Solar Storm : પૃથ્વી પર તોળાઈ રહ્યો છે ખતરો, ગમે ત્યારે ત્રાટકી શકે છે સૌર તોફાન ! નહીં ચાલે મોબાઈલ ફોન, વીજળી ગુલ થવાની પણ શક્યતા

Geomagnetic Storm : ખતરનાક સૌર તોફાન ગમે ત્યારે પૃથ્વી પર આવી શકે છે. તેનાથી રેડિયો સિગ્નલ પર અસર પડી શકે છે અને વીજ પ્રવાહ ખોરવાઈ શકે છે. જે સૌર તોફાન આવવાનુ છે તેને વૈજ્ઞાનિકો G2 સ્તરનુ કહી રહ્યાં છે.

Solar Storm : પૃથ્વી પર તોળાઈ રહ્યો છે ખતરો, ગમે ત્યારે ત્રાટકી શકે છે સૌર તોફાન ! નહીં ચાલે મોબાઈલ ફોન, વીજળી ગુલ થવાની પણ શક્યતા
solar storm (Symbolic image)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 15, 2022 | 9:58 AM

અમેરિકાની સ્પેસ એજન્સી NASA (National Aeronautics and Space Administration) અને નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)નું કહેવું છે કે આગામી 24 કલાકમાં કોરોનલ મટિરિયલ એજેકશન (CME) તીવ્ર ઉર્જા સાથે પૃથ્વી પર ટકરાઈ શકે છે. જેના કારણે સૌર તોફાન (Solar Storm) ઊભું થશે, જે વીજળીની ગ્રીડ ( Power Grid) અને અન્ય સંબંધિત વસ્તુઓને બગાડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ તોફાન G2 લેવલનું હોઈ શકે છે. NASA અને NOAAનું કહેવું છે કે આ ખતરનાક તોફાન વધુ ઝડપે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાવાની શક્યતા છે.

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન સ્પેસ સાયન્સ ઈન્ડિયા (CESSI)નું કહેવુ છે કે, ‘અમારું મોડેલ સૂચવે છે કે તે પૃથ્વી પર મોટી અસર કરી શકે છે, આ ઝડપ 429-575 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. હાલમાં, સૌર પવન અને પૃથ્વીની નજીકના અવકાશ વાતાવરણની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. તેમણે કહ્યું કે આની અસર જીપીએસ સિસ્ટમ ઉપર પણ પડી શકે છે.

કેવુ થઈ શકે છે નુકસાન ?

સૌર તોફાનને કારણે પૃથ્વી પર ઊંચાઈવાળા વિસ્તારોમાં વીજળી જઈ શકે છે. રેડિયો સિગ્નલમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. રેડિયો ઓપરેટરોને વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. GPS વપરાશકર્તાઓ પણ તેમના ઉપકરણોમાં સમસ્યાઓ અનુભવી શકે છે. સોલાર સ્ટોર્મની અસર મોબાઈલ ફોનના સિગ્નલ ઉપર પણ પડી શકે છે. તેના કારણે અંધારપટનો ખતરો પણ છે. આ જ કારણ છે કે આ સૌર તોફાનને લઈને દરેક જગ્યાએ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની શ્રેણી G2 રાખવામાં આવી છે. અલબત્ત તે G5 જેટલું ખતરનાક નથી, પરંતુ તેમ છતાં તે ઘણુંબધુ નુકસાન કરી શકે છે.

શું છે સૌર તોફાન ?

NOAA નુ કહેવુ છે કે 15 એપ્રિલે, એક નાનું સૌર તોફાન પૃથ્વીને અસર કરશે. સૌર તોફાનને જીઓમેગ્નેટિક તોફાન અને સૌર વાવાઝોડુ પણ કહેવામાં આવે છે. સૂર્યમાંથી નીકળતા કિરણોત્સર્ગ, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરતી આપત્તિ પણ કહેવામાં આવે છે. જેની અસર પૃથ્વીની આસપાસના વાતાવરણની ઊર્જા પર પણ પડે છે. સૌર તોફાન પહેલીવાર નથી આવી રહ્યું પરંતુ આ પહેલા પણ આ ઘટના વર્ષ 1989માં બની ચૂકી છે. તે સમયે કેનેડાના ક્યુબેક શહેરને તેની અસર થઈ હતી, જેના કારણે ત્યાંની વીજળી 12 કલાક સુધી ખોરવાઈ ગઈ હતી. વીજ પ્રવાહ ખોરવાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તે અગાઉ આવુ સૌર તોફાન 1859માં આવ્યું હતું. જેના કારણે ટેલિગ્રાફ નેટવર્ક યુરોપ અને અમેરિકામાં નાશ પામ્યું હતુ.

આ પણ વાંચોઃ

યુક્રેન સાથે યુદ્ધનુ આહ્વાન કરનાર હવે ક્રેમલિન છોડીને પરમાણુ બંકરમાં છુપાયો, જાણો શું છે પુતિનનો સિક્રેટ પ્લાન ?

આ પણ વાંચોઃ

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં પૂરે તબાહી મચાવી, 340થી વધુના મોત, અબજો ડોલરનું નુકસાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati