AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : દેશની કથળતી સ્થિતિને પગલે ફરી ઈમરાન ખાન ઉકળ્યા, પોતાના જ દેશની સેના પર લગાવ્યા ગંભીર આરોપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પોતાના જ દેશની સેનાની ટીકા કરી છે. સાથે જ તેણે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર માટે સેનાને જવાબદાર ગણાવી છે.

Pakistan : દેશની કથળતી સ્થિતિને પગલે ફરી ઈમરાન ખાન ઉકળ્યા, પોતાના જ દેશની સેના પર લગાવ્યા ગંભીર આરોપ
Imran khan,Former PM, Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:07 AM
Share

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Former PM Imrankhan) પોતાના જ દેશની સેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર માટે સેનાને જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ખાને કહ્યું કે દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા ઈતિહાસમાં કંઈ ન કરવા બદલ સેનાને (pakistan Army)  જવાબદાર ગણવામાં આવશે. ઈસ્લામાબાદમાં એક સેમિનારને સંબોધતા PTI નેતાએ કહ્યું કે સેનાએ “તટસ્થ” રહેવાની તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ અને દેશની બગડતી આર્થિક સ્થિતિને (Pakistan Financial condition)  સુધારવા માટે પગલાં લેવા જોઈએ.

ઈમરાન ખાને કહ્યું, ‘હું આજે તે તટસ્થ લોકોને પૂછવા માંગુ છું. શું તમે જાણો છો કે દેશ ક્યાં જઈ રહ્યો છે ? દેશ અને અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે જ્યારે તમને ખબર પણ નથી કે આગામી બે-ત્રણ મહિનામાં શું થશે…!

બિન-આવશ્યક વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત એકદમ કફોડી છે. આ બધાની વચ્ચે પાકિસ્તાને ગુરુવારે IMFની એક શરત પૂરી કરવા માટે બિન-આવશ્યક વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. રોકડની તંગીવાળા પાકિસ્તાન માટે રાહત પેકેજ અંગે નિર્ણય લેવા માટે વૈશ્વિક ધિરાણકર્તા આ મહિનાના અંતમાં બેછક કરશે.તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે વિદેશી હૂંડિયામણમાં ઘટાડો અને ચૂકવણીનું સંતુલન બગડવાને કારણે આ પ્રતિબંધ લાદ્યો હતો.

પાકિસ્તાનના નાણાપ્રધાન(Pakistan Financial minister)  મિફ્તા ઈસ્માઈલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધ હટાવી લેવામાં આવશે પરંતુ આયાત મોંઘી કરવા માટે આયાતકારો પર ભારે ડ્યુટી લાદવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આયાત પ્રતિબંધ હટાવી રહી છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય જરૂરિયાત છે પરંતુ બિન-આવશ્યક આયાત કરાયેલ વસ્તુઓ વર્તમાન સ્તરો કરતા ત્રણ ગણી વધારે નિયમનકારી ડ્યુટી વસુલાશે.વધુમાં નાણામંત્રીએ ઉમેર્યું કે,”અમે એવી રીતે ભારે ડ્યુટી લાદીશું કે આવી વસ્તુઓ સરળતાથી આયાત કરી શકાશે નહીં..મારી પાસે પૂરતા ડોલર નથી, તેથી હું કપાસ, ખાદ્ય તેલ અને ઘઉંને પ્રાથમિકતા આપીશ,હું iPhones કે કારને પ્રાથમિકતા આપતો નથી.”

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">