AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Politics: શરીફ અને બિલાવલની વિદેશ યાત્રાથી ભડક્યા ઈમરાન, કહ્યું તેનાથી ફાયદો કોને થશે

પાકિસ્તાની અખબારના રિપોર્ટ મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાને શનિવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની અવારનવાર વિદેશ યાત્રાઓ પર નિશાન સાધ્યું હતું.

Pakistan Politics: શરીફ અને બિલાવલની વિદેશ યાત્રાથી ભડક્યા ઈમરાન, કહ્યું તેનાથી ફાયદો કોને થશે
Imran Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:28 PM
Share

પાકિસ્તાન આર્થિક રીતે પડકારનો સામનો કરી રહ્યું છે. તેથી તેમને અનેક પ્રકારે પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડી રહ્યુ છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલી શાહબાઝ શરીફની સરકાર પર વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશના નેતાઓ પર સતત વિદેશ પ્રવાસ કરવા પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો: Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન, ભારે પવન સાથે વરસાદની શક્યતા

ઈમરાન ખાને ભુટ્ટોની વિદેશ યાત્રાઓ પર નિશાન સાધ્યું

પાકિસ્તાની અખબારના રિપોર્ટ મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાને શનિવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની અવારનવાર વિદેશ યાત્રાઓ પર નિશાન સાધ્યું હતું. દેશમાં અત્યારે ગંભીર પરિસ્થિતિ છે. ઈમરાન દ્ગારા આ નિશાન એવા સમયે સાધવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકમાં હાજરી આપવા બ્રિટનની મુલાકાતે છે.

ભુટ્ટો ભારતની મુલાકાતે આવ્યા હતા

જ્યારે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ 3 દિવસ પહેલા ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગુરુવારે ભારતની મુલાકાત લીધી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાને લાહોરમાં પોતાની કારની અંદરથી પીટીઆઈની એક રેલીને સંબોધિત કરતા દેશના બંને ટોચના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટ અને પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલને સમર્થન અને એકતા દર્શાવવા માટે લાહોરમાં પીટીઆઈ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈમરાન ખાને બિલાવલ ભુટ્ટોની ઉડાવી મજાક

ઈમરાન ખાને કહ્યું કે, દુનિયાભરમાં પાકિસ્તાનનું સતત અપમાન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમારો એક પ્રશ્ન છે, કે બિલાવલ આખી દુનિયામાં પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ જતા પહેલા તમારે અમને એ જણાવવું જોઈએ કે, તમે કોઈને પૂછ્યું છે કે, તમે પ્રવાસ માટે જે દેશના પૈસા ખર્ચી રહ્યા છો, તેનાથી કોઈ ફાયદો થશે? મીડિયા એહવાલ મુજબ પીટીઆઈના વડા ઈમરાન ખાને પણ સવાલ ઉઠાવ્યો હતો કે, બિલાવલને ભારતની મુલાકાતથી કેટલો ફાયદો થયો.

એસ જયશંકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગોવામાં આયોજિત SCOની બેઠકમાં પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, સીમા પારના આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદને રોકવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અમારૂં માનવું છે કે, આંતકવાદ માટે કોઈ ઔચિત્ય હોઈ શકે નહીં અને તેને કોઈપણ સ્વરૂપમાં રોકવા જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">