AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistani MMS: પાકિસ્તાનની પ્રખ્યાત યુનિવર્સિટીના શિક્ષક-વિદ્યાર્થીઓના MMS, 5000થી વધુ વીડિયોએ મચાવી ધૂમ

Pakistan MMS તપાસ બાદ પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે. આ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને મળેલા પુરાવામાં મામલો માત્ર ડ્રગ્સ પૂરતો સીમિત ન હતો પરંતુ યુનિવર્સિટીની મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના 5500  વીડિયો સામે આવ્યા હતા.

Pakistani MMS: પાકિસ્તાનની પ્રખ્યાત યુનિવર્સિટીના શિક્ષક-વિદ્યાર્થીઓના MMS, 5000થી વધુ વીડિયોએ મચાવી ધૂમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 10:53 PM
Share

MMS scandal: પોલીસને એક યુનિવર્સિટી વિશે માહિતી મળી છે કે અહીં કેટલાક અસામાજિક તત્વો ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યા છે. યુનિવર્સિટી ખૂબ પ્રખ્યાત હતી, તેથી પોલીસ વધુ કઈ કરી શકી નહીં, પરંતુ શાંતિથી તેની તપાસમાં જોડાઈ ગઈ. તપાસ બાદ પોલીસને કેટલીક એવી કડીઓ મળી છે, જેણે માત્ર પોલીસમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી.

પોલીસને જે પણ પુરાવા મળ્યા તે માત્ર ડ્રગ્સ પૂરતા જ સીમિત ન હતા, પરંતુ યુનિવર્સિટીની 5500 મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા હતા.

તેમને ડ્રગ્સ આપવામાં આવતું હતું અને પછી તેમને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા અને અન્ય છોકરીઓને પણ લાવવાનું કહેવામાં આવતું હતું. આ કેસમાં દેશની સરકારના એક મંત્રીના પુત્રનું નામ પણ સામે આવ્યું હતું. આ મામલો પાડોશી દેશ પાકિસ્તાન સાથે સંબંધિત છે, જ્યાં એક સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે અને તેને દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ કહેવામાં આવી રહ્યું છે.

પોલીસને કેવો સુરાગ મળ્યો ?

ખરેખર, આ ઘટના  ઈસ્લામિયા યુનિવર્સિટી, બહાવલપુર, પાકિસ્તાનની છે. જે ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે અને જે અહીં એડમિશન લે છે તે પોતાને નસીબદાર માને છે. એક દિવસ પોલીસને માહિતી મળે છે કે આ યુનિવર્સિટીમાં ડ્રગ્સનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે. જે બાદ પોલીસ તેમના બાતમીદારોને એલર્ટ કરે છે અને ચૂપચાપ કેસની તપાસમાં લાગી જાય છે.

આ પણ વાંચો : શું ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બની શકશે ? કોર્ટ કેસથી અમેરિકામાં કેવી રીતે વધ્યો રાજકીય તણાવ

જેથી અહીં સમગ્ર ડ્રગ્સ નેક્સસનો નાશ કરી શકાય, પરંતુ 21 જુલાઈ 2023ના રોજ બહાવલપુર વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે જ એક વાહન ત્યાં આવે છે અને પોલીસ તેને ચલાવનાર વ્યક્તિની પૂછપરછ કરે છે. આ વ્યક્તિ નશામાં હતો અને તેનું વર્તન પણ ઘણું અલગ હતું. પોલીસને શંકા છે કે તેણે ડ્રગ્સ લીધું છે. તે પોલીસને દાદાગીરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસકર્મીની સામે કંઈ કામ કરતું નથી. જે બાદ આ સમગ્ર સ્કેન્ડલ ભાર આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">