Pakistan: ચીનના શરણે પાકિસ્તાન, લોન માટે કટોરો લઈને આર્મી જનરલ માંગશે ભીખ
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હાલ ચીનની મુલાકાતે છે. તેઓ સોમવારે ચીનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. સેના તરફથી નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. આ મુલાકાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની નાણાકીય ખાતરી વચ્ચે થઈ રહી છે.
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હાલ ચીનની મુલાકાતે છે. તેઓ સોમવારે ચીનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. સેના તરફથી નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. આ મુલાકાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની નાણાકીય ખાતરી વચ્ચે થઈ રહી છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આગામી ચાર દિવસ સુધી ચીનમાં રહેશે. સેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ચીન ગયા છે. એવું માનવામાં આવે છે કે, જનરલ ચીનને વધુ લોન આપવા માટે કહી શકે છે. મુનીરની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી નાણાકીય ભરોસાના અભાવની ચર્ચા થઈ રહી છે. મુનીર પહેલા ISIના વડા પણ ચીનના પ્રવાસે ગયા હતા.
જાન્યુઆરીમાં સાઉદી અરેબિયા અને UAEનો પ્રવાસ
આ વર્ષે જાન્યુઆરીમાં જનરલ અસીમ મુનીરની નિમણૂક બાદ પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો હતો. સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત (UAE)ની મુલાકાતે ગયા હતા. જનરલ મુનીર 4થી 10 જાન્યુઆરી દરમિયાન તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર હતા. ગયા અઠવાડિયે વડાપ્રધાન શેહબાઝ શરીફે જનરલ અસીમ મુનીરના વખાણ કર્યા હતા. IMF પાસેથી બેલઆઉટ પેકેજ મેળવવા માટે શરત હતી કે, પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા અને UAE તરફથી નાણાકીય ખાતરી મળી શકે છે.
ચીની નાગરીકની ધરપકડ
જનરલ મુનીર એવા સમયે ચીન પહોંચ્યા છે, જ્યારે ભુતકાળમાં એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ ચીની નાગરિકને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નાગરિકને હેલિકોપ્ટરમાં એબોટાબાદ લઈ જવામાં આવ્યો હતો. પોલીસને ડર હતો કે સ્થાનિક લોકો તેમને નુકસાન પહોંચાડી શકે છે.
PM શાહબાઝે જનરલના વખાણ કર્યા
ગઠબંધન પક્ષોની બેઠકને સંબોધતા શાહબાઝે કહ્યું કે, IMFનો કરાર હવે અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, સેના પ્રમુખે આ સંદર્ભમાં ખુબ પ્રયત્નો કર્યા હતા. મિત્ર દેશો પાસેથી નાણાકીય પ્રતિબદ્ધતાઓ સુરક્ષિત કરવી સૌથી મહત્વપૂર્ણ છે. પીએમ શરીફના નિવેદન પહેલા નાણામંત્રી ઈશાક ડારે જાહેરાત કરી હતી કે, UAEએ પાકિસ્તાનને એક અબજ ડોલરનું આશ્વાસન આપ્યું છે. જ્યારે સાઉદી અરેબિયાએ પહેલેથી જ બે અબજ ડોલરની લોનની ખાતરી આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…