AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: કંગાળ બન્યુ પાકિસ્તાન, મદદની ભીખ માટે વડાપ્રધાન ઈમરાન ખાનના હવાતિયા

યુક્રેન અને રશિયા યુદ્ધથી બરબાદ થઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈપણ યુદ્ધ વિના ખરાબ થઈ ગઈ છે. જેથી મદદ માટેની આ આંધળી દોડમાં પાકિસ્તાને પોતાના ઘણા દુશ્મનો પણ બનાવ્યા છે.

Pakistan: કંગાળ બન્યુ પાકિસ્તાન, મદદની ભીખ માટે વડાપ્રધાન ઈમરાન ખાનના હવાતિયા
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:49 AM
Share

Pakistan: વડા પ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) અને પાકિસ્તાનની(Pakistan Foreign Policy)  ‘વામન વિદેશ નીતિ’એ પાકિસ્તાનને ક્યાંયનુ છોડ્યું નથી. આવી ખરાબ વિદેશ નીતિએ પાકિસ્તાનના સામાન્ય લોકોને રસ્તા પર લાવી દીધા છે.યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને 20 દિવસો વીતી ચૂક્યા છે.જેને કારણે હાલ યુક્રેન(Ukraine) બરબાદ થઈ રહ્યું છે.પરંતુ કોઈપણ યુદ્ધ વિના પાકિસ્તાન દુનિયામાં મદદ માટે પોતાનો ખાલી કટોરો લઈને ફરતું જોવા મળી રહ્યુ છે.જી હા, આતંકવાદની દુનિયાની ફેક્ટરી અને આતંકવાદીઓની યુનિવર્સિટીના નામે ‘બદનામ’ પાકિસ્તાન આ ગરીબીની આરે આવશે, તેની કોઈને અપેક્ષા નહોતી.

પાકિસ્તાનની વર્તમાન દુર્દશાનું સૌથી મોટું ઉદાહરણ પાકિસ્તાની વડાપ્રધાનની તાજેતરમાં રશિયાની (Russia) મુલાકાત છે. તે અલગ વાત છે કે તે ખાલી બાઉલમાં રશિયા પાસેથી કેટલાક નાણા મળવાની આશાએ ગયો હતો. તમને જણાવી દઈએ કે,પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રશિયા પાસેથી કંઈ મળ્યું નથી. તેનાથી પણ ખરાબ સ્થિતિ ત્યારે હતી જ્યારે રશિયાના પ્રવાસેથી ખાલી હાથે આવેલા  ઈમરાન ખાન પાકિસ્તાનમાં ચારે બાજુથી ઘેરાયેલા હતા.એટલે કે ત્યારથી જ લોકો તેને કોસતા જોવા મળી રહ્યા છે.

ઈમરાન ખાનની વધી મુશ્કેલીઓ

થોડા દિવસો પહેલા ઈમરાન ખાન ચીનની મુલાકાતે ગયા હતા.જો કે અમેરિકા-ચીન વચ્ચે (America-China) સંબધો પહેલી જ સારા નથી. જેને કારણે ઈમરાનની ચીનની મુલાકાતથી હવે અમેરિકા પણ પાકિસ્તાનને મદદ કરવા આગળ આવશે નહીં.પોતાના દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાન એક તરફ કૂવા અને બીજી તરફ ખાડા વચ્ચે ઉભા છે. એમ કહેવું ખોટું નહીં હોય કે ઈમરાન ખાનની હતાશા તેમના ચહેરા અને તેમની વાતમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. રશિયાની મુલાકાત પર અમેરિકાએ ઈમરાન ખાનને પોતાના પદ પર રહેવાની સલાહ આપી હતી.

પાકિસ્તાન ગરીબીની આરે

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વડાના નિવેદન અનુસાર, પાકિસ્તાની અર્થવ્યવસ્થાએ(Pakistan Economy)  ‘નાદાર’ હોવાનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન કે તેના વડાપ્રધાન ભીખ માંગવા માટે અહીં-ત્યાં ભટકે છે, કારણ કે પોતાના દેશના લોકોની જવાબદારી આખરે વડાપ્રધાનની છે.

આ પણ વાંચો  : હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી

g clip-path="url(#clip0_868_265)">