ધર્મના આધાર પર બનેલા Pakistan એ કર્યો હતો સંવિધાનમાં બદલાવ, મુસ્લિમોની એક કોમ્યુનિટીને જાહેર કરવામાં આવી બિન-મુસ્લિમ, તોડી નાખી તેઓની મસ્જિદ

એવો દાવો કરવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં અહમદિયા સમુદાયની વસ્તી 12 મિલિયનની નજીક છે, જ્યારે પાકિસ્તાનમાં (Pakistan) લગભગ 2.5 મિલિયન અહમદી મુસ્લિમો છે. ભારતમાં પણ લગભગ 1 લાખ અહમદિયા મુસ્લિમો રહે છે.

ધર્મના આધાર પર બનેલા Pakistan એ કર્યો હતો સંવિધાનમાં બદલાવ, મુસ્લિમોની એક કોમ્યુનિટીને જાહેર કરવામાં આવી બિન-મુસ્લિમ, તોડી નાખી તેઓની મસ્જિદ
Ahmadiyya Mosques - Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:21 PM

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આર્થિક સંકટ એટલું મોટું છે કે દેશ નાદારીની આરે ઉભો છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનના કરાચીમાં લઘુમતી અહમદિયા સમુદાયની મસ્જિદના ગુંબજ અને મિનારા તોડી નાખ્યા હતા.

અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યા

સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો અને વીડિયોમાં, લોકો કરાચીના સદરમાં અહમદી મસ્જિદની ટોચ પર ચડતા અને મસ્જિદના માળખાને હથોડાથી મારતા જોવા મળે છે. અહમદિયા સમુદાયની મસ્જિદ પર હુમલા બાદ પાકિસ્તાનની ધાર્મિક કટ્ટરતા ફરી એકવાર સામે આવી છે.

વર્ષ 1974 માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી જુલ્ફીકાર અલી ભુટ્ટો હતા. તે સમયે તેઓએ સંવિધાનમાં બદલાવ કર્યો હતો અને અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમાં બદલાવ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમને કહ્યુ હતું કે, તેઓ મસ્જિદમાં જઈ શકે નહી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે અહમદી મુસલમાન કોણ છે અને પાકિસ્તાનના મુસલમાનોને તેમની મસ્જિદોને લઈને સમસ્યા કેમ છે? અહમદી મસ્જિદ પર હુમલો પાકિસ્તાનમાં લાંબા સમયથી અહમદીયાના પૂજા સ્થાનો પર હુમલાઓ થઈ રહ્યા છે અને તાજેતરમાં કરાચીમાં જમશેદ રોડ પર અહમદિયા જમાત ખાટાના મિનારાઓને તોડી પાડવામાં આવ્યા હતા.

ANIના અહેવાલ મુજબ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલીસે પંજાબના ગુજરાનવાલામાં એક મસ્જિદમાંથી મિનારા હટાવી દીધા હતા. મીડિયા અહેવાલો અનુસાર, તોડફોડ કરનારાઓ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના સભ્યો છે અને જે મસ્જિદના મિનારાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે તે અહમદી મસ્જિદ છે. તમને જણાવી દઈએ કે તહરીક-એ-લબૈક એ જ પાર્ટી છે જેના નેતા મૌલાના સાદ રિઝવી તાજેતરના એક વીડિયોમાં ઉશ્કેરણીજનક નિવેદન આપતા જોવા મળ્યા હતા.

અહમદિયા કોણ છે?

અહમદિયા ભારતના પંજાબમાં અમૃતસર નજીક કાદિયાનમાં ઉદ્ભવ્યો હતો. મિર્ઝા ગુલામ અહમદે 1889માં અહમદિયા ચળવળની સ્થાપના કરી અને તેને ઇસ્લામમાં સુધારાની હાકલ કરતી ચળવળ તરીકે પ્રોત્સાહન આપ્યું. મિર્ઝા ગુલામ અહેમદને પણ ઈસ્લામના રક્ષણ માટે મસીહા તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા અને અહમદિયા મુસ્લિમોની વેબસાઈટ દાવો કરે છે કે આ મુસ્લિમો સમગ્ર વિશ્વમાં લગભગ 200 દેશોમાં ફેલાયેલા છે.

મિર્ઝા ગુલામે અહમદે લોકોને કહ્યું કે તેમને અલ્લાહ દ્વારા ઇસ્લામના ઉપદેશો ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં અહમદિયા સમુદાયની વસ્તી 12 મિલિયનની નજીક છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 2.5 મિલિયન અહમદી મુસ્લિમો છે. ભારતમાં પણ લગભગ 1 લાખ અહમદિયા મુસ્લિમો રહે છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">