પાકિસ્તાન સમાચાર : ઈમરાન ખાન બાદ તેની પત્ની બુશરા બીબી જશે જેલમાં ? જાણો શું છે ભ્રષ્ટાચારનો મામલો
ઇમરાન ખાન બાદ હવે બુશરા બીબીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ શકે છે. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાને કેટલાક નવા પુરાવા મળ્યા છે, જેની પુષ્ટિ થાય તો બુશરા બીબીની સ્થિતિ સાક્ષીમાંથી આરોપી બની જશે. શું છે આ સમગ્ર મામલો અને શું ઘટના ઘટી રહી છે તેના વિશે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થઈ શકે છે તેવા અહેવાલો સામે આવી રહયા છે. શનિવારે મીડિયાના એક અહેવાલમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) બુશરા બીબી દ્વારા કથિત રીતે મળેલી કેટલીક રકમથી સંબંધિત ‘પુરાવા’ના ટુકડાઓની તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
‘સાક્ષી’માંથી ‘આરોપી’માં બદલાઈ જશે બુશરા બીબી ?
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે, જો તેની પુષ્ટિ થાય છે, તો બુશરા બીબીની સ્થિતિ ‘સાક્ષી’માંથી ‘આરોપી’માં બદલાઈ જશે. એક અહેવાલ અનુસાર, NABએ બુશરા બીબી અને તેના નજીકના સહયોગી ફરાહ શહેઝાદીને પણ ‘અલ-કાદિર ટ્રસ્ટ’ ભ્રષ્ટાચાર કેસમાં 13 નવેમ્બરે સમન્સ પાઠવ્યા છે.
ઇમરાન તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ત્રણ વર્ષની જેલની સજા
ઈમરાન ખાન તોશાખાના ભ્રસ્ટાચાર કેસમાં જેલમાં બંધ છે. આ કેસમાં તેમના પર સત્તામાં રહીને મોંઘી સરકારી ભેટો વેચીને નફો કમાવવાનો આરોપ છે. ઈસ્લામાબાદ સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ જજ હુમાયુ દિલાવરે ખાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
આ બાબતે કોર્ટે જણાવ્યુ હતું કે, જો તે દંડ નહીં ભરે તો તેને વધુ છ મહિના જેલમાં રાખવામાં આવશે. દિલાવરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ વિરુદ્ધ સંપત્તિની ખોટી જાહેરાતના આરોપ સાબિત થઈ ગયા છે.’
શું છે પાકિસ્તાનનું તોશાખાના ?
પાકિસ્તાનની કેબિનેટ વિભાગ હેઠળનો તોશાખાના એ એક વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ અને વિદેશી મહાનુભાવો દ્વારા શાસકો અને સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. ખાને તોશાખાનામાંથી એક મોંઘી ઘડિયાળ સહિત કેટલીક ભેટો ખરીદી અને નફો કમાવવા માટે તેને વેચી દીધો.
આ પણ વાંચો : ‘પૂરી તાકાતથી કચડી નાખીશું’, અટકવાના મૂડમાં નથી ઇઝરાયેલ, હમાસને આપી નવેસરથી ચેતવણી
‘ખોટા નિવેદનો આપવાનો છે આરોપ
પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ની ફરિયાદ પર ગત વર્ષે તોશાખાનાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઇસીપીએ આ પહેલા ખાનને આ જ કેસમાં ગેરલાયક ઠેરવ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) એ ખાન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે તોશાખાના કેસની જાળવણીને સમર્થન આપતા સેશન્સ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખ્યાના એક દિવસ બાદ આ નિર્ણય આવ્યો. ECP એ 21 ઓક્ટોબર, 2022 ના રોજ ‘ખોટા નિવેદનો અને ખોટી માહિતી’ આપવાના આરોપમાં ખાનને તેમના હોદ્દા માટે અયોગ્ય ઠેરવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
