Breaking News : લો, શરૂ થઈ ગયું પાકિસ્તાન સામે યુદ્ધ ! 400 પાકિસ્તાની સૈનિકોને મોકલ્યા જહન્નમ, જુઓ Video
બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષમાં બાલોચ લિબરેશન આર્મી (BLA) એ 400 થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે અને એક વિડીયો પણ શેર કર્યો છે. BLA પાકિસ્તાનથી સ્વતંત્રતા માંગે છે અને દાયકાઓથી ચાલતા હિંસક સંઘર્ષને વધુ તીવ્ર બનાવ્યો છે.

બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સતત ચર્ચામાં રહે છે. એક દિવસ પહેલા, બલુચિસ્તાનના નેતાએ આઝાદીની ઘોષણા કરી, હવે બલુચિસ્તાનની સેનાએ X હેન્ડલ પર પાકિસ્તાનનો નાશ કરવાની વાત કરી છે. બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે દાવો કર્યો હતો કે બલૂચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ નહોતું. તેમણે પાકિસ્તાન સરકાર દ્વારા દાયકાઓથી ચાલી રહેલા હવાઈ બોમ્બમારા અને નરસંહારનો ઉલ્લેખ કર્યો.
હાલમાં BLA દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો, બાલોચ લિબરેશન આર્મી — BLA — દાવો કરે છે કે તેમણે પાકિસ્તાની સૈનિકને મોતને ઘાટ ઉતાર્યા છે. BLAના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 400 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે: “આ જંગ હવે અટકવાની નથી!”
New video of Pakistani soldier being killed. Total of 400 Pakistani soldiers killed so far.
Ye Jung Rukegi Nhi !#BalochLiberationArmy#BalochistanIsNotPakistan pic.twitter.com/YHQ2qvL3mK
— Baloch Liberation Army (@OfficeBaloch) May 17, 2025
બાલોચિસ્તાનની આઝાદીની માંગને લઈને છેલ્લા અનેક દાયકાઓથી ચાલી રહેલો આ હિંસક સંઘર્ષ હજી સુધી શમ્યો નથી. બાલોચ લિબરેશન આર્મી એક સશસ્ત્ર સંગઠન છે, જે બલોચ લોકોના અધિકાર અને સ્વતંત્રતા માટે લડી રહી છે. બીજી તરફ, પાકિસ્તાની સરકાર અને સેના તેને આતંકવાદી સંગઠન ગણાવી રહી છે.
વીડિયોમાં દેખાતા દૃશ્યો અત્યંત ખતરનાક અને ગંભીર છે, જે બલોચ પર્વતીય વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધની ગાઢતા દર્શાવે છે. BLAના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીનો દરેક પગલે જવાબ આપશે. આ સંઘર્ષ માત્ર એક પ્રાદેશિક લડાઈ નથી – પણ એક જૂજ સમાજ માટેની તીવ્ર લડત છે.
આ સાથે BLA દ્વારા ટ્વિટર પર વધુમાં લખવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન જે ઈમારતનું નામ જિન્ના રાખવામાં આવ્યું હતું, તેને હવે બલૂચિસ્તાન ગૃહ તરીકે નામ આપવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બલૂચિસ્તાનને એક અલગ દેશ તરીકે ઘોષિત કરવું જોઈએ. અંતમાં લખવામાં આવ્યું કે બલૂચિસ્તાનના નાગરિકો આપના આભારી રહેશે. હાલમાં એક બાદ એક વીડિયો બલોચ આર્મી દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી રહ્યા છે, મહત્વનું છે કે Tv9 દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ BLA દ્વારા આ સમગ્ર માહિતી શેર કરવામાં આવી છે.