OMG ! પતિએ ભેટમાં આપી લોટરીની ટિકિટ, મહિલાએ જીત્યા 10 કરોડ રૂપિયા

|

Feb 23, 2022 | 12:01 AM

વેલેન્ટાઈન ડે નિમિત્તે મારિયા ચિકાસ નામની મહિલાને તેના પતિએ લોટરીની ટિકિટ ભેટમાં આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે ટિકિટ પર 1-2 નહીં પણ 10 કરોડ રૂપિયાનું ઈનામ નીકળ્યું છે.

OMG ! પતિએ ભેટમાં આપી લોટરીની ટિકિટ, મહિલાએ જીત્યા 10 કરોડ રૂપિયા
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Ajab Gajab News: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને એવી ગિફ્ટ (Gift) આપે, જેને તે જીવનભર યાદ રાખે અને સાથે જ તેને જોનારા પણ તેને જોતા જ રહે. સામાન્ય રીતે લોકો કોઈ ખાસ પ્રસંગે તેમની ગર્લફ્રેન્ડ કે પત્નીને ફૂલ, ચોકલેટ, ટેડી બિયર વગેરે ભેટમાં આપતા હોય છે અથવા જો પૂરતું હોય તો તેઓ ભેટમાં સોનાની કે હીરાની વીંટી અથવા નેકલેસ આપે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને કરોડો રૂપિયાની ભેટ આપી છે? શું તમે સાંભળ્યું કે જોયું છે? વર્જીનિયામાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીને લોટરી (Lottery) માં ‘કરોડો રૂપિયા’ ભેટમાં આપ્યા છે (Lottery Jackpot). જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે દંગ રહી ગયા.

મારિયા ચિકાસ (Maria Chicas) નામની મહિલાને તેના પતિએ લોટરીની ટિકિટ ભેટમાં આપી

વાસ્તવમાં, વેલેન્ટાઈન ડેના અવસર પર મારિયા ચિકાસ (Maria Chicas) નામની મહિલાને તેના પતિએ લોટરીની ટિકિટ ભેટમાં આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે તે ટિકિટ પર 1-2 નહીં પણ 10 કરોડ રૂપિયાનું ઈનામ હતું, ત્યારપછી પતિ-પત્ની બંનેની ખુશીનો કોઈ પાર નહોતો.

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, મારિયાના પતિએ વેલેન્ટાઈન ડેના થોડા દિવસો પહેલા માનસાસના 9103 મેથિસ એવન્યુ ખાતેના ઈન એન્ડ આઉટ માર્ટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી, જેમાં તેને બમ્પર ઈનામ મળ્યું હતું. મારિયાએ કહ્યું કે પહેલા તો તેને લાગ્યું કે તેનો પતિ તેની સાથે મજાક કરી રહ્યો છે, જૂઠું બોલી રહ્યો છે, પરંતુ બાદમાં તેણે સ્વીકારવું પડ્યું કે તેણે ખરેખર લોટરી જીતી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

અહેવાલો અનુસાર, લોટરીમાં જીતેલી રકમ લેવા માટે લોટરી કંપની દ્વારા મારિયાને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેણીને કહેવામાં આવ્યું કે તેણીએ આખી રકમ એક જ વારમાં લઈ લેવી જોઈએ અથવા તો તેણીએ 30 વર્ષમાં હપ્તામાં 10 કરોડ રૂપિયા લેતા રહેવું જોઈએ. જોકે, મારિયાએ એક જ વારમાં આખી રકમ લેવાનું નક્કી કર્યું.

ખાસ વાત એ છે કે લોટરી વેચનારને પણ મોટી રકમ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સેલર વિનિંગ લોટરી ટિકિટ વેચે છે તેને પણ લોટરી કંપની પાસેથી 37 લાખ રૂપિયાથી વધુની રકમ મળે છે. મતલબ કે લોટરી ખરીદનાર પણ અમીર બન્યો અને લોટરી વેચનારની પણ ચાંદી થઈ ગઈ.

આ પણ વાંચો: આજે Tuesday નહીં Twosday છે, આજની તારીખ 22-02-2022 ને લઈને સોશિયલ મીડિયામાં યુઝર્સ આવી રીતે મનાવે છે આ સ્પેશિયલ દિવસ

આ પણ વાંચો: Knowledge: શું તમે જાણો છો કે નાળિયેર તેલ આટલું મોંઘું કેમ છે અને તે કેવી રીતે બને છે?

Published On - 11:59 pm, Tue, 22 February 22

Next Article