્તમાન ISI ચીફ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી પોતાના પદ પર રહેશે. મંગળવારે સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

Pakistan : સેના સામે ઝૂક્યા ઈમરાન ખાન ! નદીમ અહેમદ અંજુમ બન્યા ગુપ્તચર એજન્સી ISI ના નવા ચીફ
Nadeem Ahmed Anjum
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:49 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમની (Nadeem Ahmed Anjum) ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના ચીફ તરીકે નિમણૂક કરી છે. અંજુમ 20 નવેમ્બરે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની કમાન સંભાળશે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાન સેનાએ 6 ઓક્ટોબરે એક નિવેદન જારી કરીને વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદના સ્થાને અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈમરાન ખાને સત્તાવાર રીતે અંજુમના નામ પર મહોર લગાવવી પડશે.

સાથે જ અંજુમ 20 નવેમ્બરથી ISIની કમાન સંભાળશે. બીજી બાજુ વર્તમાન ISI ચીફ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી પોતાના પદ પર રહેશે. મંગળવારે સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓક્ટોબરમાં, પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આર્મી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર અને પાકિસ્તાની સેના વચ્ચે મતભેદ છે.

ઈમરાન સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે પાકિસ્તાની સેના વિશે એ વાત કોઈથી છુપી નથી કે તે દેશની સુરક્ષા અને વિદેશ નીતિને લગતા મામલાઓમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતી રહી છે. ઈમરાન ખાનની ઓફિસે સ્વીકાર્યું કે પાકિસ્તાન આર્મી અને ઈમરાન સરકાર વચ્ચે કેટલીક તકનીકી સમસ્યાઓ હતી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. આ અંગે માહિતગાર લોકોએ જાણકારીમાહિતી આપી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે જો સેનાએ ઈમરાન સરકાર સાથે સમાધાન ન કરવાનો નિર્ણય લીધો હોત તો તેમની સરકારમાં ઉચ્ચ સ્તર સુધી પરિવર્તન જોવા મળી શક્યું હોત.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બાજવા અને ઈમરાન વચ્ચે આઈએસઆઈ ચીફને લઈને બેઠક થઈ હતી ઈસ્લામાબાદમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ તરીકે અંજુમની નિમણૂકને 20 નવેમ્બરથી મંજૂરી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી તેમના પદ પર રહેશે. વડાપ્રધાન કાર્યાલયે પુષ્ટિ કરી હતી કે વડાપ્રધાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચે અગાઉની બેઠકમાં, ISIમાં કમાન્ડના ફેરફારના સમય અને નવા DG ISIની પસંદગીના સમય પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખે મરી રહી છે! પરિવારે પૈસા માટે વેચી દીધી નવજાત બાળકીને

આ પણ વાંચો : China Locks Down Lanzhou: ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બની બેકાબૂ, લાન્ઝોઉ શહેરમાં લગાવાયું લોકડાઉન, 40 લાખ લોકો ઘરમાં થયા કેદ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">