પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા
પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે.
પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનના શરણાર્થીઓ માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. અફઘાની લોકોને સરકાર દ્વારા દેશ છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. હાજી મુબારક શિનવારી તેમના 5 દિકરા અને 2 ભાઈ સાથે 1982 માં પાકિસ્તાન આવ્યા હતા. તેણે તનતોડ મહેનત કરી કપડાં અને પરિવહન બિઝનેસનું નેટવર્ક ઉભું કર્યું હતું. તે કરાચીની બહારના વિસ્તારમાં અલ-આસિફ સ્ક્વેરમાં ઘણી મિલકતો ધરાવે છે. પરંતુ હવે તેમને આ બધુ છોડીને પાકિસ્તાનથી જવું પડી શકે છે.
શરણાર્થીઓને માત્ર 50,000 રૂપિયા લઈ જવાની મંજૂરી
પાકિસ્તાન સરકારે પોતાના દેશમાંથી રોકડ અને સંપત્તિના અફઘાનિસ્તાનમાં ટ્રાન્સફર કરવા પ્રતિબંધ લગાવ્યો છે. તેથી લોકો વિચારી રહ્યા છે કે તેઓએ મહેનત કરીને કમાયેલી સંપત્તિને છોડીને કેવી રીતે અહીંથી જવું. પાકિસ્તાન સરકારે શરણાર્થીઓને વ્યક્તિ દીઠ માત્ર 50,000 રૂપિયા રોકડમાં લઈ જવાની મંજૂરી આપી છે. લોકો કહે છે કે આ સ્થિતિ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા જેવી છે.
17 લાખથી વધારે શરણાર્થીઓને આશ્રય આપવામાં આવ્યો
પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે. સરકારનું કહેવું છે કે, ઘણા સમયથી 17 લાખથી વધારે શરણાર્થીઓને પાકિસ્તાનમાં આશ્રય આપવામાં આવ્યો, પરંતુ હવે તેમને તેમના પોતાના દેશ પાછા જવું પડશે.
આ પણ વાંચો : કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ
અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે
અફઘાન શરણાર્થીઓને લઈ પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, સુરક્ષાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આરોપ લગાવ્યો કે, ઘણા અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જોકે, તાલિબાન સરકારે આ આરોપને સંપૂર્ણપણે ફગાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો