Gujarati Video સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમને લઈને વિવાદ, સત્ર શરૂ થયાના બે મહિના બાદ પણ અભ્યાસક્રમની માહિતી વેબસાઈટ પર નથી

Anand: આણંદમાં વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમને લઈને વિવાદમાં આવી છે. નવો અભ્યાસક્રમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુધી ન પહોંચતા અસંમજસની સ્થિતિ છે. સત્ર ચાલુ થયાના બે મહિના બાદ પણ અભ્યાસક્રમની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 10:04 PM

Anand: આણંદમાં વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમને લઇને વિવાદ. સત્ર ચાલુ થયાના બે મહિના બાદ પણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પાસે અભ્યાસક્રમ (Syllabus) પહોંચ્યો નથી અને તેની માહિતી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ નથી. નવો અભ્યાસક્રમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુધી ન પહોંચતા અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

નવા અભ્યાસક્રમને લઈને વિવાદ

આગામી બે માસ બાદ યુનિવર્સિટીની પરીક્ષા આવશે. ત્યારે વિદ્યાર્થીઓ ક્યાં આધારે તૈયારી કરશે અને કેવી રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે. આ સહિતના સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્યએ રજૂઆત કરતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વહેલામાં વહેલી તકે સમસ્યાના સમાધાનની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો : Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

અધ્યાપકોને જાણકારી ન હોવાથી ભણાવે તો શું ભણાવે?

હાલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગે જાણકારી ન હોવાથી પરીક્ષામાં શું તૈયારી કરવી તેને લઈને પણ ચિંતા વ્યાપી છે તો બીજી તરફ યુનિવર્સિટીએ નવો અભ્યાસક્રમ તો જાહેર કરી દીધો પરંતુ વિદ્યાર્થીઓને તેની કોઈ માહિતી જ નથી અપાઈ ત્યારે યુનિવર્સિટીની પણ ઘોર બેદરકારી હોવાનુ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

આણંદ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">