શું પાકિસ્તાનમાં ફરી થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ ઝરદારી અને PM શાહબાઝનું પત્તુ કાપી મુનીર બની જશે નાપાકિસ્તાનનો સર્વેસર્વા?- વાંચો
ઓપરેશન સિંદૂર બાદથી પાકિસ્તાનની રાજનીતિમાં સખળડખળ ચાલ્યા જ કરે છે. એવુ કહી શકાય કે પાકિસ્તાનમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યુ અને તેની સાબિતી તાજેતરમાં બિલાવલના ભુટ્ટોના નિવેદને આપી દીધી છે. જેમા બિલાવલે હાફિઝ અને મસૂદ જેવા ખૂંખાર આતંકીઓને ભારતને હવાલે કરવાની વાત કહી હતી. પાકિસ્તાનની સ્થિતિ હાલ એવી છે કે ત્યા ગમે ત્યારે તખ્તાપલટ થઈ શકે છે અને રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીન તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતા જાણકારી મુજબ જરદારીને હટાવવાની પણ શરૂ થઈ ગઈ છે.

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર મોટી રાજકીય ઉઠાપઠાક જોવા મળી શકે છે. તેનુ કારણ છે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરની પર્દા પાછળની રસાકસી. આમ તો પાકિસ્તાનમાં હાલ તો કોઈની પણ હેસિયત નથી કે તે આસિમ મુનીરની સામે ઉભા પણ રહી શકે. એક તરફ મુનીર છે તો બીજી તરફ ઈમરાન ખાન છે. પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા હાલ જેલમાં છે અને બાકીનાને પણ ઠેકાણે પાડવાની તૈયારી આસિમ મુનીરે કરી લીધી છે. પાકિસ્તાનમાંથી જ જાણકારી મળી રહી છે કે આસિમ મુનીરે નક્કી કરી લીધુ છે કે તે જરદારીને હટાવીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની જશે. પાકિસ્તાનમાં તખ્તાપલટને જોતા જુલાઈ મહિનો ઘણો ખાસ બની જાય છે. ઈતિહાસમાં ડોકિયુ કરશો તો ખબર પડશે કે 5 જુલાઈ 1977માં જિયા-ઉલ-હક એ પાકિસ્તાનના લોકતંત્રને તેના પગ તળે કચડી નાખ્યુ હતુ....
