AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દગાબાજો’ને નહીં છોડે ઈમરાન : પાર્ટીના સાંસદોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવા ઈમરાન સુપ્રીમ કોર્ટના શરણે

ઈમરાન ખાનને (Imran Khan) અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા હતા. 174 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરતા નછૂટકે ઈમરાનને વડાપ્રધાનની ખુરશી છોડવી પડી.

'દગાબાજો'ને નહીં છોડે ઈમરાન : પાર્ટીના સાંસદોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવા ઈમરાન સુપ્રીમ કોર્ટના શરણે
Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:52 AM
Share

પાકિસ્તાનના (Pakistan) વડા પ્રધાન પદેથી ઈમરાન ખાનને  (Imran Khan) હટાવ્યાના પછી ઈમરાને બળવાખોર સાંસદો પ્રત્યે તેમનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. બળવાખોર સાંસદોના કારણે ઈમરાનને સતા છોડવી પડી. ઉલ્લેખનીય છે કે, ઈમરાને તેની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના અસંતુષ્ટ સાંસદોને નેશનલ એસેમ્બલીમાંથી (Pakistan National Assembly) અયોગ્ય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

ઈમરાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અસંતુષ્ટ સાંસદોને આજીવન સંસદીય કાર્યમાંથી અયોગ્ય ઠેરવવામાં આવે. આ ઉપરાંત જો કોઈ પક્ષ છોડે છે તો તેણે પક્ષપલટો કરવાને બદલે પહેલા સંસદમાંથી રાજીનામું આપવું પડશે.

સુપ્રીમ કોર્ટને આ મામલાની સુનાવણી કરવાનો અધિકાર : ઈમરાન

એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર મુજબ જે દિવસે શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તે દિવસે PTIએ સત્રનો બહિષ્કાર કર્યો હતો અને દેશની સંસદના નીચલા ગૃહમાંથી સામૂહિક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અરજીમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP), નેશનલ એસેમ્બલીના સ્પીકર, કાયદા સચિવ અને કેબિનેટ સચિવને પક્ષકારો તરીકે સૂચિબદ્ધ કર્યા છે. તમને જણાવવું રહ્યું કે આ અરજી બંધારણની કલમ 184(3) હેઠળ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટને આ મામલાની સુનાવણી કરવાનો અધિકાર છે, કારણ કે આ મામલો કાયદા હેઠળ જાહેર હિતનો છે.

ઈમરાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સાંસદ પક્ષ બદલે છે અને પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર રહેતો નથી,તો “ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પક્ષપલટો બંધારણીય રીતે પ્રતિબંધિત છે અને આવું કરવું નૈતિક રીતે નિંદનીય છે.” જો તેઓ આમ કરે છે, તો તેઓ તેમના મત ગણતરીના અધિકારનો દાવો કરી શકશે નહીં. તમને જણાવવું રહ્યું કે, પક્ષપલટો રાજકારણમાં કેન્સરની બિમારીથી ઓછી નથી અને તે લોકશાહી શાસનની ભાવનાને નષ્ટ કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં ‘સમર્થકો’થી વધુ ખતરો !

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">