AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો આ નવું, ભારત સામે હાર્યા છતા ટંગડી ઉચી રાખીને શિરપાવ લીધો, મુનીર બન્યા ફિલ્ડ માર્શલ

ઓપરેશન સિંદૂરથી ભારત સામે નાલેશીભરી હાર મેળવ્યા બાદ પણ પાકિસ્તાને તેની ટંગડી ઉચી રાખી છે. પાકિસ્તાનની શરીફ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને બઢતી આપી છે. આજે મંગળવારે પાકિસ્તાનની કેબિનેટે મુનીરને આર્મી ચીફ જનરલમાંથી ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવાને મંજૂરી આપી હતી. પાકિસ્તાન આર્મીમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો માત્ર એક મહાન સન્માન નથી પણ વ્યૂહાત્મક નિર્ણયોમાં સર્વોચ્ચ અધિકાર પણ આપે છે. આનો અર્થ એ થયો કે મુનીર પાસે હવે પાકિસ્તાની સેના તેમજ પાકિસ્તાનની સરકારમાં નિર્ણાયક શક્તિ હશે.

લો બોલો આ નવું, ભારત સામે હાર્યા છતા ટંગડી ઉચી રાખીને શિરપાવ લીધો, મુનીર બન્યા ફિલ્ડ માર્શલ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2025 | 9:55 PM
Share

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાની સેના અને ISI સાથે હોવાનું સામે આવ્યું છે. જેના બદલા સ્વરૂપ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના અનેક એરબેઝ તોડી નાખ્યાં, પાકિસ્તાનના હુમલાનો નિષ્ફળ બનાવ્યો. અને સામેથી ભારત સામે યુદ્ધ વિરામની ગુહાર લગાવી.

આ ઉપરાંત, એક પાકિસ્તાની સૈન્ય અધિકારીએ સ્વીકાર્યું હતું કે પહેલગામ હુમલો આસીમ મુનીર દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની મીડિયા અને વડા પ્રધાન કાર્યાલય દ્વારા ઈસ્યું કરાયેલા નિવેદન અનુસાર, પાકિસ્તાન કેબિનેટે મંગળવારે આ પ્રમોશનને મંજૂરી આપી હતી.

પાકિસ્તાન આર્મીમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો માત્ર એક સન્માન નથી પણ વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં સર્વોચ્ચ અધિકાર પણ આપે છે. આનો અર્થ એ થયો કે મુનીર પાસે હવે પાકિસ્તાની સેના તેમજ પાકિસ્તાનની સરકારમાં નિર્ણાયક શક્તિ ધરાવનાર હશે. આ પદ મુનીરને માત્ર સેના પર નિયંત્રણ જ નહીં આપે પણ રાજકીય-લશ્કરી બાબતોમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવવાની તક આપશે.

મુનીર હવે સેના સાથે આ રીતે કામ કરશે

ફિલ્ડ માર્શલ બન્યા પછી, અસીમ મુનીરને હવે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવા માટે છૂટ મળી શકે છે. આનાથી ભારત વિરુદ્ધ હાઇબ્રિડ વોર આતંકવાદ, સાયબર હુમલા અને પ્રોક્સી વોરફેર જેવી પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની શકે છે.

પાકિસ્તાન સરકારે આ પ્રમોશન કેમ કર્યું?

પાકિસ્તાન સરકારે આ નિર્ણય ફક્ત અને ફક્ત પ્રચાર ચલાવવા માટે લીધો છે. હકીકતમાં, ભારત સામે હારેલ પાકિસ્તાન હવે દુનિયાને ખોટો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તેણે ભારત સામે યુદ્ધ જીતી લીધું છે. એટલા માટે તેમણે પાકિસ્તાનના આર્મી જનરલને બઢતી આપી છે. હંમેશા જુઠ્ઠાણા ફેલાવનાર પાકિસ્તાન હવે દુનિયાની આંખમાં ઘૂળ નાખીને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જોકે, આખી દુનિયાએ પાકિસ્તાનનો પરાજય નજરે જોયો છે અને તેઓ જાણે છે કે કોણે કોને હરાવ્યો. કેટલાક દેશના સંરક્ષણ તજજ્ઞોએ તો તસવીરના પુરાવાઓ રજૂ કરીને ભારતના હુમલાને પાકિસ્તાનની હાર ગણાવી છે. જ્યારે, એવું પણ માનવામાં આવે છે કે પાકિસ્તાનની સરકાર જનતાને સંદેશ આપવા માંગે છે કે તેણે ભારત પર જીત મેળવી લીધી છે. જેથી શાહબાઝ શરીફ ભવિષ્યની ચૂંટણીઓમાં પણ આ હાર પર રાજકારણ કરી શકે.

ISI ચીફ, આર્મી ચીફ હવે ફિલ્ડ માર્શલ

અસીમ મુનીર 2022 થી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા. જોકે, હવે 2025 માં તેમને ફિલ્ડ માર્શલનું પ્રમોશન મળ્યું છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ બન્યા. આ પહેલા, તેઓ GHQ ખાતે ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા. અસીમ મુનીરે 1986માં પોતાની લશ્કરી કારકિર્દી શરૂ કરી હતી. તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વડા પણ રહી ચૂક્યા છે. તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ લશ્કરી સન્માનો, જેમાં નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને પ્રતિષ્ઠિત સ્વોર્ડ ઓફ ઓનરનો સમાવેશ થાય છે, એનાયત કરવામાં આવ્યો છે.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. પાકિસ્તાનના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">