AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA : ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરનારની ધરપકડ, તેની પાઘડી સાથે પણ કરી હતી છેડછાડ

3 જાન્યુઆરીએ ભારતીય શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરવા બદલ ગુરુવારે મોહમ્મદ હસનૈન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

USA : ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરનારની ધરપકડ, તેની પાઘડી સાથે પણ કરી હતી છેડછાડ
One arrested for hate crime against Sikh taxi driver in USA
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:50 PM
Share

અમેરિકાના (America) JFK ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર (Sikh Taxi Driver) પર હુમલો અને તેની પાઘડી સાથે છેડછાડ કરવા તેમજ ‘પાઘડીવાળા લોકો પાછા તેમના દેશમાં જાય’ ના નારા લગાવવા બદલ એકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર વંશીય ધૃણા અપરાધનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. 3 જાન્યુઆરીએ શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરવા બદલ ગુરુવારે મોહમ્મદ હસનૈન નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી પર, તેની ઓળખ માત્ર ‘મિસ્ટર સિંઘ’ તરીકે જાહેર કરવામાં આવી છે.

ન્યૂયોર્કની પોર્ટ ઓથોરિટી અને ન્યૂજર્સી પોલીસ ડિપાર્ટમેન્ટ (PAPD) એ શુક્રવારે સિંઘ પર હુમલાના સંબંધમાં હસનૈનની ધરપકડની પુષ્ટિ કરી છે, સમુદાય આધારિત નાગરિક અને માનવાધિકાર સંગઠન શીખ ગઠબંધનએ જણાવ્યું હતું. સંગઠને કહ્યું કે તેને વંશીય નફરતના અપરાધ તરીકે ગણવામાં આવવો જોઈએ, કારણ કે હસનૈને અપમાનજનક સ્વરમાં પીડિતને પોતાના દેશમાં જવા કહ્યુ હતુ.

શીખ ગઠબંધનને મોકલવામાં આવેલા એક નિવેદનમાં સિંઘે કહ્યું, “હું કાયદા અમલીકરણ એજન્સીઓ, ધ શીખ ગઠબંધન અને સમુદાયના તમામ લોકોનો આભાર માનું છું જેમણે આ મુશ્કેલ સમયમાં શક્તિ આપી.” નોંધનીય છે કે નવજોત પાલ કૌરે 4 જાન્યુઆરીએ આ ઘટનાનો 26 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થયો હતો.

ન્યૂયોર્કમાં પોસ્ટ કરાયેલા ભારતના કોન્સ્યુલ જનરલે શીખ ટેક્સી ડ્રાઈવર પરના હુમલાને ખૂબ જ પરેશાન કરનાર ગણાવ્યો અને કહ્યું કે તેણે આ મામલો અમેરિકી સત્તાવાળાઓ સાથે ઉઠાવ્યો છે. તેમણે તેમને આ હિંસક ઘટનાની તપાસ કરવા પણ આહ્વાન કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને તેને ખૂબ જ હેરાન કરનાર ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે તેઓ આવી નફરત આધારિત હિંસાની નિંદા કરે છે. દોષિતોને પકડવાની જવાબદારી અમારી છે. આપણી વિવિધતા આપણને મજબૂત બનાવે છે, આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો –

World Corona virus: ઓમિક્રોનને હળવાશથી ન લો મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, આ દેશ સિવાય સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે

આ પણ વાંચો –

Dubai Airport UAE : દુબઈ એરપોર્ટ પર બે પ્લેન ટકરાવવાની મોટી દુર્ઘટના ટળી, DGCAએ માગ્યો UAE પાસે રિપોર્ટ

આ પણ વાંચો –

190 વર્ષના ‘જોનાથન’ કાચબાએ સૌથી વૃદ્ધ પ્રાણી તરીકે નોંધાવ્યું ગિનિસ બુકમાં નામ, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">