તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખે મરી રહી છે! પરિવારે પૈસા માટે વેચી દીધી નવજાત બાળકીને

અફઘાનિસ્તાનમાં સ્થિતિ એટલી બગડી રહી છે કે હવે માતા-પિતા પોતાના બાળકો વેચવા મજબૂર બની ગયા છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિ કથળી રહી છે, કારણ કે અર્થતંત્ર ચલાવતી વિદેશી સહાય હવે બંધ થઈ ગઈ છે.

તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખે મરી રહી છે! પરિવારે પૈસા માટે વેચી દીધી નવજાત બાળકીને
પ્રતિકાત્મક તસવીર

અફઘાનિસ્તાનમાં (Afghanistan) સ્થિતિ એટલી બગડી રહી છે કે હવે માતા-પિતા પોતાના બાળકો વેચવા મજબૂર બની ગયા છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિ કથળી રહી છે, કારણ કે અર્થતંત્ર ચલાવતી વિદેશી સહાય હવે બંધ થઈ ગઈ છે. એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ હેરાતના એક ગામમાં એક માતાએ તેની નવજાત પુત્રીને 500 ડોલરમાં વેચી દીધી. જેથી તે તેના અન્ય બાળકોને ખવડાવી શકે. તેને ખરીદનાર વ્યક્તિએ કહ્યું કે, તે છોકરીને ઉછેરવા માંગે છે જેથી તે તેના પુત્રના લગ્ન કરાવી શકે, પરંતુ તેના સાચા ઈરાદાની કોઈ ગેરંટી નથી.

નવજાતને ખરીદનાર વ્યક્તિએ માત્ર 250 ડોલર ચૂકવ્યા, જેથી બાળકનો પરિવાર થોડા મહિનાઓ સુધી ખાઈ શકે. તે જ સમયે બાળક ચાલવાનું શરૂ કરશે, તે તેને લઈ જશે અને બાકીના 250 ડોલર ચૂકવશે. બાળક વેચનાર માતાએ કહ્યું, ‘મારા બાકીના બાળકો ભૂખને કારણે પીડાઈ રહ્યા છે, તેથી આ કારણે મારે મારી પુત્રીને વેચવી પડી.’ તેણે કહ્યું, ‘હું આવું કરીને કેવી રીતે દુઃખી ન થઈ શકું? તે મારી બાળકી છે. હું ઈચ્છું છું કે મારે મારી પોતાની દીકરીને વેચવી ન પડે. અફઘાનિસ્તાનની જીડીપીના 40 ટકા વિદેશી સહાય પર આધારિત છે. આ ત્યારે હતું જ્યારે અગાઉની સરકારને પશ્ચિમી દેશોનું સમર્થન હતું.

કોરોનાવાયરસ રોગચાળો, દુષ્કાળ અને એક જ રાતમાં સરકારનું પતન અને પછી અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો. આ સંજોગોએ અફઘાનિસ્તાનની સ્થિતિને ખૂબ જ ખરાબ કરી દીધી છે. આ જ કારણ છે કે હવે દેશ આર્થિક પતન તરફ આગળ વધી રહ્યો છે. દેશના ચલણની કિંમત ઘટી રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે. બીજી તરફ વિદેશી ફંડ પણ આવવાનું બંધ થઈ ગયું છે. કામદારોને પગાર વિના કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, વ્યવસાયો બંધ થઈ ગયા છે અને પરિવારોને તેમના બાળકો સહિતની કિંમતી ચીજવસ્તુઓ વેચવી પડે છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)એ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની અડધી વસ્તી, જે લગભગ 22.8 મિલિયન છે, આગામી મહિનાઓમાં કુપોષણ અને મૃત્યુના જોખમમાં છે. તેમાંથી 10 લાખ બાળકો એવા છે, જેમને જો તાત્કાલિક સારવાર નહીં મળે તો તેઓ મૃત્યુ થશે. WFP કહે છે કે અફઘાનિસ્તાનને ખરાબ સ્થિતિમાં જવાથી બચાવવા માટે લાખો ડોલરની સહાયની જરૂર છે, પરંતુ વિશ્વભરની સરકારો દ્વારા નાણાં રોકી દેવામાં આવ્યા છે. કારણ કે તેમને ડર છે કે, આ પૈસા તાલિબાનના હાથમાં જશે અને પછી સંગઠન તેનો ઉપયોગ હથિયાર ખરીદવા માટે કરી શકે છે.

 

આ પણ વાંચો: NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati