AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનની ઈજ્જતનો આંતરરાષ્ટ્રીય ફજેતો, સ્વતંત્રતા દિવસે બુર્જ ખલીફા પર ન દેખાયો પાકિસ્તાની ફ્લેગ, જુઓ Video

આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરનારી એક મહિલાએ કહ્યું, "સમય સવારના 12.01 વાગ્યાનો છે અને દુબઈના સત્તાવાળાઓએ માહિતી આપી છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે નહીં." અત્યારે આપણી આ સ્થિતિ છે.

Pakistan News: પાકિસ્તાનની ઈજ્જતનો આંતરરાષ્ટ્રીય ફજેતો, સ્વતંત્રતા દિવસે બુર્જ ખલીફા પર ન દેખાયો પાકિસ્તાની ફ્લેગ, જુઓ Video
People kept waiting near Burj Khalifa
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:20 PM
Share

પાકિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસે જ શરમ માં પડવાનો વારો આવ્યો છે. પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, પરંતુ આ વખતે દુબઈમાં બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેનો ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ન હતો. આ આંતરરાષ્ટ્રીય ફજેતા પછી પાકિસ્તાનીઓએ હોબાળો મચાવ્યો હતો. લોકો પોતાના દેશને સમર્થન દર્શાવતા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાડવા લાગ્યા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના સેંકડો લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેઓ નિરાશ છે કે બુર્જ ખલીફાના પ્રદર્શન પર તેમના દેશનો ધ્વજ દેખાતો નથી. પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે રાહ જોઈ રહ્યા હતા કે ડિસ્પ્લે પર તેમના દેશનો ધ્વજ જોવા મળશે.

જો કે બધાને નવાઈ લાગી કે મધરાત પછી થોડીવાર પછી પણ દુનિયાની સૌથી ઊંચી ઈમારત પર કોઈ ધ્વજ દેખાયો નહીં. આ પછી, નિરાશ જનતાએ તેમના રાષ્ટ્ર અને માતૃભૂમિ પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવતા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું શરૂ કર્યું.

આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરનારી એક મહિલાએ કહ્યું, “સમય સવારના 12.01 વાગ્યાનો છે અને દુબઈના સત્તાવાળાઓએ માહિતી આપી છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે નહીં.” અત્યારે આપણી આ સ્થિતિ છે.

જણાવી દઈએ કે પાકિસ્તાન આજે (14 ઓગસ્ટ) પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દેશ 1947માં આઝાદ થયો. ભારત અને પાકિસ્તાન બંનેને 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. ભારતનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વિભાજન સમયે, પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન તરીકે બનાવવામાં આવ્યું હતું. જો કે, પાકિસ્તાન એક ન રહી શક્યું અને 1971માં પૂર્વ પાકિસ્તાને ઉગ્ર સંઘર્ષ પછી સ્વતંત્રતા મેળવી અને બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રની રચના થઈ.

g clip-path="url(#clip0_868_265)">